SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૮ બલનામ દેવ, ૯ શિવદેવ અને, ૧૦ અનાદીત દેવના પૂર્વભવ જણાવ્યા છે. આમાં ભગવતી પેઠે બ્રાહ્મણ-શાસ્ત્રોનાં નામો આવે છે. - ૭૩. અગ્યારનું ઉપાંગ-૧૧ પુફચુલિયા (પુષ્પચૂલિકા)-આમાં પણ દશ અધ્યયન છે. તેમાં ઉપર પ્રમાણે શ્રી, હરી વગેરે ૧૦ દેવીઓની પૂર્વકરણીનો અધિકાર છે શ્રીનો પૂર્વભવ ભૂતા નામની સ્ત્રી હતો, તેની ભ. પાર્થે નિગ્નન્ય પ્રવચનમાં શ્રદ્ધા કરાવી હતી. - ૭૪. બારમું ઉપાંગ-૧૨ વન્તિ દસા-(વૃષ્ણિ દશા:)-આમાં ૧૨ અધ્યયન છે. વૃષ્ણિક વંશના બલભદ્રજીના ૧૨ પુત્રો નિષઢકુમાર આદિ નેમિનાથ પ્રભુ પાસે દિક્ષા લઇ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા હતા ને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષે જશે એનો અધિકાર છે.૫૭ ૭૫. નં. ૮ થી ૧૨ બધાં નિરયાવલિ સૂત્રો નામે ઓળખાય છે. ખરી રીતે કપ્પિયા’સૂત્રને નિરયાવલિ નામ ઘટે છે. ૭૬. એમ કહેવામાં આવે છે કે ઉપાંગ તે અંગનું અવયવ છે તે પ્રમાણે ઉક્ત ઉપાંગો અમુક અંગોના ઉપાંગ છે: જેમકે ઔપપાતિક તે આચારાંગનું, રાજપ્રશ્નીય સૂત્રકૃતાંગનું, જીવાભિગમ તે સ્થાનાંગનું, પ્રજ્ઞાપના સમવાયાંગનું, સૂર્યપ્રજ્ઞપ્તિ તે ભગવતીનું, જંબૂદીપ પ્રજ્ઞપ્તિ તે જ્ઞાતાધર્મકથાંગનું, ચંદ્રપ્રજ્ઞપ્તિ તે ઉપાસક દશાંગનું, નિરયાવલિકા શ્રુતસ્કંધગત કલ્પિકાદિ પંચ વર્ગ-પંચોપાંગ તે અંતકૃદશાંગાદિથી દૃષ્ટિવાદ પર્વતનાં એટલે કલ્પિકા તે અંતકૃત દશાંગનું, કલ્પાવતંસિકા અનુત્તરોપપાતિક દશાંગનું, પુષ્પિતા તે પ્રશ્ન વ્યાકરણનું, પુષ્પગુલિકા તે વિપાક શ્રુતનું અને વૃષ્ણિદશા તે દષ્ટિવાદનું ઉપાંગ છે. (જુઓ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ પર શાંતિચંદ્રીય ટીકા પૃ ૧-૨). આમ બાર અંગનાં બાર ઉપાંગ કેવી રીતે અરસ્પરસ સંબંધ રાખે છે તેનું સૂક્ષ્મપણે અવલોકનથી પૃથક્કરણ કરી શકાયું નથી. વિન્ટરનિટ્રઝ કહે છે કે “આ એક બીજાનો સંબંધ તદન બાહ્ય પ્રકારનો છે.” ચાર મૂલસૂત્ર ૭૭. આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન તથા પિંડનિર્યુક્તિ કે ઓઘનિર્યુક્તિ એ બે માંથી ગમે તે એકને લઇને-એમ ચાર ભૂલસૂત્ર ગણાય છે - મૂલસૂત્ર એ નામ પાડવામાં આશય અમને એ લાગે છે કે તે સર્વ સાધુઓને મૂલમાં-પહેલા પ્રથમ પઠન કરવાને યોગ્ય છે. વેબર કહે છે કે મૂલસૂત્ર નામ કેમ પડ્યું તે સમજી શકાતું નથી; નિર્યુક્તિ જેની થઈ છે તેનું મૂલ સૂત્ર બતાવવા અર્થે તે વપરાયો હોય તેમ સંભવિત છે. તેનો ક્રમ તે ઉત્તરાધ્યયન, આવશ્યક દશવૈકાલિક, પિંડનિર્યુક્તિ એમ આપે છે. ૫૭. આ બાર ઉપાંગોમાંના નં. ૭ થી ૧૨ નો સાર હિંદીમાં જ્ઞાનસુંદરજી કૃત શીધ્રબોધ ભાગ ૧૮માં આપેલો છે તે જ. આ બધાં શ્રીચંદ્રસુરિની ટીકા સહિત આ. સમિતિ નં.૩૩માં પ્રકટ થયેલ છે. વ. નં.૧૪૮૫-૮૬ જુઓ વેબરનો લેખ ઇ.એ.વૉ.૨૧ પૃ ૨૦-૨૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy