SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૬૦ થી ૭૨ ઉપાંગ આગમો નો પરિચય ૪ ૧ ૬૬. પાંચમું ઉપાંગ-૫ સૂર્યપ્રજ્ઞપ્તિ આમાં સૂર્યાદિ જ્યોતિષુ ચક્રનું વર્ણન છે. સૂર્યપ્રજ્ઞપ્તિ પર ભદ્રબાહુ સ્વામિએ નિયુક્તિ રચી હતી, પણ આ. મલયગિરિ પોતાની ટીકામાં કહે છે કે તે કાલદોષથી નષ્ટ થઈ છે તેથી હું કેવલ સૂત્રની વ્યાખ્યા કરું છું.” સૂર્યપ્રજ્ઞપ્તિમાં ૨૦ પ્રાભૃત છે : ૧ મંડલગતિ સંખ્યા, ૨ સૂર્યનો તિર્યક્ પરિભ્રમ, ૩ પ્રાકાશ્ય ક્ષેત્ર પરિણામ, ૪ પ્રકાશ સંસ્થાન, ૫ વેશ્યાપ્રતિઘાત, ૬ ઓજ:સંસ્થિતિ, ૭ સૂર્યાવાર, ૮ ઉદયસંસ્થિતિ, ૯ પૌરૂષી છાયા પ્રમાણ, ૧૦ યોગસ્વરૂપ, ૧૧ સંવત્સરોના આદિ અને અંત, ૧૨ સંવત્સરના ભેદ, ૧૩ ચંદ્રમાની વૃદ્ધિ અપવૃદ્ધિ, ૧૪ જ્યોત્ના પ્રમાણ, ૧૫ શીઘગતિનિર્ણય, ૧૬ જ્યોત્ના લક્ષણ, ૧૭ ચ્યવન ને ઉપપાત, ૧૮ ચંદ્ર, સૂર્યઆદિની ઉંચાઈ, ૧૯ તેમનું પરિણામ. ૨૦ ચંદ્રાદિનો અનુભાવ. ૬૭. છઠું ઉપાંગ- જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ-આમાં જંબૂદ્વીપનું વિસ્તારથી વર્ણન છે. ભૂગોળ વિષયક આ ગ્રંથ છે તેમાં ભારતવર્ષના વર્ણનમાં રાજા ભરતની કથાઓ ઘણો ભાગ લે છે. ૬૮. સાતમું ઉપાંગ-૭ ચંદ્ર પ્રજ્ઞપ્તિ-આમાં ચંદ્ર જ્યોતિષચક્રનું વર્ણન છે તે લગભગ સૂર્યપ્રજ્ઞપ્તિ જેવો સમાન ગ્રંથ છે. (વે) નં. ૧૪૫૭) ૬૯. નં. ૫ થી ૭ ઉપાંગો વૈજ્ઞાનિક ગ્રંથો (Scienctific Works) છે તેમાં ખગોળ, ભૂગોળ, વિશ્વવિદ્યા અને કાલના ભેદો આવે છે. (વિન્ટરનિટ્ઝ). ૭૦. આઠમું ઉપાંગ-૮ કપ્રિયા (કલ્પિકા) –નિરયાવલિકા શ્રુતસ્કંધ (નિરય એટલે નરકની આવલિ કરનારનું જેમાં વર્ણન છે તે.) આમાં મગધના રાજા શ્રેણિક (બૌદ્ધમાં બિસ્મિસાર)નું તેના પુત્ર કોણિક (અજાતશત્રુ)થી થયેલ મૃત્યુ (કે જેની વાત બૌદ્ધ ગ્રંથોમાં પણ આવે છે) વગેરે હકીકત છે. શ્રેણિકના દશ પુત્રો કાલિકુમાર આદિ, તેમના પિતામહ વૈશાલિના રાજા ચેટકની સાથે યુદ્ધમાં લડતાં મરાયા, પછી નરકમાં જઈ મોક્ષે જશે તેની હકીકત છે. ૭૧. નવમું ઉપાંગ - ૯ કણ્ડવડસિયા (કલ્પાવતંસિકા)- આમાં શ્રેણિકરાજાના દશ પૌત્રો પઘકુમાર આદિ દીક્ષા લઈ જુદા જુદા કલ્પ–દેવલોકમાં ગયા ને ત્યાંથી મોક્ષે જશે તેનું વર્ણન છે. તે દરેકનું એક એમ દશ અધ્યયન છે. ૭૨. દશમું ઉપાંગ-૧૦ પુફિયા (પુષ્પિકા)-આમાં પણ દશ અધ્યયન છે. શ્રી મહાવીર ભ.ને દશ દેવ-દેવીઓ પોતાના વિમાનમાંથી પુષ્પકમાં બેસીને વંદન કરવા આવે છે તેમના પૂર્વભવ ભ. મહાવીર ગૌતમ સ્વામિને જણાવે છે. આમાં ૧ ચંદ્ર, ૨ સૂર્યની પૂર્વકરણી, ૩ મહાશુકદેવનો પૂર્વભવ-સોમલબ્રાહ્મણ. ૪ બહુપુત્તીયા દેવીનો પૂર્વભવ-સુભદ્રા સાધ્વી, ૫ પૂર્ણભદ્ર દેવનો ભવ, ૬ માણિભદ્ર, દત્તદેવ, ૫૫. સૂર્ય પ્રજ્ઞપ્તિ-મલયગિરિની ટીકા સહિત મુદ્રિત આ૦ સમિતિ નં. ૨૪; વે૦ નં. ૧૫૫૪-૫૫. જુઓ બેબરનો લેખ છે. ઍ. વૉ. ૨૧ પૃ. ૧૪-૧૭. ૫૬. જંબૂદીપ પ્રજ્ઞપ્તિ-શાંતિચંદ્રની ટીકા સહિત મુદ્રિત દે૦ લાવ નં. પ૨ અને ૨૪ વ૦ નં. ૧૪૫૮-૫૯. જુઓ વેબરનો લેખ ઇ. એ. વ. ૨૧ પૃ. ૧૭-૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy