SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ જંબૂદ્વીપ સમાસ પ્રકરણ (પ્ર. સટીક-સત્યવિજય ગ્રંથમાલા નં. ૨ અમદાવાદ) ક્ષેત્રવિચાર આદિ ઉપલબ્ધ ગ્રંથી સમાય છે. તેમના શૌચ પ્રકરણ નામના ગ્રંથનો ઉલ્લેખ સિદ્ધસેનની તત્ત્વાર્થ-વૃત્તિમાં છે જે અત્યારે ઉપલબ્ધ નથી. (એજન) પ્રકરણની રચનામાં તેઓ અદ્વિતીય હતા. તેઓ ઉત્કૃષ્ટ સંગ્રહકર્તા હતા એમ શ્રી હેમચંદ્રાચાર્ય જણાવે છે.૯૨ પાદલિપ્ત સૂરિ. पालित्तसूरिः स श्रीमानपूर्वः श्रुतसागरः । यस्मात्तरंगवत्याख्यं कथास्त्रोतो विनिर्ययौ ॥ –જે શ્રુતસાગરમાંથી તરંગવતી નામની કથાસોત નીકળ્યો તે અપૂર્વ શ્રુતસાગર શ્રીમાનું પાલિત્તસૂરિ છે. –મુનિચન્દ્રકૃત અમચરિત્ર. ૧૫૦. વિક્રમ (શકારિ) ઉજ્જયિનીની ગાદીએ આવ્યો. તેનો સંવત્ વીરાત્ ૪૭૦ થી ચાલ્યો ગણાય છે. તેના સમય લગભગ આર્ય મંગુ વૃદ્ધવાદી, સિદ્ધસેન દિવાકર, અને પાદલિપ્તસૂરિ થયાની પરંપરા છે. આ. પાદલિપ્ત તરંગવતી (તરંગલોલા (સંખિત્ત તરંગવઈકહી (તરંગલોલા) સં. ભાયાણી છે. લા. દ.વિ.}) નામની અદ્ભુત સુંદર કથા પ્રાકૃતમાં રચી તેમજ જૈન નિત્યકર્મ, જૈન-દીક્ષા, પ્રતિષ્ઠા પ્રદ્ધતિ તથા શિલ્પ પરલ્મ નિર્વાણકલિકા નામની સંસ્કૃતમાં પુસ્તિકા રચી. (પ્ર.જે.લા.નં. ૬૭, વેનં. ૧૬૧૨), મલયગિરિ-કૃત વ્યાખ્યા, (અનુપલબ્ધ) ચિન્તનમુનિકૃત ટિપ્પણ (સ્યાદ્વાદમંજરીની રચના પછી થયેલ), યશોવિજયકૃત વૃત્તિ (અપૂર્ણ પ્ર. મનસુખભાઈ ભગુભાઈ અમ.) વગેરે છે. દિગંબરમાં પણ અનેક છે. ગંધહસ્તી નામની ટીકા સમન્નુભદ્ર લખી હતી એવું દિગંબરી ગ્રંથો અને શિલાલેખો પરથી જણાય છે પણ તે તત્ત્વાર્થ સૂત્ર પર ન હતી, પણ બીજા દિગંબરીય સિદ્ધાંત ગ્રંથો પર હતી એવું જુગલકિશોરજીએ “સ્વામી સમતભદ્રગ્રંથ પરિચય'માં પૂરવાર કર્યું છે. (એજન) ૯૧. આવો ઉલ્લેખ હરિભદ્રસૂરિની પ્રશમરતિ ટીકામાં અને જિનપ્રભસૂરિના તીર્થકલ્પમાં છે, વળી વાદિ દેવસૂરિએ પણ સ્યાદવાદ-રત્નાકરના પ્રથમ પરિચ્છેદના ત્રીજા સૂત્ર (પૃ.૪૪)માં જણાવ્યું છે કે “પંરાતીપરા પ્રણયનપ્રવી रत्रभवद्भिरुमास्वातिवाचकमुख्यैः' ૨૨. વૃષ્ટડનૂન ! ૨ / ૨ / ૨૨ m X X ૩૫માસ્વાત્તિ સંપ્રદીતાર: | ૯૩. તરંગવતીની પ્રત હજુ સુધી મળી નથી. કોઈ અનિશ્ચિત સમયના આચાર્ય વીરભટ્ટ કે વીરભદ્રના શિષ્ય ગણિ નેમિચંદ્ર રચેલો તેના પ્રાકૃતમાં જ સંક્ષિપ્ત સાર ૧૯૦૦ ગાથાનો મળી આવ્યો છે કે જેનું જર્મન - ભાષામાં ભાષાંતર પ્રો. અર્નેસ્ટ લૉયમાને કર્યું છે ને તે પરથી ગુજરાતી ભાષાંતર શ્રી નરસીભાઈ પટેલે કર્યું તે “જૈનસાહિત્ય સંશોધકના બીજા ખંડમાં તેમજ છુટું પ્રસિદ્ધ થઈ ગયું છે, તેમાં તે કર્તા જણાવે છે કે પાદલિપ્તાચાર્યે જે તરંગવર્તી કથા રચી છે તે વિસ્તૃત, વિપુલ અને વિચિત્ર છે. તેમાં ઘણાં દેશી વચનો આવેલાં છે, ક્યાંક કુલકો છે, ક્યાંક ગુપિલ યુગલકો છે, ક્યાંક અન્યને ન સમજાય એવાં ષકો છે. એથી તેને કોઈ સાંભળતું નથી, કોઈ પૂછતું નથી અને કોઈ કહેતું નથી. કેવળ વિદ્વાનોના જ કામની તે કથા થઈ પડી છે. બીજાઓને તેનો કશો ઉપયોગ નથી તેથી પાદલિપે રચેલાં દેશી વાક્યો વગેરેને છોડી દઈ તેમની રચેલી ગાથાઓ ઉપરથી અન્ય જનોના હિતની ખાતર હું આ સંક્ષિપ્તતર કથા બનાવું છું સાથે એ પણ એક હેતુ છે કે એ સરિની કૃતિનો આ રીતે સર્વથા વિચ્છેદ થતો અટકે. આ વર્ણન પરથી સમજાય છે કે તરંવત કથા મળ પ્રાકત જૈન મહારાષ્ટ્રી ભાષામાં રચાયેલી હતી, અને તેમાં દેશી ભાષાનો પણ ઘણા વધારે પ્રમાણમાં પ્રયોગ થયેલો હતો. રચના ગદ્ય-પદ્ય બંને હતી લાંબા વર્ણનો ને પધોનાં ઝુંડ હતાં. સંકીર્ણ કથા હતી. -શ્રી જિનવિયજીનો કુવલયમાલા પરનો લેખ. ૯૪. નિર્વાણકલિકા રા. મોહનલાલ ભ. ઝવેરીએ સંશોધિત કરેલી મુદ્રિત થઈ છે. તેમની અંગ્રેજી પ્રસ્તાવના સમેત. તે પ્રસ્તાવનાના ગૂ. ભાષાંતર માટે જુઓ જૈનયુગ” પુ. ૩ અં. ૧૦, ૧૧-૧૨. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy