SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૫ર-૧૫૫ સિદ્ધસેન દિવાકર ૭૫ અનુસાર સિદ્ધસેન શ્વેતામ્બર સંપ્રદાયમાં વિક્રમરાજાના સમયમાં અને સમન્તભદ્ર દિગમ્બર સંપ્રદાયમાં વિક્રમની બીજી સદીમાં થયા છે ક્વચિત્ સમજ્જુભદ્રને વનવાસી તરીકે પોતાના સંપ્રદાયમાં શ્વેતામ્બરો સ્વીકારે છે અને વાદિમુખ્ય અને સ્તુતિકાર તરીકે હરિભદ્રસૂરિ, હેમચંદ્રસૂરિ, મલયગિરિ આદિ ટાંકે છે પણ આખમીમાંસાના કર્તા તરીકે તેમને સ્વીકારેલા જણાતા નથી. ૧૫૩. વિક્રમના “નવરતોલ૭ પૈકી “ક્ષણિક એ સિદ્ધસેન હોવા ઘટે એમ ડૉ. સતીશચંદ્ર કહે છે.« ઉપલબ્ધ જૈન વામનું સૂક્ષ્મનિરીક્ષણ કરતાં જણાય છે કે સિદ્ધસેન પહેલાં જૈનદર્શનમાં તર્કશાસ્ત્ર સંબંધી કોઈ સ્વતંત્ર સિદ્ધાંત પ્રચલિત હતો નહિ. તેની પૂર્વે પ્રમાણશાસ્ત્ર સંબંધી વાતો કેવળ આગમગ્રંથોમાં જ અસ્પષ્ટ રૂપે સંકલિત હતી. અને તે સમય સુધી તે વાતોનું કંઈ વિશેષ પ્રયોજન પણ હતું નહિ. સિદ્ધસેનસૂરિના પહેલાનો જમાનો તર્કપ્રધાન નહોતો પરંતુ આગમપ્રધાન હતો. માત્ર આપ્તપુરુષનાં વચન ત્યાં સુધી સર્વથા શિરોધાર્ય સ્વીકારાતાં. જૈનધર્મના સહચર બ્રાહ્મણ અને બૌદ્ધ ધર્મની પણ એ અવસ્થા હતી પરંતુ મહર્ષિ ગૌતમના “ન્યાયસૂત્ર'ના સંકલન પછી ધીમે ધીમે તર્કનું જોર વધવા લાગ્યું અને જુદા જુદા દર્શનોના વિચારોનું સમર્થન કરવા માટે સ્વતંત્ર સિદ્ધાંતોની રચના થવા લાગી. તાર્કિક બ્રાહ્મણો થયા ને તેમની સામે બૌદ્ધોમાંથી નાગાર્જુન નામના બુદ્ધિશાળી મહાશ્રમણે મધ્યમાવતાર રચ્યું. બ્રાહ્મણ અને બૌદ્ધ વિદ્વાનોમાં તર્કશાસ્ત્રીય યુદ્ધ વધતું ગયું. ૧૫૪. આ વાયુદ્ધની શબ્દધ્વનિ નિર્જન વનોમાં ઘૂમનાર જૈન નિર્ઝન્થોના કાન સુધી પહોંચી. ધ્યાનમગ્ન નિર્ઝન્થ આ ધ્વનિનો અર્થ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એટલામાં તેમને ભગવાન મહાવીરના “મોક્ષમાર્ગનો ઉપહાસ કરનારા શબ્દો પણ અસ્ફટ રીતે સાંભળવામાં આવ્યા. આથી ક્ષપણક' (જૈન શ્રમણ યા નિગ્રંથ) પણ પોતાની “શાસનરક્ષા'ના ઉપાય શોધવા લાગ્યા. ૧૫૫. આ નિગ્રંથમાંથી સર્વ પ્રથમ આચાર્ય ઉમાસ્વાતિએ તત્ત્વાર્થાધિગમ સૂત્ર (મોક્ષશાસ્ત્ર)ની રચના કરીને સમગ્ર જૈન તત્ત્વોને એકત્ર સંગ્રહીત કર્યું. (કોઈ ઉમાસ્વાતિને સિદ્ધસેન પછી મૂકે છે.) તે સૂત્રકાર પોતાના જીવનમાં તે કાર્યને પૂર્ણ કરી પાછળના પ્રતિભાશાળી વિદ્વાનો માટે સૂચના કરી ગયા કે આમાં સંગ્રહીત જૈન તત્ત્વોનો અર્થ પ્રમાણ અને નય દ્વારા નિશ્ચિત કરવો જોઈએ. [પ્રમાનાર્થધામ:]. એ પ્રમાણ અને નયની વ્યવસ્થા કરવા માટે નવીન શાસ્ત્ર રચના કરવાનું કાર્ય પછીના આચાર્યોએ ઉપાડી લીધું. તેમાં પ્રથમ અગ્રણી સિદ્ધસેન હતા. તેમણે સૌથી પહેલાં ન્યાયાવતાર' નામના તર્કપ્રકરણની સંસ્કૃતમાં રચના કરીને જૈન પ્રમાણનો પાયો સ્થિર કર્યો; અર્થાત્ ન્યાયાવતાર એ સંસ્કૃત જૈન સાહિત્યમાં પદ્યબંધ આદિ-તર્કગ્રંથ હોઈ સમસ્ત જૈન તર્ક-સાહિત્યનો ८७. धन्वन्तरिःक्षपणकोऽमरसिंहशंकु-र्वेतालभट्ट घटखर्पर-कालिदासाः । થાતો વહિમિહિરો કૂત્તે: સમાય રત્નાન વૈ વરર ર્નવ વિક્રમણ | - જ્યોતિર્વિદાભરણ. પંચરાત્ર અને બીજા બ્રાહ્મણીય સંસ્કૃત ગ્રંથોમાં તેમજ અવદાન કલ્પલતા અને બીજા બૌદ્ધ ગ્રન્થોમાં જૈન મુનિઓને ક્ષપણક કહેવામાં આવ્યા છે. ૯૮. જાઓ ઉક્ત ડૉકટર કૃત ‘ન્યાયાવતાર'ની ભૂમિકા તથા તેમનો The History of the Midieval School of Indian Logic (મધ્યકાલીન ભારતીય ન્યાયશાસ્ત્રનો ઈતિહાસ) પ્ર. ૧૩-૨૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy