SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ શ્વેતાંબરો વચ્ચે મોટો ભેદ પડ્યો. તે કારણે દિગંબ રોએ આગમને સ્વીકારવાનો નિષેધ કર્યો કારણ કે તેમણે જણાવ્યું કે તેમના પૂર્વી અને અંગો નષ્ટ થયાં છે. સમય જતાં શ્વેતાંબરોના આગમોમાં અવ્યવસ્થા થતાં વલભીમાં દેવર્દ્રિ વાચકનાં પ્રમુખપણા નીચે સિદ્ધાંત એકત્રિત કરી લખવા માટે પરિષદ્ મળી પૂર્વેનાં અવશેષવાળું બારમું અંગ તે વખતે નષ્ટ થઇ ગયું હતું.૮ ૧૩૪. ‘ઇ.સ. પહેલા અને બીજા સૈકાના શિલાલેખો જણાવે છે કે તે વખતે જૈનો શ્વેતાંબરો અને દિગંબરો એ ભેદમાં વહેંચાઇ ગયા હતા, અને તે વખતે ‘ગણો’ હતા કે જેમાં આચાર્યોની પરંપરા આગમમાં જણાવી છે તેવી નોંધાઇ છે. તે લેખોમાં ‘વાચક' ના બિરૂદધરોનો ઉલ્લેખ છે તે પરથી જણાય છે કે (વાચક એટલે વાંચનાર માટે) તે વખતે સિદ્ધાન્તો-આગમો વિદ્યમાન હોવા જ જોઈએ. શિલાલેખો બતાવે છે કે ઈ.સ. પહેલા સૈકામાં, આગમમાં બતાવેલ ૨ભ. મહાવી૨ની કથાઓ જેવી ભ. મહાવીરની કથાઓ કહેવામાં આવતી હતી. શ્વેતામ્બરોએ સિદ્ધાન્તમાં જૈન સાધુઓની અચેલકતા (નગ્નતા)સંબંધીના નિયમોમાં ફેરફાર કર્યો નથી એ હકીકત બતાવી આપે છે. કે તેઓએ સિદ્ધાંતમાં મનમાન્યા ફેરફાર કરવાની છૂટ લીધી નથી - હિંમત કરી નથી પરંતુ જેમ પરંપરાગત ચાલી આવેલાં તેજ પ્રમાણે ઉત્તરોત્તર આબાદ સ્થિતિમાં મળ્યા તેવા ઉત્તરોત્તર આપ્યાં છે છેવટમાં બૌદ્ધ દંતકથાને તે કેટલીક ખાસ વિલક્ષણતાઓમાં મળતાં આવે છે તેથી પણ પૂરવાર થાય છે કે જૈન દંતકથા વિશ્વસનીય છે. ૧૩૫. ‘ એટલું તો સત્ય છે કે સિદ્ધાન્તનાં ગ્રન્થો એક વખતે હસ્તીમાં આવ્યા હોય એમ નથી. દેવર્ધ્વિગણિએ સંકલિત કરેલ આગમ હાલ સાચવી રાખ્યાં છે તે જ્યારે સંઘની વ્યવસ્થા બરાબર થઇ અને સાધુજીવને નિશ્ચિત સ્વરૂપ લીધું ત્યારે તરતજ જે સાહિત્યવિષયક પ્રગતિ શરૂ થઇ તેના પરિણામનું છેલ્લું ફળ છે. તેમ છતાં આ ભ. મહાવીરના નિર્વાણ પછી બહુ લાંબા કાળે નહિ બની શક્યું હોય તેથી આગમના પ્રાચીનતમ ભાગો ભ. મહાવીરના પહેલા શિષ્યના સમયના હોય યા તો બહુ તો મહાવીર નિર્વાણથી બીજા સૈકા સુધીના મૌર્ય ચંદ્રગુપ્તના સમયના હોય કે જે સમયમાં પાટલીપુત્રની પરિષદ્ ભરાઇ એમ દંત કથા કહે છે, જ્યારે તેથી ઓછા જૂના ભાગો દેવર્ધ્વિગણિના સમયના લગભગ હોઇ શકે.'' ૧૩૬. ડૉ. યાકોબી કહે છે કે જૈનના સૂત્ર Classical સંસ્કૃત સાહિત્યથી વધુ પ્રાચીન છે એને તેમાંનાં કેટલાક તો ઉત્તર બૌદ્ધો (મહાયાની) ના જૂનામાં જૂના પુસ્તકોની સાથે બરોબરી કરે તેમ છે. ૧૩૭. જૈનોના આખા આગમ સાહિત્ય માટે જુઓ જર્મનીના પ્રોફેસર વેબર (Weber) કૃત બે વૉ.માં Sacred Literature of the Jainas આનું અંગ્રેજી ભાષાંતર ઇંડિયન એંટિક્વરી વૉ. ૧૭, ૧૮, ૧૯, ૨૦ અને ૨૧માં પ્રગટ થયેલ છે. ૧૩૮. શ્રીમદ્ ભ. મહાવીરના પ્રરૂપેલા આગમોના સાહિત્યનો વિભાગ અત્ર પૂરો થાય છે. તેમાંથી તેમના અનેક ઉચ્ચ અને વિશિષ્ટ સિદ્ધાન્તો મળી આવે છે. તે પૈકી કેટલાકનો ઉલ્લેખ, મૂલ સમર્થ બ્રાહ્મણ—પછી જૈન શ્રમણ થયેલ સિદ્ધસેન દિવાકર મહાવીર ભ.ની સ્તુતિ કરતાં કરે છેઃ દા. તરીકે ૭૮. ભદ્રબાહુ સ્વામિ કર્ણાટકમાં ગયા એવું શ્વેતાંબરો તેમના સંબંધીના કોઇ પણ પ્રબંધ જણાવતાં નથી. આ કથન તેમજ શ્વેતાંબર અને દિગંબરોના ભેદ પડ્યા વાત ભદ્રબાહુના સંબંધની દિગંબરી કથા વગેરે લઇ આ વિન્ટરનિટ્ઝ તેમજ બીજા સ્કોલરોથી ઘડી કાઢવામાં આવેલ હોય એમ જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy