SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૮૨-૮૫ | ઉત્તરાધ્યયન પરિચય ૪૫ રસગૃદ્ધિના ત્યાગથી મળી શકે, ને તે ત્યાગ તેના દોષ જાણવાથી બરાબર થઈ શકે, તે દોષ દેખાડવા માટે ઉરભ્ર(ઘેટું) કાગણી, આમ્રફળ, વ્યવહાર-વેપાર, અને સમુદ્ર એ પાંચનાં દષ્ટાંતો આપે છે. ૮ કાપિલીય-રસગૃદ્ધિનો ત્યાગ નિર્લોભીને થઇ શકે તેથી આમાં નિર્લોભપણું બતાવે છે. તેમાં કપિલ મુનિનું ચરિત્ર હોવાથી તે અધ્યયનનું નામ કાપિલીય છે. ૯ નમિપ્રવ્રજ્યા-નિર્લોભી આ ભવમાં પણ ઇંદ્રાદિકથી પૂજાય છે. તે દેખાડવા આ અધ્યયન કહેવાય છે. આમાં નમિ નામના પ્રત્યેકબુદ્ધની પ્રવ્રજ્યા દીક્ષા છે. તે નમિની પેઠે બીજા ત્રણ પ્રત્યેકબુદ્ધ કરકંડુ, દ્વિમુખ, નગ્નતિ થાય છે. ૧૦ દ્રુમપત્ર-દ્રુમ, એટલે ઝાડનું, પત્ર એટલે પાંદડું પાકી જતા પડી જાય છે તેમ જીવન ક્રમે કરી ક્ષીણ થાય છે માટે તે ગૌતમ! એક સમય માત્ર પણ પ્રમાદ કરવો નહિ એ પ્રકારથી ભ. મહાવીર અનુશાસન-શિક્ષા આપે છે. ૧૧ બહુશ્રુતપૂજા- દશમામાં પ્રમાદના ત્યાગનો જે ઉપદેશ આપ્યો તે ઉપદેશ વિવેકથી ધારી શકાય ને તે વિવેક બહુશ્રુતની પૂજાથી પ્રાપ્ત થયો છે. આમાં અબહુશ્રુતપણું અને બહુશ્રુતપણું સમજાવી તે શાથી પ્રાપ્ત થાય તે, અવિનીત-વિનીતનાં સ્થાનો વગેરે બતાવેલ છે. ૧૨ તપાસમૃદ્ધિ-હરિકેશીય-બહુશ્રુતે તપ પણ કરવો જોઇએ તેથી તપની સમૃદ્ધિનું વર્ણન ને હરિકેશબલ નામના સાધુનું આમા ચરિત્ર છે. ૧૩ ચિત્રસંભૂતીય-તપ કરનારે નિદાન (નિયાણા) નો ત્યાગ કરવો ઘટે, તે માટે નિદાનનો દોષ બતાવવા ચિત્ર અને સંભૂતનું ઉદાહરણ અહીં અપાય છે. ૪ ઈષકારીય-આમા નિર્નિદાનતા-નિયાણા રહિતપણાનો ગુણ કહ્યો છે એકજ વિમાનમાં રહેલ છે જીવો ત્યાંથી ચ્યવી ઇષકાર નામના પુરમાં ઉપજ્યા અને તે છ પૈકી એક ઇષકાર નામનો રાજા થયો તેથી આ અધ્યયનનું નામ ઇષકારીય છે. ૧૫ સભિક્ષુકનિયાણા રહિતપણાનો ગુણ ભિક્ષુ-સાધુને થાય છે. ભિક્ષુના ગુણો આમાં કહેવાયા છે. ૧૬ બ્રહ્મચર્યગુપ્તિબ્રહ્મચર્યસમાધિ-સાધુના ગુણો બ્રહ્મચર્યમાં જે સ્થિર હોય તેને તત્ત્વથી સંભવે. બ્રહ્મચર્ય તેની ગુપ્તિઓથી પાળી શકાય. તે ગુપ્તિઓ મન, વચન અને કાયાની છે. પછી બ્રહ્મચર્યનાં દશ સ્થાનો-સમાધિસ્થાનો કહ્યાં છે કે જેની અંદર બ્રહ્મચર્યની નવ વાડ સમાઈ જાય છે, કે જેથી તે સમાધિથી પાળી શકાય. ૧૭ પાપશ્રમણીય-તેમાં પાપસ્થાનો સેવનાર પાપશ્રમણનું સ્વરૂપ છે. ૧૮ સંયતીય- પાપસ્થાનોનો ત્યાગ ભોગના ત્યાગથી–સંયતિ થવાથી થાય છે. તે ભોગના ત્યાગ પર સંજય રાજાની કથા છે. તે પરથી આ અધ્યયનને સંજયીય કહી શકાય. ૧૯ મૃગાપુત્રીય-ભોગનો ત્યાગ કરતાં શરીરની શુશ્રુષા વર્જવાની છે તે પર મૃગાપુત્રની કથા છે. ૨૦ મહાનિર્ઝન્થીય-“સંસારમાં મારો રક્ષક કોઈ નથી, હું એકલો જ છું' એવા અનાથપણાની ભાવના આમાં સિદ્ધ કરી છે કે તે પર અનાથી મુનિની કથા છે. ૨૧ સમુદ્રપાલીયઅનાથપણાનો વિચાર એકાંત-ચર્યા વિના થઈ શકતો નથી તેથી એકાંતચર્યા પર સમુદ્રપાલની કથા આમાં આવી છે. ૨૨ રથનેમીય-એકાંત ચર્યા ધીરજ વિના પાળી શકાતી નથી તેથી રથનેમિના દૃષ્ટાંતથી ચારિત્રમાં ધૃતિ રાખવાનો ઉપદેશ કર્યો છે. પ્રથમ શ્રી નેમિનાથનો રાજીમતિનો ત્યાગ ને દીક્ષા જણાવી રાજીમતિએ રથનેમિને કરલે ઉપદેશ વગેરે સુંદર કથા છે. ૨૩ કેશી-ગૌતમીય-સંયમમાં ધૃતિ રાખતાં, આવતી શંકાઓનું સમાધાન કરી સંયમ માર્ગમાં પ્રવર્તવું. આમાં શ્રી પાર્શ્વનાથ ભીના ક્રમાગત શિષ્ય કેશકુમાર અને શ્રી મહાવીર ભ.ના શિષ્ય ગૌતમસ્વામી વચ્ચે સંવાદ છે કેશીનો ખાસ પ્રશ્ન એ કે ભ.પાર્શ્વનાથે સાધુધર્મ ચાર મહાવ્રતવાળો કહ્યા અને શ્રી વર્ધમાને પાંચ મહાવ્રત વાળો કહ્યો વળી શ્રી પાર્શ્વનાથે સચેલક (સવસ્ત્ર) અને શ્રી વર્ધમાને અચેલક (વસ્ત્રરહિત) ધર્મ કહ્યો આમ બંન્નેમાં ફરક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy