SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ર જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ત્રીજાનું રાજ્ય હશે. તેઓ ભરૂચમાં પણ ગયા હતા. આર્ય નાગહસ્તિ, વજસેન શિષ્ય વિદ્યાધર (પટ્ટધરા સં. ૧૫૦માં) થી પ્રસિદ્ધ થયેલા વિદ્યાધર કુલના હોવા સંભવતા નથી, પરંતુ તેમને વિદ્યાધર ગોપાલ (આર્ય સુહસ્તીના શિષ્યયુગલ સુસ્થિત અને સુપ્રતિબુદ્ધના શિષ્ય)થી પ્રકટ થયેલ વિદ્યાધરી શાખાના જ સ્થવિર ગણવા યુક્તિયુક્ત છે. પ્રાચીન સમયની કેટલીક શાખાઓ કાલાંતરે “કુલ'ના નામથી પ્રસિદ્ધ થઈ અને પછીના સમયમાં કુલો “ગચ્છો'ના નામથી પ્રસિદ્ધ થયાં એજ હકીકત આર્ય નાગહસ્તિના વિદ્યાધર ગચ્છના સંબંધમાં પણ બનવા પામી લાગે છે. ઘણા જૂના કાલમાં એ “વિદ્યાધરી શાખા હશે અને કાલાન્તરે તે શાખા મટીને કુલ'ના નામથી પણ પ્રકાશમાં આવી હશે, અને છેવટે કુલનું પણ નામ છોડીને “ગચ્છનું નામ ધારણ કર્યું હશે એમ લાગે છે. આ ઉપરથી પાદલિપ્તસૂરિને વિદ્યાધર કુલના અથવા વંશના કહીએ તો કંઈપણ હરકત નથી. પ્ર. ચ.માં જણાવ્યું છે કે પાદલિપ્ત સૂરિએ દીક્ષા અને પ્રતિષ્ઠાવિધિ વિષયક નિર્વાણકલિકા ઉપરાંત જયોતિષ વિષયમાં પ્રશ્નપ્રકાશ ગ્રંથ રચ્યો. આ સિવાય સૂત્રોની ચૂર્ણિમાં પાદલિપ્ત-કૃત કાલજ્ઞાન નામના ગ્રંથનો અનેક સ્થળે ઉલ્લેખ આવે છે. પાદલિપ્તના ગૃહસ્થ શિષ્ય નાગાર્જનના ગ્રંથો વિષે અહીં ઉલ્લેખ નથી, પણ યોગરનાવલી, યોગરતમાલા કક્ષપુટી આદિ ગ્રંથો નાગાર્જુન કૃત મનાય છે. (મુનિ કલ્યાણવિજય પ્ર. ચ. પ્ર.). ૧૫૧. આ પૈકી સિદ્ધસેન દિવાકર મહાતાર્કિક અને ન્યાયના પંડિત થયા. મૂળ તે બ્રાહ્મણ હતા. એવો પ્રવાદ છે કે તેમણે સર્વ પ્રાકૃત સૂત્રોનું (અંગોનું) ભાષાંતર સંસ્કૃત ભાષામાં કરવા માટે વિચાર કર્યો. આ વિચાર સંઘને તેમજ તેમના ગુરુ વૃદ્ધવાદીને સંમત ન થયો અને લોકભાષામાંથી પંડિતોની સંસ્કૃત ભાષામાં સૂત્રોને અવતારવાના વિચાર માટે તેમને “સંઘબહાર'ની શિક્ષા થઈ. આ પરથી સમજાશે કે જૈનોમાં પ્રાકૃતનું-લોકભાષાનું-પોતાની શાસ્ત્રભાષાનું કેટલું બધું મહત્ત્વ માનવામાં આવ્યું હતું. આ સિદ્ધસેન એટલા બધા પ્રખર વિદ્વાન્ હતા કે તેમણે જૈન સાહિત્યમાં એક નવો યુગ ફેલાવ્યો એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. દંતકથા પ્રમાણે વિક્રમ રાજાએ પ્રતિબોધ પામી સિદ્ધસેનને લઈને શત્રુંજય (પાલિતાણા) સંઘ કાઢ્યો હતો તેમજ તે રાજાના સમયમાં ભાવડશા નામના જૈને પણ તે તીર્થનો સંઘ કાઢ્યો હતો. હવે આપણે “સિદ્ધસેન યુગ” જોઈશું. ૯૬. “જૈન અને બૌદ્ધોના ધર્મગ્રન્થો પ્રાકૃત અર્થાત્ પ્રચલિત (લૌકિક) ભાષામાં લખેલા હોવાથી તેમના (પછીથી થયેલા) ઉપાશ્રય (અપાસરા) તથા મઠોમાં પ્રાકૃતિનું શિખવવું પણ થતું હતું, પરંતુ વિશેષ જ્ઞાન સંપાદન કરવાવાળા જૈન અને બૌદ્ધ વિદ્યાર્થીઓને માટે સંસ્કૃતનું પઠન અનિવાર્ય હતું; કારણ કે કાવ્ય, નાટક, તર્ક આદિ અનેક વિષયોના ગ્રંથોની રચના સંસ્કૃતમાં જ થઈ હતી. આ રીતે નાટક આદિની રૂચિવાળા સંસ્કૃતના વિદ્યાર્થીઓને પ્રાકૃત પણ પઢવી પડતી, કારણ કે નાટકોમાં વિદુષક, સ્ત્રીઓ તથા નીચા દરજ્જાનાં પાત્રોની ભાષા પ્રાકૃત હોવાનો નિયમ હતો' - ઓઝાજી રા. ઈ. પ્રથમ ખંડ પૃ. ૧૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy