SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૭૩ થી ૮૧ મૂલસૂત્ર-પરિચય ૪૩ ૭૮. પહેલું-મૂલસૂત્ર-૧ આવશ્યક અવશ્ય જે ક્રિયાનુષ્ઠાન કર્તવ્ય છે તેને લગતું તે આવશ્યક, નિત્યકર્મનું પ્રતિપાદક. આવશ્યક છ પ્રકારનું છે ૧ સામાયિક (સમાઇય), ૨ ચતુર્વિશતિસ્તવ (ચઉવીસસ્થઓ), ૩ વંદનક (વંદણયું), ૪ પ્રતિક્રમણ (પડિક્કમણ), ૫ કાયોત્સર્ગ (કાઉસ્સગ્ગ), ૬ પ્રત્યાખ્યાન (પચ્ચખાણ). ૭૯. તેમાં સામાયિક અધ્યયનમાં-પીઠિકા, પહેલી અને બીજી વરવરિકા, ઉપસર્ગો, સમવસરણ, ગણધરવાદ, દશપ્રકારની સમાચારી, નિન્દવો, શેષ ઉપોદ્ધાંત નિર્યુક્તિ, નમસ્કાર નિર્યુક્તિ છે. પછી ચતુર્વિશતિસ્તવ અધ્યયન; વંદનાધ્યયન પ્રતિક્રમણાધ્યયન કે જેમાં જિનભદ્ર ગણિ શ્રમાશ્રમણકૃત ધ્યાનશતક છે, તથા પારિષ્ઠાપનિકા નિર્યુક્તિ, સંગ્રહણી, યોગસંગ્રહ, નિર્યુક્તિ અને અસ્વાધ્યાયનિર્યુક્તિ છે; કાર્યોત્સર્ગ અધ્યયન; અને છેવટે પ્રત્યાખ્યાનનું અધ્યયન છે. ૮૦. બીજુ મૂલસૂત્ર ૨ દશવૈકાલિક-૫૯ આ સૂત્ર ચૌદ-પૂર્વધર- સäભવસૂરિએ પોતાના પુત્ર મનક માટે પૂર્વમાથી ઉદ્ધરી રચ્યું તે આગાઉ જણાવી દીધું છે. કાલથી નિવૃત્ત એવું-વિકાલે પઢી શકાય એવું દશ- અધ્યયનવાળું તે દશવૈકાલિક. તેમાં પહેલી ગાથામાં જણાવ્યું છે કે “થો મંત્તમુક્ષિ હિંસા સંગમો તવો’ –અહિંસા, સંયમ અને તપ એ ઉત્કૃષ્ઠ મંગલરૂપ ધર્મ છે. તે અતિ ઉત્તમ અને નીતિના સિદ્ધાંતથી ભરપૂર છે. ૮૧. તેમાં ૧૦ અધ્યયન છે તેનાં નામ:- ૧ દ્રુમપુષ્પિક-તેમાં ધર્મપ્રશંસા-ધર્મની સ્તુતિ છે, સકલ પુરૂષાર્થમાં ધર્મ પ્રધાન છે. કુમના પુષ્પમાંથી ભ્રમર રસ ચુસી લે છતાં તેને ઇજા ન કરે તેમ શ્રમણ વર્તે છે, એથી કૂમિપુષ્મિક અ. ૨ શ્રમણ્યપૂર્વિક-ધર્મ તરફ રૂચિ છતાં અભિનવ પ્રવ્રજિતને અવૃતિથી સંમોહ ન થાય તે માટે વૃતિ-ધર્ય રાખવું તેનો અધિકાર છે. ૩ યુલ્લિકાચારકથા-વૃતિ આચારમાં જોઇએ તેથી આચારકથા શુલ્લિકા એટલે નાની કહેવામાં આવે છે. તે આત્મસંયમનો ઉપાય છે. ૪ જજીવનિકા ઉક્ત-આચાર છે જીવ કાયગોચર હોવો જોઇએ અથવા આત્મસંયમ બીજા જીવોના જ્ઞાનપૂર્વક પાલન કરવો ઘટે તેથી તે રૂપ આ અધ્યયન છે. ૫ પિંડેષણા-તે રૂપ ધર્મ દેહ સ્વસ્થ હોય તો પળાય, અને તેથી આહાર વગર પ્રાયઃ સ્વસ્થ થવાતું નથી માટે સાવદ્ય અને નિરવદ્ય એવા આહારમાં નિરવદ્ય આહાર ગ્રાહ્ય છે આમાં બે ઉદેશક છે ભિક્ષાની વિશુદ્ધી તે તપઃ સંયમને ગુણકારી છે. ૬ મહાચાર કથા (ધર્મ અર્થ કામાધ્ય.)-ગોચરી-ભિક્ષાએ જતા મહાજન સમક્ષ સ્વાચાર નથી કહી શકાતો પણ આલયમાં ગુરુ કહે છે તેથી મહાજનને યોગ્ય એવી નાની નહિ પણ મોટી આચારની કથા ૭ વચન વિશુદ્ધિ તે કથા ૫૮. આવશ્યક પર ભદ્રબાહુ સ્વામીની નિયુકિત. (વે.નં.૧૫૨૯થી૧૫૩૭) તથા હરિભદ્રસૂરિ કૃત શિષ્યહિતા નામની ટીકા એ બંને પ્ર. ઓ. સમિતિ નં. ૧-૪; હરિભદ્રસૂરિકત આવશ્યક પર ટિપ્પણ મ.દે.લા.નં.૫૩ (વે,૧૫૩૩) પડાવશ્યક સૂત્ર પર દેવેન્દ્રસૂરિકૃત વંદાવૃત્તિ પ્ર.દે.લા.નં.૮ તે વૃત્તિને શ્રાવકાનુષ્ઠાન-વિધિ પણ કહે છે. ૫૯. દશવૈકાલિક ભદ્રબાહુ સ્વામીની નિર્યુક્તિ સહિત. લૉયમને સંશોધી ટીકાસાહિત્ય સંબંધી અનેક ચર્ચા કરી, તે 2 D M. G. ૪૬ પૃ. ૫૮૧ પ્રસિદ્ધ થયું છે. વળી ભદ્રબાહુ સ્વામિની નિયુકિત હરિભદ્રસૂરિની ટીકા સહિત શ્રી મુંબઈ ખંભાતના સંઘે શ્રી જિનઃયશસૂરી ગ્રથંમાલા નં.૧ તરીકે તેમજ હીરાલાલ હંસરાજે પ્રકટ કરેલ છે. (વે.નં ૧૪૭૫ થી ૮૦) જુઓ વેબર ઇ.એ.વ.૨૧ પૃ. ૩૩૯-૩૪૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy