SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૨ ઉમાસ્વાતિ વાચક, પાદલિપ્ત સૂરિ આદિ. ઉમાસ્વાતિ વાચક. पसमरइपमुहपयरण पंचसया सक्कया कया जेहिं । पुव्वगयवायगाणं तेसिमुमासाइनामाणं ॥ - પ્રશમરતિ પ્રમુખ પાંચસો પ્રકરણ સંસ્કૃતમાં જેમણે રચ્યાં છે એવા પૂર્વગત વાચક ઉમાસ્વાતિ નામના છે. - (જિનદત્તસૂરિ - ગણધરસાદ્ધશતક ગાથા ૫૦) उमास्वाते र्वाचकस्य वाचः कस्य न चेतसि । ध्वनंत्यद्यापि घंटावत्तारटंकारसुन्दराः ॥ - ઉંચા ટંકાર વડે સુંદર એવી ઉમાસ્વાતિ વાચકની વાણી હજા સુધી ઘંટાની જેમ કોના ચિત્તમાં ધ્વનિ કરી રહી નથી ? [સૌના હૃદયમાં કરી રહી છે.] - મુનિચંદ્રકૃત અગમચરિત્ર.. प्रशमस्थितेन येनेयं कृता वैराग्यपद्धतिः । तस्मै वाचकमुख्याय नमो भूतार्थभाषिणे ॥ - પ્રશમમાં રહેલા એવા જેણે આ (પ્રશમરતિ) વૈરાગ્યપદ્ધતિની કૃતિ બનાવી તે ભૂતાર્થભાવીતત્ત્વાર્થભાષક વાચક મુખને નમસ્કાર. - પ્રશમરતિ પ્રકરણ ટીકા. ૧૪૬. શ્રી ઉમાસ્વાતિ (કોઈ ઉમાસ્વામિ કહે છે) વાચકે સંસ્કૃતમાં સમસ્ત જૈન દર્શન-તત્ત્વજ્ઞાનના સંદોહનરૂપ તત્ત્વાર્થાધિગમ સૂત્ર રચ્યું. આ શ્રીમાને શ્વેતામ્બર અને દિગમ્બર બંને સંપ્રદાયો પોતપોતાના આમ્રાયના માને છે. તે સૂત્ર પરનું ભાષ્ય તેમણે જ રચ્યું એમ કહેવાય છે. તે સ્વપજ્ઞ ભાષ્યની પ્રશસ્તિપરથી જણાય છે કે તેઓ ઉચ્ચ નાગર શાખાના હતા. ન્યગ્રોધિકા ગામમાં જન્મ્યા હતા. તેમની માતાનું નામ વાસી એટલે વત્સગોત્રની ઉમા અને પિતાનું નામ કૌભીષણી ગોત્રના સ્વાતિ હતું. તેમણે પોતાનો આ ગંભીર ગ્રન્થ કુસુમપુર (પાટલિપુત્ર-હાલનું પટણા)માં રચ્યો. પોતે વાચકમુખ્ય શિવશ્રીના પ્રશિષ્ય અને અગ્યાર અંગના જાણ ઘોષ-નંદિ મુનિના શિષ્ય હતા અને વિદ્યાગુરુ તરીકે મહાવાચક ક્ષમણ મુંડપાદના શિષ્ય વાચનાચાર્ય મૂલના શિષ્ય હતા. ૧૪૭. તેમનો સમય અનિશ્ચિત છે. પોતે જે ઉચ્ચ નાગરી શાખાના હોવાનું ભાષ્યમાં જણાવે છે તે નામની શાખા આર્ય દિન્નસૂરિના શિષ્ય શાંતિ શ્રેણિકના સમયમાં નીકળી (કલ્પસૂત્ર થેરાવલી) આર્યભિન્ન વરાત્ ૪૨૧માં થયાનો ઉલ્લેખ છે તેથી ઉક્ત શાખા તે પછી થયેલ હોવાથી શ્રી ઉમાસ્વાતિ તેમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy