SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૨૬ થી ૧૩૩ આગમગ્રંથોનો પરિચય ૧૭ નિર્યુક્તિઓ ભદ્રબાહુ સ્વામિ કૃત આવશ્યક નિ. દશવૈકાલિક નિ., ઉત્તરાધ્યયન નિ. આચારાંગ નિ, સૂત્રકૃતાંગ નિ., સૂર્યપ્રજ્ઞપ્તિ નિ., હૃહત્કલ્પ નિ., વ્યવહાર નિ., દશાશ્રુતસ્કંધ નિ, ત્રષિભાષિત નિ,(ઋષિભાષિત નિ. હાલ ઉપલબ્ધ નથી) પિંડ નિર્યુક્તિ અને સંસકત નિર્યુક્તિ કે જે સ્વતંત્ર નિર્યુકિત છે તે] + ૧ (આવશ્યક પર મહાભાષ્ય તે વિશેષાવશ્યકભાષ્ય) કુલ ૮૪ આગમો થાય છે. જુઓ પારા ૧૧૭. ૧૩૦. પ્રો. વિન્ટરનિટ્ઝ કહે છે કે: “બૌદ્ધોનાં કરતાં ઘણી વધારે તીવ્ર શબ્દોમાં (સ્વરૂપમાં) જૈન ધર્મ ત્યાગ ધર્મ પર તથા સંઘના નિયમનના સર્વ પ્રકારો પર ભાર મૂક્યો છે અને શ્રી બુદ્ધના મુકાબલામાં શ્રી ભ. મહાવીરે તત્ત્વજ્ઞાનની એક વધુમાં વધુ વિકસિત પદ્ધતિ (આત્મશ્રદ્ધાની) ઉપદેશી છે. ૧૩૧. ઈ.સ.પ્રથમ સૈકામાં જૈન ધર્મમાં બે મોટા ભેદો -શ્વેતાંબર અને દિગંબરોના પડી ગયા હતા, જૈનો પોતાના સમસ્ત પવિત્ર સાહિત્યને સિદ્ધાન્ત કે આગમ કહે છે. બંને સંપ્રદાયો બાર અંગોને પોતાના સિદ્ધાન્તના પ્રધાન અને સૌથી ઉપયોગી ભાગ ગણવામાં એકમત છે. છતાં આપણે શ્વેતાંબરોના સિદ્ધાન્તને જ જાણીએ છીએ. ૧૩૨. “આ આગમોની ભાષા પ્રાકૃત છે કે જેને આર્ષ અથવા અર્ધમાગધી કહેવામાં આવે છે. આ ભાષામાં ખુદ ભ. મહાવીરે ઉપદેશ કર્યો હશે. આ છતાં ગદ્યની ભાષા અને પદ્યની ભાષા વચ્ચે અંતર છે. પદ્યની ભાષા-બૌદ્ધ સિદ્ધાન્તની પાલિ ગાથાઓની પેઠે-અતિ પ્રાચીન રૂપો બતાવે છે. જૂનામાં જૂની ભાષા આયારાંગ સુત્ત (આચારાંગ સૂત્ર) માં છે તે પછી સૂયગડાંગ સુત્તમાં (સૂત્રકૃતાંગ સૂત્રમાં) અને ઉત્તરાન્ઝયણ (ઉત્તરાધ્યયન)માં છે. જૈન સિદ્ધાંત સિવાયના જૈન ગ્રંથોની ભાષા જૈન મહારાષ્ટ્રી છે અને તેથી તદન જૂદી ભાષા અર્ધમાગધી છે. ૧૩૩. “આગમના પ્રમાણ અને પ્રાચીનતા સંબંધી શ્વેતાંબર જૈનોમાં એવી દંત કથા છે કે: મૂળ ઉપદેશ ૧૪ પૂર્વો (પૂર્વ એટલે જૂના)માં હતો કે જે ભ. મહાવીરે પોતે પોતાના શિષ્યો-ગણધરોને આપ્યો. પરંતુ આ પૂર્વો નું જ્ઞાન તુરંત જ થોડા સમયમાં નષ્ટ થયું. ભ. મહાવીરના એક શિષ્ય પોતાના શિષ્યને એમ ઉત્તરોત્તર આપતાં છ પાટ સુધી ચાલ્યું હતું. ભ. મહાવીરના નિર્વાણ પછી બીજા શતકમાં મગધમાં ભયંકર દુષ્કાળ બારવર્ષો પડ્યો તે સમયે મૌર્ય ચંદ્રગુપ્ત મગધનો રાજા હતો અને સ્થવિર ભદ્રબાહુ સ્વામિ જૈનસંઘના નાયક હતા. દુકાળને કારણે તે પોતાના શિષ્યગણ સહિત વિહાર કરતાં દક્ષિણ ભારતમાં કર્ણાટક તરફ ગયા, અને સ્થૂલભદ્રજી-છેલ્લા ૧૪ પૂર્વધર મગધમાં પાછળ રહેલા સંઘના મુખી હતા, ભદ્રબાહુ સ્વામિની ગેરહાજરી દરમ્યાન એ સ્પષ્ટ થયું કે આગમનું જ્ઞાન વિચ્છિન્ન થવાનો ભય છે, તેથી પાટલીપુત્રમાં સંઘ(પરિષ) મળી ૧૧ અંગોને ભેગા કર્યા અને ૧૪ પૂર્વના અવશેષો બારમાં અંગ દૃષ્ટિવાદમાં એકત્રિત કરવામાં આવ્યા.જ્યારે ભદ્રબાહુ સ્વામિના અનુયાયીઓ મગધ પાછા ફર્યા, ત્યારે જેઓ ત્યાંથી નીકળી બહાર વિહાર કરી ગયા હતા તેમની તથા જેઓ ત્યાં ચાલુ રહ્યાં હતા તેમની વચ્ચે મોટો અંતર પડ્યો હતો. ત્યાં રહી ગયેલામાં શ્વેત વસ્ત્રો પહેરવાની પ્રથા પડી ગઈ હતી, પરંતુ બહાર વિહાર કરી જનારાએ ભ. મહાવીરના કડકમાં કડક ફરમાન મુજબ દઢ રહી નગ્ન રહેવાનું જ સ્વીકાર્યું. આ રીતે દિગંબરો અને ૭૭. જુઓ Winternitz Geschichtez from p. 289 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy