SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૭ પારા ૧૪૫ કાલકાચાર્ય, પાદલિપ્તસૂરિ વીરાત્ ૪૬૬ (વિ.સ. પૂર્વે ૪). ભરૂચમાં વિચરેલા ટ્વીરાત્ ૪૮૪-૮૭માં થયેલા આર્ય ખડુ(૫)ટાચાર્યના વિદ્વાન્ શિષ્ય ભુવને ત્યાંના બૌદ્ધોને જીત્યા; અને પછી બટુ (વૃદ્ધીકર નામના બૌદ્ધાચાર્ય ત્યાં આવ્યા તેને પણ જીત્યા મનોરમા કહા (વર્ધમાનસૂરિકૃત) પૃ. ૧૮૦-૨ પ્રમાણે ખેડ પત્તનમાં યોગભદ્ર બૌદ્ધ ભિક્ષુને જૈન મુનિ મન્નગુમે હરાવ્યો. તે ભિક્ષુ મરીને વૃદ્ધકર યક્ષ તરીકે પ્રસિદ્ધ થયો.} ને આર્ય ખપુ(પ)ટાચાર્યે ત્યાંની બુદ્ધની પ્રતિમાને અને બૌદ્ધાંડને અધું નમાવ્યું કે જે હજુ પણ વિદ્યમાન છે ને તે નિગ્રંથનમિત'ના નામથી ઓળખાય છે. આર્ય ખપટનો વિદ્યાસિદ્ધ તરીકે નિશીથ ચૂર્ણિમાં બે સ્થળે નિર્દેશ છે, તેમ બીજા પણ પ્રાચીન સાહિત્યમાં તેમનું પૂર્વાચાર્ય તરીકે વર્ણન હોવાથી એમાં શંકા નથી કે એ મહાપુરુષ ઘણા જૂના છે, એમના સમયમાં પાટલીપુત્રમાં દાહડ નામનો મિથ્યાદૃષ્ટિ રાજા હોવાનું અને તેણે બ્રાહ્મણને પ્રણામ કરવા જૈન શ્રમણોને આજ્ઞા કર્યાનું વર્ણન પ્ર. ચ.ના પાદલિપ્તસૂરિ પ્રબંધમાં આવે છે-આ હકીકત પણ ઐતિહાસિક સત્યનું પ્રતિપાદન કરનારી જણાય છે. એ સમયમાં પાટલિપુત્રમાં શૃંગ વંશનું રાજ્ય હતું; તે વંશના રાજાઓએ જૈન અને બૌદ્ધ ધર્મનો નાશ કરી વૈદિક ધર્મની ઉન્નતિ કરવાને અનેક ઉપાયો કર્યા હતા અને તેમાં તેઓને સફળતા પણ મળી હતી. સેંકડો વર્ષોથી મગધમાં દઢમૂલ થયેલ જૈન અને બૌદ્ધ ધર્મની જડો એ વખતે ઢીલી થઈ હતી અને બ્રાહ્મણોનું પ્રાબલ્ય વધ્યું હતું. આશ્ચર્ય નથી કે “દાહડ' તે આ વંશનો છેલ્લો રાજા દેવભૂતિ' હોય અને પોતાના પૂર્વજોની કરણીનું અનુકરણ કરવા એણે બ્રાહ્મણોને પ્રણામ કરવાનો જૈન શ્રમણોને હુકમ કર્યો હોય. શુંગ દેવભૂતિ જે સમયે પાટલિપુત્રમાં રાજ્ય કરતો હતો તે સમયે ભરૂચમાં બલમિત્રનું રાજ્ય હતું. અને આર્ય ખપટ અને તેમના શિષ્ય મહેન્દ્ર ત્યાં વિચરતા હતા. આ ઉપરથી જણાશે કે આર્ય ખપટ અને મહેન્દ્રની વિદ્યમાનતા વિક્રમના પહેલા સૈકામાં અને એનાથી પણ કંઈક પૂર્વના સમયમાં હતી. ભરૂચ, આર્ય ખપટના સમયથી વિદ્યાધર કુલના ક્ષેત્ર તરીકે ચાલ્યું આવ્યું હતું અને પ્રભાવક ચરિતકાર વિજયસિંહસૂરિ પ્રબંધમાં કહે છે તેમ તેમના વખતમાં (સં. ૧૩૩૪માં) પણ એ પરમ્પરાના આચાર્યો આ ક્ષેત્રમાં વિદ્યમાન હતા. (મુનિ કલ્યાણવિજય મ. ૨, પ્ર.) ૮૭. પ્રભાવક ચરિત પૃ. ૭૪. પંડિત લાલચંદ ભ. ગાંધી જણાવે છે કે આ આચાર્ય તારાપુર-તારંગામાં પૂર્વે તારા નામની બુદ્ધ દેવીના મંદિરને અને પાછળથી સિદ્ધાયિકાના મંદિરને કરાવનાર હતા તથા ગુડસન્થ-ગુડ-શસ્ત્રના વેણિવચ્છરાજ રાજાને જૈનધર્મી બનાવનાર હતા. તેમના સમયમાં ભરૂચમાં બલમિત્ર રાજા હતો. પં.કલ્યાણ વિ. લખે છે કે “પ્રભાવક ચ. માં પાદલિપ્ત પ્રબંધમાં વીરાત્ ૪૮૪માં આર્યખપટ થયા એમ લખ્યું છે, પણ ખરું જોતાં આ વર્ષ તેમના સ્વર્ગ જોઇએ. જો તે સંવતુ અને અમારી કલ્પના સત્ય હોય તો આર્ય ખપટનો સમય ભરૂચના બલમિત્ર ભાનુમિત્રના પાછલા સમયમાં અને નભસેનના પ્રાથમિક સમયમાં આવે છે. ભરૂચ ઉપર પ્રતિષ્ઠાનના સાતવાહનની ચઢાઇ વિષે ઉક્ત પ્રબંધમાં જે વર્ણન આપ્યું છે તેનો સંબંધ પણ પાદલિપ્તના સમયની સાથે નહિ, પણ આર્ય ખપટની સાથે જ સંગત થાય છે, કારણ કે બાલમિત્રના સમયમાં આર્ય ખપટનું અસ્તિત્વ હતું એટલું જ નહિ પણ આર્ય ખપટનું મુખ્ય સ્થાન પણ ભરૂચ જ હતું. સાતવાહનના મંત્રી પાદલિપ્તનો શિષ્ય કહેવા કરતાં આર્ય ખપટનો શિષ્ય કહેવો વધારે સંગત છે.” (પ્ર.ચ. પ્ર) ૮૮. આમ ચતુર્વિશતિ પ્રબંધકાર જણાવે છે. વલી કુમારપાલ પ્રતિબોધ, પ્રભાવક ચરિત, સમ્યકત્વસતિ વૃત્તિ, કથાવલી વગેરેમાં પણ આ આચાર્યનું ચરિત્ર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy