________________
પ્રકરણ - ૩
સિદ્ધસેન-યુગ.[વિ. સં. ૧ થી વિ. સં. ૩00]
સિદ્ધસેન સ્તુતિ. xxx सुअकेवलिणा जओ भणियं ॥ आयरिय सिद्धसेणेण सम्मईए पइट्ठिअजसेण । दूसम-णिसा-दिवागर कप्पत्तणओ तदक्खेणं ॥
-દુઃષમા (કાળરૂપી) નિશામાં દિવાકર જેવા હોઈને ‘દિવાકર' નામવાળા અને પ્રતિષ્ઠિત યશવાળા શ્રુતકેવલી આચાર્ય સિદ્ધસેને સન્મતિમાં (કહ્યું છે)- -હરિભદ્રસૂરિ-પંચવસ્તુક. ગા. ૧૦૪૮
श्री सिद्धसेन-हरिभद्रमुखाः प्रसिद्धा-स्ते सूरयो मयि भवन्तु कृतप्रसादाः । येषां विमृश्य सततं विविधान् निबन्धान्, शास्त्रं चिकीर्षति तनुप्रतिभोऽपि मादृक् ॥
-શ્રી સિદ્ધસેન હરિભદ્ર પ્રમુખ સૂરિઓ મારા પર કૃપાવન્ત થાઓ કે જેમના વિવિધ નિબંધોને સતત વિચારતાં મારા જેવો અલ્પ પ્રતિભાવાળો પણ શાસ્ત્ર કરવાની ઈચ્છા રાખે છે.
- વાદિદેવસૂરિ – સાદ્વાદરનાકર. उदितोर्हन्मतव्योम्नि सिद्धसेनदिवाकरः । चित्रं गोभिः क्षितौ जहे कविराज-बुधप्रभाः ॥
–સિદ્ધસેન (રૂપી) દિવાકર (સૂર્ય) અહમ્મતરૂપી આકાશમાં ગો (કિરણ, વાણી)થી પૃથ્વી પર કવિરાજ (બૃહસ્પતિ-ગુરુ, કવિઓ) અને બુધ (બુધ ગ્રહ, વિદ્વાન)ની પ્રભા શરમાઈ-હરાઈ ગઈ એ વિચિત્ર છે. -મુનિરત્નસૂરિ – અમચરિત્ર.
स्फुरन्ति वादिखद्योताः साम्प्रते दक्षिणापथे । नूनमस्तंगते वादी सिद्धसेनो दिवाकरः ॥
-વાદી સિદ્ધસેન દિવાકર (રૂપી સૂર્ય) અસ્તગત થતાં દક્ષિણાપથમાં હવે વાદિઓ રૂપી આગીઆ ફુરે છે. -પ્રભાચંદ્રસૂરિ-પ્રભાવકચરિત.
तमःस्तोमं स हन्तु श्रीसिद्धसेन-दिवाकरः । यस्योदये स्थितं मूकैरुलूकैरिव वादिभिः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org