SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પારો ૧૦૧ થી ૧૧૩ પયન્ના નો પરિચય ૫૩ ૨ આતુપ્રત્યાખ્યાન-બાલમરણ, બાલપંડિતમરણ, અને પંડિતમરણ કોને થાય છે તે સમજાવ્યું છે. પછી પંડિતે આતુર-રોગાવસ્થામાં શેનાં શેનાં પ્રત્યાખ્યાન લેવાં-શું શું વોસિરાવવુંતજવું, શું શું ભાવના ભાવવી, સર્વ જીવને ખમાવવા, વગેરે તેમજ ઉત્તમ મરણ કેવી રીતે થાય તે સમજાવ્યું છે. ૩ ભક્તપરિજ્ઞા- અભ્યદ્યત મરણથી આરાધના થાય છે. તે મરણ ભક્તપરિક્ષા, ઇંગિની અને પાદપોપગમન એમ ત્રણ પ્રકારનું છે. ભક્તપરિજ્ઞા-મરણ, સવિચારને અવિચાર એમ બે પ્રકારનું છે. સંસારની નિર્ગુણતા પિછાની પશ્ચાત્તાપપૂર્વક સર્વદોષ તજી આલોચના લઇ મેં સંસારમાં ઘણું ભોગવ્યું વગેરેનાં વિચાર કરવાપૂર્વક ભક્તપરિજ્ઞા મરણની-અનશનની વિધિ ને ભાવના આચરવાનું આમાં જણાવ્યું છે. આમાં ૧૭૨ ગાથા છે. ૪ સંસ્તારક - મરણ થયા પહેલાં સંથારો કરવામાં આવે છે તેના મહિમાનું આમાં કથન છે. એક સ્થળે - એક જ આસન રાખી - તે સંસ્મારક પર રહી અનશન લેવામાં આવે છે. તેનાં દ્રષ્ટાંતો આપેલ છે. આમાં ૧૨૩ ગાથા છે. તંદુલવૈચારિક - એકસો વર્ષના આયુષ્યવાળો પુરુષ પ્રતિદિન તંદુલ-ભાત ખાય તેની સંખ્યાના વિચારના ઉપલક્ષણથી આ નામ પડેલું છે. જેટલા દિવસો જેટલી રાત્રી જેટલા મુહૂર્તો જેટલા ઉશ્વાસ ગર્ભમાં વસતા જીવોના થાય તે કહી તેની આહારવિધિ, ગર્ભાવસ્થા, શરીરોત્પાદહતુ, જોડકા વર્ણન, સંહનન સંસ્થાન તન્દુલગણના વગેરે જણાવેલ છે. ગાથા ૧૩૯ ને થોડું ગદ્ય છે. {કુલ ૧૭૭} ચંદ્રધ્યક - રાધાવેધનું વર્ણન છે. રાધાવેધના ઉદાહરણથી આત્માએ કેવું એકાગ્ર ધ્યાન કરવું જોઈએ. તે બતાવી તેથી મોક્ષ પ્રાપ્ત થાય એમ કહ્યું છે. આ અપ્રકટ છે. બાબૂ ધનપતસિંહ, હર્ષપુષ્યામૃત ગ્રંથમાળા, કેશરબાઈ જ્ઞાનમંદિર પાટણથી સંસ્કૃતમાં અને આગમ સંસ્થાન ઉદયપુર (હિન્દી અનુવાદ સાથે) વગેરે દ્વારા પ્રગટ થયેલ છે.} ૭ દેવેન્દ્રસ્તવ - વીરપ્રભુની દેવેન્દ્ર આવી સ્તુતિ કરે છે તો તે દેવેન્દ્ર ૩ર છે ને તે ૩રનું સ્વરૂપ, ને તેના પેટામાં દેવતાઓ, ચંદ્રસૂર્ય ગ્રહ નક્ષત્રાદિનાં નામ, વાસ, સ્થિતિ, ભવન પરિગ્રહ વગેરે કથન છે : ગાથા ૩૦૭ છે. દશ પગન્નાના વિષયો. ૮ ગણિવિદ્યા - તેમાં જ્યોતિષનું કથન છે. તેમાં બલાબલ- વિધિ, નવ બલ નામે દિવસ, તિથિ, નક્ષત્ર, કરણ, ગ્રહદિવસ, મુહૂર્ત, શકુન, લગ્ન, અને નિમિત્તનાં બલ. એ દરેકમાં અમુકમાં શું શું કરવું ઘટે બતાવ્યું છે. ૮૨ ગાથા છે. ૯ મહાપ્રત્યાખ્યાન - મોટા પ્રત્યાખ્યાન કરવાનું સ્વરૂપ છે. જે જે પાપો-દોષો થયા હોય તે સંભારી સંભારી તેનો ત્યાગ કરવો - ભાવશલ્ય કાઢી નાખવું, પંડિતમરણ માટે સમાધિ થાય તેવી આત્મસ્થિતિ જાગ્રત કરી સર્વ અસત્-પ્રવૃત્તિને તજવી, દુઃખમય સંસાર પ્રત્યે વિરાગ રાખવો વગેરે સ્વરૂપ બતાવ્યું છે. ૧૪૨ ગાથા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy