SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ –તમના પુજને હણવા શ્રી સિદ્ધસેન દિવાકરનો ઉદય થયો કે વાદીઓ રૂપી ઘુવડો ચૂપ થઈ ગયા. -પ્રદ્યુમ્રસૂરિ - સમરાદિત્યસંક્ષેપ. (સં. ૧૩૨૪) સિદ્ધસેન-વચનો उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः । તાજુ ભવાન પ્રતે પ્રવિમરુસરિસ્થિવોfધ: I-જુઓ ૪ થી તાત્રિશિકા શ્લો. ૧૪ न शब्दो न रुपं रसो नाऽपि गन्धो न वा स्पर्शलेशो न वर्णो न लिंगम्। न पूर्वापरत्वं न यस्यास्ति संज्ञा स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ - સિદ્ધસેનકૃત ૨૧મી મહાવીર-ધાત્રિશિકા શ્લોક ૧૫ -જેમ સર્વ નદીઓ સમુદ્રમાં સમાઈ છે તેમ હે પ્રભુ ! સર્વ દૃષ્ટિઓ તારામાં સમાઈ છે; વળી જેમ જુદી જુદી નદીઓમાં સમુદ્ર નથી દેખાતો, તેમ તે દૃષ્ટિઓમાં તે વિશેષે દેખાતો નથી. -જે શબ્દ નથી, રૂપ નથી, રસ નથી તેમ ગંધ પણ નથી, વળી જે સ્પર્શ નથી, વર્ણ નથી, લિંગ-ચિન્હ નથી, જેને નથી પૂર્વત્વ કે નથી પરત્વ, તેમ જેને સંજ્ઞા નથી એવો એક પરમાત્મા જિનેન્દ્ર મારી ગતિ છે. जनोऽयमन्यस्य मृतः पुरातनः पुरातनैरेव समो भविष्यति । પુરાતને વિગત્યનવરિતેષ : પુરાતનો પરીસ્થ રોયેત્ II સિદ્ધસેનકૃત દદી તાત્રિશિકા શ્લો. ૫. –દિવાકરજી પુરાતન-પ્રિયાને ઉદેશી કહે છે કે- પુરાતન પુરાતન શું પુકાર્યા કરો છો ? આ જન (હું) પણ મર્યા પછી, કંઈ કાલ વીત્યે પુરાતન બની જઈશ અને પછી અન્ય પુરાતનોનીજ સમાન આની (મારી) પણ ગણના થતી જશે –અર્થાત્ મર્યા પછી સર્વ પુરાતન મનાય છે. ભલા, આવી અનવસ્થિત પુરાતનતાને કારણે કયો બુદ્ધિમાન મનુષ્ય કોઈ જાતની પરીક્ષા કર્યા વગર આંખ મોં બંધ રાખી કેવલ પુરાતનોના નામથીજ ગમે તે સિદ્ધાન્તનો સ્વીકાર કરી લે? जेण विणा लोगस्स वि ववहारो सव्वहा न निव्वडइ । तस्स भुवणेक्कगुरुणो नमो अणेगंतवादस्स ॥ भदं मिच्छादसणसमूहमईअस्स अमयसायस्स । जिणवयणस्स भगवओ संविग्ग सुहाहिगम्मस्स ॥ –જેના વિના લોકનો વ્યવહાર પણ સર્વથા નિવડતો-ચાલી શકતો નથી તે-ભુવનના એક ગુરુ સમાન અનેકાંતવાદને નમસ્કાર. --શ્રી જિનવચનરૂપ ભગવાન્ સદા ભદ્રવંત-જયવંત રહો, કે જે અન્ય દર્શનોના સમૂહરૂપ છે, અમૃતતુલ્ય સ્વાદવાળું છે, તથા જેનો મર્મ સમજવાને સંવેગ સુખની પ્રાપ્તિ આવશ્યક છે. ૩-૬૯ અને જી સન્મતિસૂત્ર. ૧૫૨. જૈન ધર્મના પ્રમાણશાસ્ત્રના મૂલ પ્રતિષ્ઠાપક આચાર્ય સિદ્ધસેન દિવાકર અને પછી આપ્તમીમાંસા દ્વારા સ્વાવાદ (અનેકાન્તવાદ)નું સમર્થન કરનાર સ્વામી સમન્તભદ્ર-બંને જૈનધર્મના મહાનું પ્રભાવક અને સમર્થ સંરક્ષક મહાત્મા થઈ ગયા છે. પૂર્વ પરંપારથી ચાલી આવતી માન્યતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy