SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ભદ્રબાહુ સ્વામિએ રચેલી નિર્યુક્તિ હમણાં ઉપલબ્ધ થતી નથી. સ્થાનાંગના ૧૦મા સ્થાનમાં કહેલ છે તે પ્રશ્નવ્યાકરણનું એક અધ્યયન હતુંહાલમાં તેમાં તે નથી. સમવાયાંગમાં કહે છે કે તેમાં ૪૪ અધ્યયન-દેવલોકથી યુત ૪૪ ઋષિઓના અધિકાર હતા. હાલમાં ૪પ અધ્યયન છે તે ભ. નેમિનાથના વખતના નારદાદિ ૨૦નાં, ભ. પાર્શ્વનાથના વખતના ૧પના, અને ભ.મહાવીરના વખતના દશનાં છે. આ અધ્યયનો પ્રત્યેકબુદ્ધે કહેલાં છે.૭૩ ૧૨. ઉપર ગણાવેલા ૧૦ પન્ના (પ્રકીર્ણક) ઉપરાંત બીજા ૨૦ પન્ના (પ્રકીર્ણ) મળે છે તેના નામ નીચે પ્રમાણે છે. ૧ અજીવ કલ્પ, ૨ ગચ્છાચાર, ૩ મરણસમાધિ, ૪ સિદ્ધપ્રાભૃત, ૫ તીર્થોદ્ગાર, ૬ આરાધનાપતાકા, ૭ દ્વિીપસાગર-પ્રજ્ઞપ્તિ, ૮ જ્યોતિષ્કરંડ ૭૪ ૯ અંગવિદ્યાપ ૧૦ તિથિપ્રકીર્ણક, ૧૧ પિંડ વિશુદ્ધિ, ૧૨ સારાવલિ, ૧૩ પર્યન્તારાધના, ૧૪ જીવ વિભક્તિ, ૧૫ કવચ પ્રકરણ, ૧૬ યોનિપ્રાભૃત, ૧૭ અંગચૂલિયા, ૧૮ વગચૂલિયા, ૧૯ વૃદ્ધચતુશરણ, ૨૦ જંબૂષયના. ૧૨૭. આ ૨૦ પૈકી ગચ્છાચાર અને મરણસમાધિ સંબંધી ઉપર કહેવાઈ ગયું છે. જ્યોતિષ્કરંડક એ સૂર્ય-પ્રજ્ઞપ્તિમાંથી ઉદ્ધત કરેલું છે. તેમાં ૨૧ અધિકાર છે:- કાલપ્રમાણ, સંવત્સરનું માન-પ્રમાણ, અધિકમાસની નિષ્પત્તિ, પર્વતિથિ સમાપ્તિ, અવમ રાત્ર, નક્ષત્રોનું પરિમાણ, ચન્દ્રસૂર્યપરિમાણ, ચંદ્રસૂર્યનક્ષત્રોની ગતિ, નક્ષત્રયોગ, જંબૂદ્વીપમાં, ચંદ્રસૂર્યનો મંડલવિભાગ, અયન, આવૃત્તિ, ચંદ્રસૂર્યનક્ષત્રોનું મંડલમાં મુતગતિ પરિમાણ, ઋતુપરિમાણ, વિષુવો, વ્યતિપાતો, તાપક્ષેત્ર, દિવસોની વૃદ્ધિ અપવૃદ્ધિ, અમાવાસ્યા પૌર્ણમાસી, પ્રનષ્ટપર્વ અને પૌરૂષી-એમ ૨૧ અધિકાર છે. બીજા પ્રકીર્ણકો અમારી જાણ પ્રમાણે અમુદ્રિત છે. ૧૨૮. આવશ્યક સૂત્રના સામાયિકાધ્યયનની ભદ્રબાહુ સ્વામિની નિયુક્તિ પર ૫OOO (શ્લોક) ગ્રંથપ્રમાણ પ્રાકૃત ગાથાબદ્ધ ભાષ્ય શ્રીજિનભદ્રગણિ પ્રમાશ્રમણે રચેલ છે કે જેને વિશેષાવશ્યક ભાષ્ય કહેવામાં આવે છે. આ ભાષ્ય ગ્રન્થ જૈન પ્રવચનમાં એક મુકુટમણિ સમાન લેખાય છે. ૧૨૯. એટલે હવે ૧૧અંગ + ૧૨ ઉપાંગ + ૫ દસૂત્ર + ૩ મલસૂત્ર + (૪થા મૂલસૂત્ર ને નિર્યુક્તિમાં ગણીએ)+બે (નંદિ અને અનુયોગદ્વાર)+ઉપર જણાવેલ ૮ છૂટક + ૩) પન્ના (૧૦ પન્ના અગાઉ જણાવી ગયા તે ઉપરાંત ઉપલા ૧૨૬ માં પારામાં ગણાવેલ ૨૦ પયત્રા)+૧૨ ૭૩. ઋષિભાષિત- રતલામ ઋષભદેવ કેશરીમલજી તરફથી હાલમાં પ્રકટ થયું છે. કરંડક મલયગિરિની ટીકા સહિત રતલામની ઋષભદેવ કેશરીમલજી સંસ્થા તરફથી પ્રગટ થયેલ છે. કે જેમાં પાદલિપ્ત સુરિ કત પ્રાકત ટીકાનાં અવતરણ છે. {શિવાનંદ વાચકની ટીકા (ટિu મહાવીર વિદ્યાલય, સંપા. પુણ્ય વિ.મ.ના મતે જ્યો ક. ના કર્તા આ. પાદલિપ્તસૂરિ છે.} ૭૫. અંગવિદ્યા. પી. ૩, ૨૩૧; જેસ. પ્ર.૨૫ {પ્રાકૃતગ્રંથપરિષદ દ્વારા મુનિ પુણ્યવિ. સંપાદિત છપાયું છે. ૭૬. આ વિશેષાવશ્યક ભાષ્ય તે પરની મલધારી હેમચંદ્રની વૃત્તિ સહિત ય. ગ્રંથમાલામાં છપાયેલ છે. અને તેનું ગુજરાતી ભાષાંતર બે ભાગમાં આ.સમિતિ તરફથી પ્રકટ થયું છે. તે ભાષ્યની ગાથાઓની અક્ષરાનુક્રમણિકા પણ તે સમિતિએ નં. ૩૪ માં પ્રકટ કરી છે. વે.નં.૧૫૨૦. મલધારી હેમચંદ્રસૂરિ કહે છે કે આ. જિનભદ્ર પોતે કોટ્યાચાર્ય સાથે મળીને પોતાના આ ભાષ્યપર એક ટીકા રચી હતી પણ તે મળતી નથી. હવે મળી ગઈ છે. પ્ર. લા.દ. વિદ્યામંદિર વિશેષ માટે જઓ પારા ૨૦૬ } કોઈ કહે છે કે શીલાંકાચાર્ય અને કોટ્યાચાર્ય બંને એક વ્યક્તિ છે જુઓ વે.નં ૧૫૫૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy