SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ આલયમાં હોવા છતાં ગુરુએ નિરવદ્ય વચનથી કહેવી ઘટે છે. ૮ આચારપ્રણિધિ-નિરવદ્ય વચન આચારમાં પ્રણિહિતને થાય છે. ૯ વિનય-આચારમાં પ્રણિહિત-દત્તચિત હોય તે યથાયોગ્ય વિનયસંપન્ન થાય છે. આમાં વિનયનો અધિકાર છે,ને ૪ ઉદ્દેશક છે, ૧૦ ભિક્ષુ-ઉક્ત નવે અધ્યયનના અર્થમાં તે વ્યવસ્થિત છે તે સમ્યગ્ ભિક્ષુ થાય છે. આ આમ સાધુ-ક્રિયાશાસ્ત્રની સમાપ્તિ થાય છે. ૪૪ ૮૨. કદિ કર્મપરતંત્રતાથી કોઇ સાધુ પતિત થાય તો તેનું સ્થિરીકરણ કરવું. તે માટે બે ચૂડાચૂલિકા છેવટે મૂકી છે. ૧ ૨તિવાક્ય ચૂડા-તે સાધુને સંયમમાં સ્થિરીકરણ માટે છે. તેમાં સાધુના દુવન માટે નરકપાતાદિ દોષો વર્ણવેલા છે. ૨ વિવિક્તચર્યા ચૂડા-તેમાં સાધુ પતિત ન થાય તેવા ગુણના અતિરેકનું ફલ છે. વિવિક્તચર્યા એટલે એકાંતચર્યા–અનિયતચર્યા. ૮૩. શ્રી ભદ્રબાહુ સ્વામિ દશવૈકાલિક પરની નિર્યુક્તિમાં જણાવે છે કે ઉપરોક્ત ૪થું અધ્યયન આત્મપ્રમાદપૂર્વમાંથી ૫મું અ. કર્મપ્રવાદ પૂર્વમાંથી અને ૭ મું અ. સત્યપ્રવાદ પૂર્વમાંથી ઉદ્ધૃત કરેલ છે. અને બાકીના અધ્યયનો નવમા પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી વસ્તુમાથી ઉદ્ધૃત કરેલ છે. ૮૪. આના બીજા અધ્યયનમાં રાજીમતિ અને રથનેમિની વાત ઉત્તરાધ્યયનમાંથી લીધેલી જણાય છે. આ સૂત્ર તેમજ ઉત્તરાધ્યયન વાંચતાં બૌદ્ધનું ધમ્મપદ યાદ આવે છે. ૮૫. ત્રીજું મૂલસૂત્રઃ ૩ ઉત્તરાધ્યયન-આ આખું સૂત્રઅતિ આનંદદાયક બોધના નિધિરૂપ છે. તેમાં ૩૬ અધ્યયનો છેઃ-૧ વિનય-ધર્મ વિનયમૂલ છે તેથી પ્રથમ વિનયનો અધિકાર આમાં આપ્યો છે. ૨ પરિષહ- વિનય સ્વસ્થચિત્તવાળાએ તથા પરિષહોથી પીડાતાએ પણ કરવાનો છે. તો તે પરિષહો કયા કયા છે તે તથા તેનું સ્વરૂપ આમાં બતાવ્યું છે. ૩ ચતુરંગીય-પરિષહ શું આલંબન લઇને સહેવા તેના ઉત્તરમાં મનુષ્યત્વ, ધર્મશ્રવણ, શ્રદ્ધા અને સંયમમાં વીર્યની સ્ફુરણા ક૨વી એ ધર્મનાં ચાર અંગો દુર્લભ છે તે આમાં બતાવેલા છે, ૪ પ્રમાદાપ્રમાદ-ત્રીજામાં ચાર દુર્લભ અંગો કહ્યા તે પ્રાપ્ત થયા છતાં પ્રમાદ સેવાય તો મહાદોષ થાય છે. તેથી પ્રમાદનો ત્યાગ તેના પ્રકાર સહિત, અને અપ્રમાદ કરવાનું કહેવા માટે આ અધ્યયન છે. પ અકામ મરણ-મરણવિભક્તિ-જ્યાંસુધી શરીરનો ભેદ-નાશ થાય ત્યાં સુધી ગુણની અભિલાષા ક૨વી એમ ચોથાને અંતે કહ્યું. તેથી મરણકાળે પણ પ્રમાદ ન કરવાનું કહ્યું તેથી મરણ કેટલા પ્રકારના છે તે-અકામમરણ, સકામ મરણ, પંડિત મરણ, વગે૨ે તે જાણવા માટે આ અધ્યયન છે. ૬ ક્ષુલ્લકનિર્પ્રન્થીય-પંડિતમરણ વિદ્યા-જ્ઞાન તથા ચારિત્રવાળા સાધુનિગ્રન્થને હોય છે. તેથી તેવા ક્ષુલ્લક-નાના સાધુનું સ્વરૂપ આમાં કહ્યું છે. ૭ ઔરભ્રીય નિગ્રન્થપણું ૬૦. પ્રકાશિત-રાય ધનપતિસિંહ બહાદુર કલકત્તા સં.૧૯૩૬માં લક્ષ્મીવલ્લભની ટીકા સહિત; વાદિવેતાલ શાંતિ સૂરિની ટીકા સહિત દે.લા.નં. ૩૩,૩૬ અને ૪૧, જયકીર્તિની ટીકા સહિત પંડિત હીરાલાલ હંસરાજ, કમલસંયમની ટીકા સહિત યશોવિજય ગ્રંથમાલામાં ભાવવિજયની ટીકા સહિત જૈન આત્માનંદ સભા તરફથી વે.નં. ૧૩૯૯-૧૪૧૨, અંગ્રેજી ભષાંતર અને પ્રસ્તાવના ડૉ. Jacobi માં કરેલ તે S.B.E.માં વૉ.૨૪માં પ્રગટ થયેલ છે. અને મૂળ સંશોધી અંગ્રેજી પ્રસ્તાવના સહિત Carpentier નામનાં વિદ્વાને સન ૧૯૨૧માં પ્રગટ કરેલ છે ગુજરાતી ભાષાંતર સહિત જૈન ધ.સ. ભાવનગર તરફથી મૂળ તથા ગૂજરાતીમાં કથાઓ સહિત બે ભાગમાં પ્રસિદ્ધ થયેલ છે. જુઓ વેબરનો લેખ ઈ.એ.વૉ.૨૧ પૃ. ૩૦૯-૩૧૧ અને ૩૨૭-૩૨૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy