SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૧૪ થી ૧૨૫ પર્યુષણ કલ્પ વગેરેનો પરિચય ૧૧૮-૧૧૯. મૂળ આગમોના અંતર્ગતને જુદા ગણવામાં આવ્યાં છે તેને આપણે “છુટક' કહીએ તે આઠ છે -૧ પર્યુષણાકલ્પ (આર્યભદ્રબાહુ સ્વામિ કૃત દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયનરૂપે છે) તે અલગ પર્યુષણ પર્વ પર વંચાય છે. ને તેને સામાન્ય રીતે કલ્પસૂત્ર' કહેવામાં આવે છે. તેનું પ્રમાણ ૧૨૦૦ શ્લોકથી કંઈક અધિક હોવાથી “બારસાસૂત્ર” તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. વિન્ટરનિટ્ઝ જણાવે છે કે - “આમાં ત્રણ ભાગ છે - ૧ જિનચરિત-તેમાં વધુ ભાગ શ્રી વર્ધમાન મહાવીરનું ચરિત્ર છે. અને તે બૌદ્ધનું લલિતવિસ્તર યાદ આપે છે. ૨ થેરાવલિ- તેમાં સ્થવિરોની પરંપરા છે. આ ભદ્રબાહુ સ્વામિ કૃત હોઈ ન શકે કારણ કે તેમના પછીના સ્થવિરો તે છે. ઈ.સ. પહેલા સૈકાના મળી આવેલા શિલાલેખો બતાવે છે કે ઉક્ત થેરાવલિમાંનાં નામો કલ્પિત નહિ પણ ઐતિહાસિક છે. ૩ સમાચારી-આ કલ્પ ગ્રંથની તેના નામ પ્રમાણે મૂળ વસ્તુ જણાય છે. દંતકથા એવી છે કે દેવદ્ધિગણિએ જિનચરિત, થેરાવલી, ને સમાચારી કલ્પસૂત્રના મૂળ આગમમાં નહોતી તે ઉમેરી છે. આ દંતકથા આખી સાચી હોય ૨ જીવકલ્પસૂત્ર આના કર્તા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે જીત એટલે આચાર અને તેનો કલ્પ એટલે વર્ણના અર્થાત્ આ જૈન શ્રમણોના આચારવિષયક છે તેમાં ૧૯ પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે. (નિશીથ છેદ સૂત્રમાં જીતકલ્પનું વિધાન છે. તેથી આ તેનું અંગ જ છે.) આ પ્રાયશ્ચિત્ત સંબંધી વિષય છેદ સૂત્રો અને બીજા ઘણા ગ્રંથોમાં ચર્ચવામાં આવ્યો છે. કેટલેક સ્થળે બહુ સંક્ષિપ્ત નહિ કે બહુ વિસ્તૃત નહીં એવી મધ્યમ રીતે સંકલના એ વિષયને સમજાવવા કરી હોય તેમ સંભવે છે. ૧૨૦-૧૨૫. ૩ યતિજતકલ્પ અને ૪ શ્રાદ્ધજીતક્લપ-આ બે અનુક્રમે સોમપ્રભસૂરિ અને ધર્મઘોષસૂરિએ યતિઓ અને શ્રાવકના આચાર રૂપે સંકલિત કરેલ છે. સજિયકપ્પો-સટીક. સં. લાભસાગર, પ્ર. આગમોદ્ધારક ગ્રં.} એ જીવકલ્પસૂત્રના પેટા સૂત્ર જેવા છે તેથી પરમાર્થે તે પણ છેદસૂત્ર છે. ૫ પાલિકસૂત્ર-૧ તેમાં પાક્ષિક દિવસે કરવાના પ્રતિક્રમણની વિગત આપી છે. પ્રતિક્રમણ એ આવશ્યકમાં ચોથું આવશ્યક છે તેથી આ આવશ્યકનું પેટા સૂત્ર છે. તેમાં સાધુવ્રત ને શ્રુતનું કીર્તન છે. ૬ ક્ષામણાસૂત્ર-આને પાક્ષિક ક્ષામણા સૂત્ર પણ કહે છે. એ સૂત્ર પાક્ષિક સૂત્રનાં પ્રાંતે આવતું હોવાથી તેની સાથે જ ગણાય છે. છતાં કોઈ કોઈ સ્થળે અલગ પણ ઉપલબ્ધ થાય છે. ૭ વંદિતું સૂત્ર –તે શ્રાદ્ધપ્રતિક્રમણ છે તેના પહેલા શબ્દ “વંદિતુથી વંદિત્તસૂત્ર કહેવાય છે. ને તે શ્રાવકોનું પ્રતિક્રમણ હોવાથી આવશ્યક-સૂત્રનું પેટા સૂત્ર જ છે. ૮ રષિભાષિત-તેમાં ૪૫ અધ્યયન અથવા ભાષિત છે. આના પર ( ૬૯. આ કલ્પસૂત્ર પ્રસ્તાવના સહિત સંશોધિત કરી ડૉ. Jocobi એ લિઝીગમાં સન ૧૮૭૯ માં પ્રકટ કર્યું ને અંગ્રેજી અનુવાદ સહિત S.B.E ના વૉ. ૨૨માં પ્રકટ કર્યું ધર્મસાગરની ટીકા સહિત, વિનયવિજય, ને લક્ષ્મીવલ્લભની ટીકા સહિત પ્ર. જૈન આ. સભા. વિનયવિજયની ટીકા સહિત પ્ર. દેલા. નં. ૭. ૬૧ માં પ્રકટ થયેલ છે. ૭૦. મૂળ તથા તે પર સિદ્ધસેન કૃત પ્રાકૃત બૃહચુર્ણિ તેમજ શ્રી ચંદ્રસૂરિકૃત સંસ્કૃત વિષમપદ વ્યાખ્યા સમેત મુદ્રિત થયેલ છે. પ્ર. જૈન સાહિત્ય સંશોધક સમિતિ. જિનકલ્પ ભાષ્ય સં. મુનિ પુણ્ય વિ. મ. મોદી} ૭૧. પાકિસૂત્ર-યશોદેવસૂરિકૃત ટીકા સહિત પ્રસિદ્ધ દે. લા. નં. ૪; વે. નં. ૧૪૮૯ થી ૯૪ ૭૨. વંદિત્તસૂત્ર-શ્રાદ્ધ પ્રતિક્રમણપર જૂનામાં જૂની ટીકા તે સં. ૧૧૮૩ માં વિજયસિંહસૂરીકૃત ચૂર્ણિ છે, (પી. પી, ૨૨), તે સૂત્ર પર રતશેખરની ટીકા નામે અર્થદીપિકા દે. લા. નં. ૪૮માં પ્રકટ થઇ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy