SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૪૩ થી ૧૪૪ કલિંગ ચક્રવર્તી ખારવેલ, કલિકાચાર્ય કલિંગની છાયા નીચે લાવ્યો અને તેનો પ્રતાપ રાજ્યકાળના બીજાજ વર્ષમાં નમદ અને મહાનદીથી કૃષ્ણા સુધી પ્રસર્યો.‘આખા ભારતવર્ષમાં ઉત્તરાપથથી માંડીને પાંચદેશ સુધી એની વિજયપતાકા ઉડી હતી. એની રાણીએ કલિંગના જૈન સાધુઓ માટે પ્રાસાદ કરવ્યો. પોતાના સ્વામીને કલિંગ ચક્રવર્તી કહ્યો. પોતાની જિનમૂર્તિને ‘કલિંગ જિન’ કહેલ છે ‘ જૈન ગ્રંથોમાં લખ્યું છે કે મૌર્ય ચંદ્રગુપ્તના સમયમાં જૈન સાધુઓ અને પંડિતોની સભા થઈ અને જે જૈન આગમો (અંગ)' લુપ્તપ્રાય થયાં હતાં તે ફરીથી વ્યવસ્થિત કરવામાં આવ્યાં પરન્તુ આ ઉદ્ધારને ઘણા જૈનોએ ન સ્વીકાર્યો.... આ લેખમાં લખ્યું છે કે ખારવેલ મૌર્યકાલમાં નષ્ટપ્રાય થયેલાં અંગ સમિક (સાત અંગ)નો, ચોથા ભાગનો પુનરુદ્ધાર કરાવ્યો. ભગવાન્ મહાવીર સ્વામીનું વર્ધમાન નામ સમસામયિક હતું એ આ લેખમાં ઉલ્લિખિત ‘વર્ધમાન’એ શબ્દ પરથી ધ્વનિત થાય છે આ લેખ જેટલો જૂનો છે તેટલો કોઇ પણ જૈન ગ્રંથ નથી. ઐતિહાસિક ઘટના તેમજ જીવનચરિત્રનું વર્ણન પૂરું પાડનાર ભારતવર્ષનો આ સૌથી પહેલો શિલાલેખ છે.૫ ૧૪૪. ઉજ્જયિનીની ગાદીપર પછીથી થયેલા ગર્દભિલ્લ રાજાએ કાલિકાચાર્યની દીક્ષિત બહેન સરસ્વતી સાધ્વીનું અપહરણ કરતાં સિંધુના છઠ્ઠું સામંત રાજાઓ (સાહિ રાજાઓ- એમ કથાવલિકાર જણાવે છે) ને પોતાના કરી ઘણું સૈન્ય એકઠું કરાવી કાલકાચાર્યે તે રાજાને નમાવ્યો અને પોતાની બહેનને મુક્ત કરાવી, વીરાત્ ૪૫૩ (વિ. સં. પૂર્વ ૧૭) લગભગ* (જુઓ કાલકાચાર્ય કથા) તેમાં જૈનસાધુઓ રહેતા હતા એ વાતનો ઉલ્લેખ છે. આ ઉપરથી એ સ્પષ્ટ છે કે આ સ્થાન એક જૈનતીર્થ જ છે તેમ જ ઘણું જૂનું છે.'- શ્રીયુત જાયસવાલ. ૮૫. જુઓ શ્રીયુત જાયસવાલનો છેલ્લો ટૂંકો હિંદીલેખ નામે ‘નિં। પવત્તિ મહારાજ્ઞ દ્વારવેલ કે શિલાનેવા વિવર્ળ નારી પ્રચારિળી પત્રિા મા ૮ ગંજ રૂ પૃ. રૂ૦૬ કે જેનું ગુજરાતી ભાષાંતર જૈન સાહિત્ય સંશોધક ખંડ ૩ અંક ૪ પૃ.૩૬૬માં પ્રસિદ્ધ થયેલું છે. તેમણે આની પહેલા અનેક વખત અથાગ મહેનત કરી અનેક લેખો અંગ્રેજીમાં લખ્યા છે તે પાટણના પુરાતત્ત્વ સંબંધીના અંગ્રજી પત્રમાં પ્રકટ થયા છે. વળી જુઓ જિનવિજયજી કૃત પ્રાચીન લેખસંગ્રહ ભાગ ૧ લો તથા દિવાનબહાદુર કેશવલાલ હ. ધ્રુવનો ઉહાપોહ ‘આદિશંગ પુષ્યમિત્ર’ નામના પોતાના લેખમાં કર્યો છે તે-‘સાચું સ્વપ્ન’ની પ્રસ્તાવનામાં. ૮૬. બે ત્રણ કાલકાચાર્ય થયાનું જણાવાય છે. એક કાલકાચાર્યે પ્રથમાનુયોગ-એટલે ધર્મકથાનુયોગ રચ્યો. એની સાક્ષી રૂપે એક તાડપત્રની પ્રતમાં (પાટણનો તાડપત્ર ભંડા૨) એક ગાથા છે કેઃ ૬૫ पढमाणुओगे कासी जिण - चक्कि - दसार चरिय पुव्वभवे । कालगसूरी बहुणं लोगणुओगे निमित्तं च ॥ તેમાં જિન (૨૪ તીર્થંકર), ચક્રવર્તીઓ બલભદ્રાદિનાં પૂર્વભવો ચરિત્રો છે. જિનપ્રભ સૂરિના તીર્થકલ્પમાં જણાવ્યું છે કે : तह गद्दभिल्लरज्जस्सच्छेयगो कालगायरिओ होही । तेवण्ण चउसएहिं गुणसयकलिओ सुअपउत्ती ॥ ગર્દભિલ્લ રાજ્યના છેદક કાલકાચાર્ય વીરાત્ ૪૫૩માં થયા. વળી અન્ય કાલકાચાર્ય કે જેમણે પર્યુષણની પંચમીનું પર્વ ભાદ્રપદ શુદ ચોથ પર કર્યું તે વી૨ાત્ ૯૯૩માં થયા, એમ તે તીર્થકલ્પમાં જણાવ્યું છે ઃ अन्वित त्रिनवतेर्नवशत्या अत्ययेत्र शरदां जिंनमोक्षात् । कालको व्यधित वार्षिकमार्यः पूर्वभाद्रपदशुक्लचतुर्थ्याम् ॥ કાલિકાચાર્યની પરંપરામાં થયેલ ભાવદેવસૂરિએ કાલિકાચાર્ય કથામાં (યના સં. ૧૩૧૨) જણાવ્યું છે કે :विक्कमरज्जारंभा - परओ सिरि वीरनिव्वुइ भणिया ॥ सुन्नमुणिवेयजुत्तं ( ४७०) विक्कमकालाउ जिणकालं ॥ વિમરષ્નાદંતર – તેરસ વાસેતુ (૨૨) વચ્છરપવિત્તીં સિરિ વીરમુદ્યો સા-ચડસય તેસીફ (૪૮૩) વાસાદ ॥ जिणमुखा चउवरिसे (४) पणमरउ दुसमउ य संजाउ । अरया चउदायगुणसी- (४७९) वासेहि विक्कमं वासं ॥ {ડો. ઉમાકાન્ત શાહના મતે બધી ઘટનાઓ એક જ કાલકાચાર્ય જોડે સંબંધ ધરાવે છે. જુઓ ‘સુવર્ણ ભૂમિ મેં કાલકાચાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy