SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૮૬-૯૨ મૂલસૂત્ર-નંદી-અનુયોગદ્વાર પરિચય અધ્યયન (૨જું), જિનભાષિત જેવું કે ધ્રુમપુષ્પિકા (દ્રુમપત્રક) અધ્ય. (૧૦મું) કે જે કેવલજ્ઞાન થયા પછી શ્રી ભ. મહાવીરે પ્રણીત કરેલું છે, પ્રત્યેકબુદ્ધમાંથી ઉત્પન્ન થયેલ તે કાપિલીય અધ્ય. (૮મું) છે ને સંવાદરૂપ તે કેશિગૌતમીય (૨૩મું અધ્ય.) છે. 6 ૮૭. કચિત્ એમ પણ કહેવાય છે કે તે અર્થથી શ્રી વર્ધમાનસ્વામીએ પોતાના અવસાન સમયે સોળ પહોરની દેશના આપી તે વખતે પ્રરૂપ્યાં છે. તે દેશનામાં પ્રભુએ ૫૫ અધ્યયનો પુણ્યફળ વિપાકનાં અને ૫૫ અધ્યયન પાપફળ વિપાકનાં કહ્યાં છે. ત્યાર પછી પૂછ્યા વિના ઉત્તરાધ્યયનનાં ૩૬ અધ્યયનો પ્રકાશ્યાં છે તેથી તે અપૃષ્ટ વ્યાકરણ કહેવાય છે. છેવટ મરૂદેવા માતાનું પ્રધાન નામનું અધ્યયન પ્રરૂપતાં અંતર્મુહૂર્તનું શૈલેશીકરણ કરી પ્રભુ મોક્ષ પદ પામ્યા છે' (જુઓ પ્રસ્તાવના જૈન ધર્મ પ્રસારક સભાએ સં ૧૯૮૧ માં ગુજરાતી ભાષાંતર સહિત પ્રકટ કરેલ ઉત્તરાધ્યયન સૂત્ર) જ્યારે શ્રી આત્મારામજી શ્રી વીરના અવસાન સમયની દેશનામાં આ પ્રકાશાયાં એ વાત સ્વીકારતા નથી (જુઓ જૈનધર્મવિષયક પ્રશ્નોત્તર.) ૪૭ ૮૮. આ સૂત્ર વાંચતાં બૌદ્ધનું સુત્ત નિપાત યાદ આવે છે. આનાં કાવ્યોનાં સમાંતર બૌદ્ધ સાહિત્ય (ધમ્મપદાદિ)માં મળશે. ૮૯. ચોથા મૂલસૂત્રમાં બે નામે પિંડનિર્યુક્તિ અને ઓનિર્યુક્તિ પૈકી ગમે તે ગણાય છેઃ-૪ ક-પિંડનિર્યુક્તિ આઘ્ય સંબંધમાં જણાવવાનું કે દશવૈકાલિક સૂત્રમાં પાંચમું અધ્યયન પિંડૈષણા છે. દશવૈકાલિક પ૨ ભદ્રબાહુસ્વામિએ નિર્યુક્તિ રચી છે, તેના ઉક્ત પાંચમાં અધ્યયન પર નિર્યુક્તિ રચતાં તે ઘણી મોટી થઈ તેથી તેને અલગ કરી પિંડનિર્યુક્તિ તેમણે રચી છે. આમાં પિંડ એટલે આહાર તે સંબંધી વર્ણન છે. તેમાં પિંડનિરૂપણ, ઉદ્ગમ દોષો, ઉત્પાદન દોષો, એષણા દોષો, અને ગ્રાસૈષણાના દોષો નિરૂપ્યા છે. ૯૦. જ્યારે ૪ ખ-ઓનિર્યુક્તિ-ઓઘ એટલે સામાન્ય-સાધારણ, સૂક્ષ્મ-વિશેષ વિગતમાં ઉતર્યા સિવાયની નિર્યુક્તિ,-માં ચરણસત્તરી કરણસત્તરી, પ્રતિલેખન, આદિ દ્વારોઃ- પ્રતિલેખન દ્વાર, પિંડદ્વાર, ઉપધિનિરૂપણ, અનાયતનવર્જન, પ્રતિષેવણાદ્વાર, આલોચનાદ્વાર, અને વિશુદ્ધિદ્વાર છે. આમાં ચરણ કરણનું મુખ્યપણે સ્વરૂપ છે.દર ૯૧. નંદી સૂત્ર- તે દેવવાચક કૃત છે. તેમાં તીર્થંકર ગણધરાદિની આવલિકા, પર્ષદો, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનું સ્વરૂપ બતાવ્યુ છે. ૬૧. પિંડનિર્યુક્તિ-મલયગિરિની ટીકા સહિત મુદ્રિત દે. લા. નં. ૪૪ જુઓ વેબર ઇ.એ વૉ. ૨૧ પૃ. ૩૬૯. ૬૨. ઓઘનિર્યુક્તિ-દ્રોણાચાર્યની ટીકા સહિત મુદ્રિત આ. સ. નં. ૧૭; વે. નં. ૧૪૨૨ જુઓ વેબર ઇ.એ.વૉ.૨૧ ૫ ૩૭૦. ૬૩. નંદીસૂત્ર-મલયગિરિની ટીકા સહિત મુદ્રિત આ. સ. નં. ૧૬ અને તે પરની ચૂર્ણિ તથા હરિભદ્રસૂરિકૃત વૃત્તિ સહિત ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર સંસ્થા, રતલામ તરફથી સં. ૧૯૮૪માં પ્રસિદ્ધ થયેલ છે. (વે.નં.૧૪૮૨૩) જુઓ વેબર ઇ. એ. વૉ. ૨૧ પૃ ૨૯૩-૩૦૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy