SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૧૦. વીરસ્તવ - આમાં શ્રી વીરપ્રભુની સ્તુતિ હોવી જોઈએ. અપ્રકટ છે. {૪૩ ગાથાત્મક આ પ્રકીર્ણકમાં વીર પ્રભુના ૨૬ નામો દ્વારા સ્તુતિ છે. હર્ષપુષ્યામૃતગ્રન્થમાલા, મહાવીર વિદ્યાલય અને આગમ સંસ્થાન ઉદયપુર દ્વારા (હિંદી અનુવાદ સાથે પ્રગટ છે.)} ૫૪ ૧૧૪. કોઈ આ દશ પયજ્ઞામાં દેવેન્દ્રસ્તવ ને વીરસ્તવ બે એકઠાં મૂકે છે, અને સંસ્તારકને ગણતા નથી તેથી તેને બદલે મરણસમાધિ અને ગચ્છાચાર પયજ્ઞા જણાવે છે. (આત્મારામજી કૃત જૈન ધર્મવિષયિક પ્રશ્નોત્તર). આ બંને હવે પછી જણાવેલ ૨૦ પયજ્ઞામાં ગણાવ્યા છે. ૧૧૫. ગચ્છાચાર આમાં ગચ્છનું સ્વરૂપ છે. સારો ગચ્છ સારા આચાર્યથી થાય છે. તે આચાર્યનાં લક્ષણો, શિષ્યની દશા, ગચ્છનાં લક્ષણો ને તેનું સ્વરૂપ બતાવી શિષ્યે સુગુણ ગચ્છમાં ગુર્વજ્ઞાપૂર્વક નિવાસ કરવો ઘટે તે સમજાવ્યું છે. ગાથા ૧૩૭ છે. ગચ્છ એટલે સાધુસમુદાય. આમાં મુખ્ય ત્રણ અધિકા૨ઃ આચાર્ય સ્વરૂપનિરૂપણ (ગા. ૪૦ સુધી), સાધુ સ્વરૂપનિરૂપણ અધિકાર (૧૦૬ ગાથા સુધી) અને સાધ્વીસ્વરૂપ અધિકાર (૧૩૪ ગાથા સુધી) છે. છેવટે આ પ્રકીર્ણક મહાનિશીથ, કલ્પ (બૃહત્કલ્પ) અને વ્યવહાર (એ છેદ સૂત્રો) માંથી સમુદ્ભુત કર્યું છે એમ જણાવ્યું છે. 1 ૧૧૬, મરણસમાધિ-તેમાં ગાથા ૬૬૩ છે. સમાધિથી મરણ કેમ થાય તે તેની વિધિપૂર્વક બતાવ્યું છે. આરાધના, આરાધક, અનારાધક, પરિકર્મથી અલોચના વગેરેનું સ્વરૂપ સૂરિગુણ, શલ્યોદ્ધાર, જ્ઞાનચારિત્રનો ઉદ્યમ, સંલેખનાવિધિ, કષાય પ્રમાદાદિ ત્યાગ, પ્રત્યાખ્યાન, પંડિતમરણ, અભ્યુદ્યતમરણ, ક્ષમાપના સંસ્તારક, અનિત્યાદિ ભાવના, મોક્ષ સુખની અપૂર્વતા, ધ્યાન વગેરે અનેક વિષયો છે. છેલ્લે જણાવ્યું છે કે આ મરણવિભકિત, મરણવિશુદ્ધિ, મરણસમાધિ, સંલેખનાશ્રુત, ભક્તપરિજ્ઞા, આતુરપ્રત્યાખ્યાન, અને આરાધના પ્રકીર્ણક એમ આઠ શ્રુતમાંથી આ મરણવિભક્તિ-મરણ સમાધિ રચેલી છે. ૧૧૭. આ રીતે ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૬ છેદસૂત્ર, ૪ મૂલસૂત્ર, બે સૂત્ર નામે નંદી તથા અનુયોગદ્વાર, અને દશ પયજ્ઞા (પ્રકીર્ણક) એટલે કુલ મળી ૪૫ આગમ જૈન શ્વેતાંમ્બર મૂર્તિપૂજકો માને છે. કોઇ હાલ મળી આવતાં સૂત્રોની ગણના ૮૪ની કરે છે તે કેવી રીતે કરે છે તે જોઇએ. જુઓ. પારા ૧૨૯. ૬૭. દેશ પન્ના - તે માટે જુઓ વેબર ઈ. એ. વૉ. ૨૧ પૃ. ૧૦૬ થી ૧૧૩, અને પૃ. ૧૭૭ થી ૧૭૮. આ. સિમિત નં. ૪૫માં દશ પયજ્ઞા પ્રસિદ્ધ થયા છે તેમાં ચતુઃશરણાદિ ઉપર જણાવેલા જે દશ છે તે પૈકી ચંદ્રવેધ્યક અને વીરસ્તવ સિવાયનાં આઠ અને ગચ્છાચાર તથા મરણ સમાધિ એ બે મળી દશ મૂકેલાં છે, અને સાથે સંસ્કૃત છાયા પણ આપી છે. ગચ્છાચાર પયજ્ઞા તેના પરની વાનરર્ષિ = વિજયવિમલકૃત નાની સંસ્કૃત ટીકા આ. સમિતિ નં. ૩૬માં, અને તે વાનરર્ષિની સં. બૃહદ્વૃત્તિ સહિત દયાવિમલ ગ્રંથમાલા નં. ૨૫ અમદાવાદમાં ગુજરાતી અનુવાદ સહિત પ્રગટ થયેલ છે, તેમજ જૈ. ધ. સભા તરફથી મૂલ અને ગુ. અનુવાદ પ્રકટ થયેલ છે, ઉક્ત વિજયવિમલ કૃત વૃત્તિ સાથે તંદુલવૈચારિક તથા અવસૂરિ સાથે ચતુઃશરણ બંને એક પુસ્તકમાં દે. લા. નં. ૫૯માં મુદ્રિત થયેલ છે. {વિશેષ માટે જુઓ ‘પ્રકીર્ણક સાહિત્ય એક અવલોકન' લે. ડો. અતુલકુમાર પ્રસાદસિંહ, શ્રમણ અંક ૧-૬ ઈ.સ. ૨૦૦૨.} ૬૮. શ્વેતાંમ્બર અમૂર્તિપૂજકો-સ્થાનકવાસી જૈનો તે પૈકીના ૩૨ અને તે વળી કેટલાક પાઠો રહિત તેમજ કેટલેક સ્થળે અર્થભેદથી માને છે તે આ છેઃ ૧૧ અંગ અને ૧૨ ઉપાંગ મળી ૨૩, ૨૪મું નિશીથ, ૨૫ બૃહત્કલ્પ, ૨૬ વ્યવહાર, ૨૭ દશાશ્રુતસૂત્ર, (એ ૨૪-૨૭ મળી ૪ છેદસૂત્ર), ૨૮ અનુયોગદ્વાર, ૨૯ નંદિસૂત્ર, ૩૦ દશવૈકાલિક, ૩૧ ઉત્તરાધ્યયન (એ ૨૮-૩૧ મળી ૪ મૂલસૂત્ર), ૩૨ આવશ્યક. દિગંબરો તો આ શ્વેતાંબરોએ માનેલાં સૂત્રોને માનતા જ નથી. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy