SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૫૦ થી ૧૫૧ તત્તવાર્થસૂત્ર, પાદલિપ્તસૂરિ પાદલિત યા પાલિત્ત કવિ ગાથાસત્તસઈના સંગ્રાહક પ્રસિદ્ધ મહારાષ્ટ્રીય કવિ નૃપતિ" સાતવાહન યા હાલના સમકાલીન જૈનાચાર્ય હતા. તે પાદલિપ્તના નામ પરથી હાલનું પાલીતાણા સ્થપાયું છે એમ પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખો છે. વળી પાદલિપ્તસૂરિએ જ્યોતિષ્કરંડક (પન્ના) પર (મૂલ) પ્રાકૃત ટીકા રચી હતી એમ મલયગિરિની તે પયત્રા પરની ટીકામાં ઉલ્લેખ છે. (પૃ. ૨૬ પ્ર. ઋ. કે. રતલામ.) મુનિ કલ્યાણવિજય પાદલિપ્તસૂરિના પ્રબંધ પર પર્યાલોચના કરતાં જણાવે છે કે - પાદલિપ્ત પ્ર. ચ. માંના પ્રબંધ પ્રમાણે મૂલ અયોધ્યાના વિજયબ્રહ્મ રાજાના રાજ્યમાં કુલ શ્રેષ્ઠીના પુત્ર. વિદ્યાધર ગચ્છ-કુલના આર્ય નાગહસ્તીની પાસે આઠ વર્ષની વયે માતાએ દીક્ષા અપાવી. દશમા વર્ષે ગુરુએ પટ્ટધર સ્થાપી મથુરા મોકલ્યા. ત્યાં રહીને પાદલિપ્તસૂરિએ પાટલિપુત્ર જઈ ત્યાંના મુjડ રાજાનો સદ્ભાવ પ્રાપ્ત કર્યો. આ રીતે આ આચાર્યના ગુરુ અયોધ્યા અને મથુરા તરફ અધિક રહેતા હતા. આથી જણાય છે કે ઉત્તર-હિન્દમાં જૈનોની જાહોજલાલીના સમયમાં તેમનો જન્મ થયો હતો. એટલે વિક્રમની પાંચમી સદીની પહેલાંનાએ આચાર્ય હતા એ નિશ્ચિત છે. હવે કેટલા પૂર્વે તેનો વિચાર કરતાં જણાય છે કે ઉક્ત પ્રબંધ તેમજ અનેક ચૂર્ણિ આદિ પ્રાચીન ગ્રંથોમાં લખ્યા પ્રમાણે પાદલિપ્તસૂરિ પાટલિપુત્રના મુરુડુ રાજાના માનીતા વિદ્વાન હતા. “મુરૂન્ડ’-એ શકભાષાનો શબ્દ છે ને તેનો અર્થ “સ્વામી' થાય છે. કુશાન વંશી રાજા કનિષ્ક અને એના વંશવાલાઓને અત્રેના લોકો “મુરૂન્ડના નામથી ઓળખતા હતા. ભારત વર્ષમાં કુશાન વંશનું રાજ્ય વિ. સં. ૯૭ થી ૨૮૩ સુધી રહ્યું; પણ પાટલિપુત્ર પર એમની સત્તા કનિષ્કના સમયમાં – વિ. સં. ૧૭૭ પછી અને ૨૧૯ ની વચ્ચે થઈ; કનિષ્ક પેશાવરને રાજધાની કરી ત્યાં રહેતો હતો તેથી તેના સમયમાં પાટલિપુત્રમાં તેની જ જાતનો તેનો સૂબો રહેતો હતો. પુરાણોમાં મગધના રાજા તરીકે વિશ્વસ્ફટિક, વિશ્વસ્ફરસી, વિશ્વરૃર્જિ ઈત્યાદિ નામોથી જે બલિષ્ટ વ્યક્તિનું વર્ણન કર્યું છે. મુરૂન્ડના નામથી ઓળખાતા કનિષ્કના આ સૂબાનું જ હોવું જોઈએ એમ અમારું માનવું છે. જયસવાલ આનું શુદ્ધ નામ વિનસ્ફર્ણિ હતું એમ કહે છે. તો આ રીતે પાદલિપ્તસૂરિનું અસ્તિત્વ વિક્રમના બીજા સૈકાના અંતમાં અને ત્રીજા સૈકાના પૂર્વાર્ધમાં હોવાનું સિદ્ધ થઈ શકે. બીજી રીતે જોઈએ તો પાદલિપ્તસૂરિના દીક્ષા ગુરુ આર્ય નાગહસ્તિ તે નંદીની સ્થવિરાવલી અને યુગપ્રધાન પટ્ટાવલીમાં ૨૨મા નાગહસ્તી છે તે જ છે એમ મારું માનવું છે ને તેમનો અસ્તિત્વ-સમય વિ. સં. ૧૫૧ થી ૨૧૯ સુધીનો બતાવ્યો છે તે આ સમયને સંગત થાય છે. આર્ય નાગહસ્તિ અને કનિષ્ક સં. ૨૧૯માં આયુષ્ય પૂર્ણ કર્યું તે વખતે પાદલિપ્ત યુવાવસ્થામાં હશે. આથી તેઓ આર્ય ખપટના સમકાલીન થઈ શકતા નથી. તેમજ કૃષ્ણરાજના સમયમાં માન્યખેટ ગયા હશે એ વાત સંભવિત નથી લાગતી. ત્યાં જનાર પાદલિપ્ત જુદા હોવા ઘટે. પાદલિપ્તસૂરિ પ્રતિષ્ઠાનપુર ગયા હતા એમાં શંકા જેવું નથી. આ સમયે પ્રતિષ્ઠાનમાં સાતવાહનના વંશજોનું રાજ્ય હતું, અને સંભવ પ્રમાણે તે કાળમાં ત્યાં ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકર્ણિ અથવા શતકર્ણિ ૯૫. આ રાજા જાતે પણ મહાકવિ હતો. તેની વિદ્ધત્સભામાં કથા સુંદરીઓની રાણી જેવી પિશાચ ભાષામાં બૃહત્કથાનો રચનાર ગુણાઢય મહાકવિ હતો અને પાદલિપ્તસૂરિ પણ પ્રતિષ્ઠિત કવિ હતા. આ ત્રણેનો સંક્ષિપ્ત પરિચય કુવલયમાલાકારે પ્રસ્તાવનામાં આપ્યો છે.. Jain Education International For Private & Personal Use Only. www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy