SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ મુનિશ્રી કલ્યાણ વિ.ના મતે સિન્ધુના નહિ તેમ શાખિદેશ (પ્રભાવક ચરિત)ના પણ નહિ પરંતુ ઈરાનનાપારસકૂલ (નિશીથચૂર્ણિ)-શુકકૂલ (પ્રાકૃત કાલકકથા)ના ૯૬ સામન્ત રાજા-માંડલિકો કાલકની પ્રેરણાથી હિંદમાં આવેલા તે જાતિના ‘શક' અને ‘શાહ' ઉપાધિ ધારી ઈરાનના માંડલિકો હતા. તેઓએ પહેલવહેલી કાઠિયાવાડમાં પોતાની સત્તા જમાવી અને તે પછી ઉજ્જૈણી ઉપર જઇને ગર્દભિલ્લુને પદભ્રષ્ટ કરી ત્યાંનો કબજો તે શકોએ લીધો હતો (વ્યવહારચૂર્ણિ); કથાવલિમાં લાટના રાજા બમિત્રને બેસાડ્યાનો ઉલ્લેખ છે તો તેનું સમાધાન એ છે કે લડાઇ જીત્યા પછી શક જ બેઠો, પણ તે ત્યાં બહુ ટક્યો લાગતો નથી, લગભગ ૪ વર્ષ રાજ્ય કર્યા પછી બલમિત્ર-ભાનુમિત્રે શકોને ઉજ્જૈણીમાંથી કાઢીને પોતાનો કબજો કર્યો હતો. કાલકાચાર્યે ઉજ્જૈણીમાં ચોમાસું કર્યું અને ત્યાંથી તેઓ પ્રતિષ્ઠાનપુર ગયા ને ત્યાં સાતવાહનના કહેવાથી ચતુર્થીના દિવસે પર્યુષણા પર્વનું આરાધન કર્યું હતું. બલમિત્રભાનુમિત્રે ભરૂચમાં બાવન વર્ષ રાજ્યપદ ભોગવ્યું ને ૮ વર્ષ સુધી ઉજ્જૈણીમાં રાજ્ય કર્યું. કાલકનો સમય પણ સંયમપ્રધાન હતો તેમના સમયમાં રેવતીમિત્ર, આર્ય મંગુ અને આર્ય સમુદ્ર જેવા અનુયોગધરો વિચરતા હતા. મધ્ય હિન્દુ અને કોંણ વગેરેમાં જૈન ધર્મનું વિશેષ પ્રાબલ્ય હતું. છતાં રાજ્યક્રાન્તિના કારણે દેશમાં કંઇક અશાંતિ જેવું હશે. પશ્ચિમ ભારતથી લઇને માલવા સુધીમાં શકોનાં ટોળાં ફેલાઇ ગયા હતાં. અને આ સર્વ આપત્તિનું મૂલ કારણ ગર્દભિલ્લદ્વારા સાધ્વી સરસ્વતીનું અપહરણ હતુ. જો ગભિલ્લ કાલકના ઉપદેશથી સમજી ગયો હોત અથવા અન્ય કોઈ પણ ભારતીય રાજાએ કાલકની ફર્યાદ સાંભળી હોત તો તેઓ પારસકૂલ સુધી જઇને શકોને નહિ લાવ્યા હોત. કાલકાચાર્ય જબરદસ્ત યુગપ્રવર્તક પુરુષ હતા. તેણે રાજ્યક્રાન્તિજ કરાવી હતી એટલુંજ નહિ પણ ધર્મમાર્ગમાં પણ તેમણે સૂત્રોના પદ્યબંધ પ્રકરણોના અનુવાદ કરીને ગંડિકાનુયોગની પ્રવૃત્તિ ચલાવી હતી. અને પ્રથમાનુયોગ નામથી એક કથાવિષયક આગાર સિદ્ધાન્ત ગ્રંથની રચના કરી હતી, તે ઉપરાંત તેમણે લોકાનુયોગમાં કાલસંહિતા નામની નિમિત્ત વિષયની સંહિતા બનાવવી હતી. પરંપરાથી ભાદ્રવા શુદિ પાંચમને દિવસે પર્યુષણાપર્વ થતું હતું તે તેમણે ચતુર્થીના દિવસે કર્યું અને ખૂબી એ હતી કે પોતાનાં આ સર્વ અભિનવ કાર્યો જૈન સંઘની પાસે તેમણે ‘પ્રામાણિક' તરીકે મંજુર કરાવ્યાં હતાં. આ ઉપરથી કાલનો જૈન સંઘમાં કેવો (કેટલો) પ્રતાપ હશે તે વાચકો સ્વયં જાણી શકશે. કાલકની વિહારભૂમિ પણ ઘણી વિસ્તૃત હતી. પૂર્વમાં પાટલિપુત્ર (પટના)માં તે સંઘને પોતાના કર્તવ્યનું દિગ્દર્શન કરાવે છે, પશ્ચિમમાં તો તેઓ પારસફૂલ-ફારસની ખાડી સુધી શાકિસ્તાનમાં પહોંચી જાય છે અને ઉપરાંત સુવર્ણ-ભૂમિ સૂધી તે પોતાનો વિહાર લંબાવે છે. આથી કાલકે ક્યાં સુધી પોતાનો વિહાર લંબાવ્યો હતો તે જણાશે તેમનો સ્વર્ગવાસ ક્યારે થયો તે ચોક્કસ નથી, પણ ઘણે ભાગે વીરાત્ ૪૬૫ (વિ.સં. ૫) પૂર્વે પરલોકવાસી-થયા હશે એમ હું માનું છું. (મુનિશ્રી કલ્યાણવિજયની પ્રભાવક ચરિત્રની પ્રસ્તાવના.) ૧૪૫. તે સમયમાં હાલના ગુજરાતનું ભરૂચ-મૂળ ભૃગુકચ્છ પણ જબરૂં શહેર હતું. ત્યાં ભ. મુનિસુવ્રત તીર્થંકરનું ‘શકુનિકા વિહાર' નામનું મહા જિનમંદિર હતું, ને જૈનો તથા બૌદ્ધોની વસ્તી હતી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy