SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૪૬ થી ૧૪૯ વાચક ઉમાસ્વાતિજી અને તત્વાર્થ ૬૯ પહેલાં થયેલા ન સંભવે. તેથી સહેજે વિક્રમ સંવત્ના પ્રારંભ પછી લગભગ તેમને મૂકાય. પરન્તુ અન્યત્રપ્રજ્ઞાપના ટીકામાં એમ જણાવેલું છે કે “શ્રી આર્ય મહાગિરિના બે શિષ્યો-યમલભ્રાતા બહુલ અને બલિષહ થયા. તેમાં બલિષહના શિષ્ય તત્ત્વાર્થાદિ ગ્રંથકાર ઉમાસ્વાતિ વાચક થયા; તેમના શિષ્ય શ્યામાર્ય પ્રજ્ઞાપનાના કરનાર શ્રી વીરાત્ ૩૭૬માં દિવંગત થયા, તેમના શિષ્ય સ્કંદિલ જીતમર્યાદના કરનાર થયા જો આ માનીએ તો ઉમાસ્વાતિ વીરાત્ ૩૭૬ની પહેલાં થયેલા સંભવે. તે માન્યતા યોગ્ય નથી, કારણ કે નંદી સૂત્રની સ્થવિરાવલિમાં શ્યામાર્યને તથા તેમના ગુરુ સ્વાતિને હારિજ ગોત્રના જણાવેલ છે, જ્યારે આ સ્વાતિ કૌભીષણ ગોત્રના છે તેથી બંને સ્વાતિ ભિન્ન છે. વળી આ ઉમાસ્વાતિ, “વાચક નામનો એક વિશિષ્ટ વિદ્યાપ્રિય વર્ગ તટસ્થપણે ચાલ્યો આવતો તે જ વંશમાં થયા છે અને તેમના ગોત્ર વગેરે પરથી તેઓ બ્રાહ્મણ જાતિના હોવાનું સૂચન થાય છે. (૫. સુખલાલની તત્ત્વાર્થ પર પ્રસ્તાવના). ૧૪૮, આ તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં દશ અધ્યાય છે. પહેલામાં મોક્ષમાર્ગના સાધનરૂપ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર એ રતત્રય બતાવી તેની પ્રાપ્તિના સાધન તરીકે ૭ તત્ત્વો, ૪ વિક્ષેપ, પ્રમાણ, નય, નિર્દેશ અને અનુયોગદ્વાર બતાવી, જ્ઞાન, અજ્ઞાન અને નયનું સ્વરૂપ બતાવે છે, બીજામાં અધ્યવસાયો, તેનાં ભેદ અને લક્ષણ, ઇન્દ્રિયો, ગતિ, યોનિ, શરીર અને આયુષ્ય આદિ સ્પષ્ટ કરેલ છે. ત્રીજામાં નારકભૂમિ–ત્યાંના જીવોની દશા, મનુષ્ય ક્ષેત્ર તેમજ મનુષ્ય અને તિર્યંચનો અધિકાર છે. ચોથામાં દેવનો અધિકાર તથા જુદા જુદા જીવોના આયુષ્યનું વર્ણન છે; આ ચાર અધ્યાયમાં જીવ સ્વરૂપ બતાવી, પાંચમામાં અજીવ, તેના ભેદો, દ્રવ્યની વ્યાખ્યા, લક્ષણ આદિનું સ્વરૂપ છે; છઠ્ઠામાં આસવના સાધન તરીકે મન, વચન કાયાના યોગ બતાવી આઠ કર્મના પરિણામનું ચિત્ર દોર્યું છે, સાતમામાં પાંચ મહાવ્રત, તેની ભાવના, બાર અણુવ્રત, તેના અતિચાર સ્પષ્ટ કરી બે પ્રકારના ધર્મ (ગૃહસ્થ અને ત્યાગ)નું સ્વરૂપ સમજાવ્યું છે. આઠમા અધ્યાયમાં બંધતત્ત્વની આઠ કર્મોની કર્મપ્રકૃતિઓની તેના વિપાકની અને પ્રદેશબંધની ચર્ચા કરી છે. નવમામાં સંવર અને નિર્જરા સંબંધી કહેતાં ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ, દશ પ્રકારનો ત્યાગધર્મ, બાર ભાવના, બાવીસ પરિષહ બતાવવા ઉપરાંત પાંચ પ્રકારનાં ચારિત્ર અને બાર પ્રકારના તપનું સ્વરૂપ કહી પાંચ પ્રકારના નિગ્રંથનું વર્ણન કરેલ છે. દશમામાં મોક્ષતત્ત્વ-કેવલજ્ઞાન પ્રાપ્તિથી શરૂ થતી દશા સૂચવી સર્વ કર્મના ક્ષયરૂપ મોક્ષદશા બતાવી છે. ૧૪૯. આ તત્ત્વાર્થસૂત્ર પર અનેક ટીકાઓ રચાઈ છે,9 અને તે વાત તે તત્ત્વજ્ઞાનનો આકર ગ્રંથ છે એમ સિદ્ધ કરે છે. ઉમાસ્વાતિએ પાંચસો પ્રકરણ રચ્યાં હતાં તેમાં ઉક્ત સૂત્ર ઉપરાંત પ્રશમરતિ (પી.૩.૪૭, વે.નં. ૧૬૪૫, સટીક પ્ર.જૈ.ધ. સભા, સભાષાંતર જૈન છે. મં.), શ્રાવકપ્રજ્ઞપ્તિ, પૂજા પ્રકરણ, ૮૯. આજ પ્રમાણે ધર્મસાગરની પટ્ટાવલી કહે છે. ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણ તેમને ઈ. સ. ૧ થી ૮૫ દરમ્યાન મૂકે છે. જુઓ જૈન શ્રે) મંડળ મહેસાણાની તત્ત્વાર્થાધિગમ સૂત્રની આવૃત્તિનો ઉપદ્યાત તથા તે સૂત્ર સભાષ્ય “આહંત પ્રભાકર'ના દ્વિતીય મયુખમાં પ્રકટ થયેલ છે તેની પ્રસ્તાવના અને “શ્રી ઉમાસ્વાતિવાચક અને તત્ત્વાર્થાધિગમ સૂત્ર” એ લેખ જૈન સા૦ સંશોધક ૩, ૧ પૃ. ૬૨. ૯૦. શ્વેતામ્બર સંપ્રદાયમાં સિદ્ધસેન દિવાકર કે સમન્તભદ્ર પ્રણીત ગંધહતિમહાભાષ્ય (? અનુપલબ્ધ છે), હરિભદ્રસૂરિ અને યશોભદ્રસૂરિ શિષ્યકૃત તત્ત્વાર્થ ટીકા (કા. વડો, નં. ૧૩૨) દેવગુણ તેમજ સિદ્ધસેન ગણિકૃત વ્યાખ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy