SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પૂરો થાય છે. હવે ઉપપાતની કર્મબંધપૂર્વકથી કર્મબંધ પ્રરૂપણા જણાવે છે. જૂદા જૂદા સ્વરૂપના જનોતાપસી, શ્રમણો, પરિવ્રાજક, આદિનાં સ્વરૂપ બતાવ્યાં છે. પછી અંબડ પરિવ્રાજકનો અધિકાર આવે છે. શ્રમણો, આજીવકો, નિcવો, આદિ બતાવી કેવલી સમુઘાત અને સિદ્ધ સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. ૬૧. બીજું ઉપાંગ- ૨ રાયપાસેણીર (રાજપ્રશ્નીય, રાજપ્રદેશીય?) રાજા પ્રદેશના સંબંધી, આમાં પ્રથમ સૂર્યાભદેવ શ્રી મહાવીરને વાંદવા જાય છે તેનું વર્ણન આવે છે, પછી સૂત્રના નામ પ્રમાણે પાર્શ્વનાથના ગણધર શ્રી કેશીનો શ્રાવસ્તી નગરીના રાજા પ્રદેશી સાથેનો સંવાદ છે. પ્રદેશી આત્મા વગેરે અનેક વાત નહિ માનનાર હતો તેને સમજાવી કેશીસ્વામીએ શ્રી મહાવીરના સિદ્ધાન્તમાં શ્રદ્ધા કરાવી હતી. આ સંવાદથી આ સૂત્ર એક સાહિત્યનો રસપ્રદ ગ્રંથ છે એમ વિન્ટરનિનું કહેવું છે. ૬૨. ત્રીજું ઉપાંગ–૩ જીવાભિગમ –જીવ (ઉપક્ષણથી અજીવ પણ)નું અભિગમ-જ્ઞાન જેમાં છે તે. આમાં જીવ, અજીવ, જંબૂદ્વીપનું ક્ષેત્ર, પર્વત વગેરેનું વિસ્તારથી વર્ણન છે. ૬૪. ચોથું ઉપાંગ-૪ પ્રજ્ઞાપના –આનું સંકલન કરનાર સુધર્માસ્વામિથી ૨૩માં આચાર્ય શ્યામાચાર્ય છે. પ્ર એટલે પ્રકર્ષપણે જ્ઞાપન એટલે જાણવું-જેમાં પદાર્થનું સ્વરૂપ પ્રકર્ષપણે યથાવસ્થિત રૂપે જાણી શકાય છે અથવા જીવાજીવ આદિ પદાર્થની પ્રજ્ઞાપના છે તે પ્રજ્ઞાપના. આમાં જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષનું પ્રરૂપણ છે અને તે એ રીતે કે આમાંના ૩૬ પદમાં ૧, ૩, ૫, ૧૦ અને ૧૩મા પદોમાં જીવ અને અજીવની, ૧૬ અને ૨૨માં મન-વચન-કાય એ યોગઆસવની, ૨૩મા પદમાં બંધની, ૩૬મા માં કેવલિ સમુદ્ધાતની વાત કરતાં સંવર, નિર્જરા અને મોક્ષ એ ત્રણની પ્રરૂપણા છે. વેશ્યા, સમાધિ, લોકસ્વરૂપ વગેરે આમાં સમજાવ્યું છે. ૬૫. આ પ્રજ્ઞાપના ૩૬ પદોમાં વિભક્ત છે : તેનાં નામ ૧ પ્રજ્ઞાપના, ૨ સ્થાન, ૩ અલ્પબદુત્વબહુવક્તવ્ય, ૪ સ્થિતિ, ૫ પર્યાય-(વિશેષ), ૬ ઉપપાતોકર્તના-(વ્યુત્ક્રાંતિ), ૭ ઉચ્છવાસ, ૮ સંજ્ઞા, ૯ યોનિ, ૧૦ ચરમ (ચરમાગરમ), ૧૧ ભાષા, ૧૨ શરીર, ૧૩ પરિણામ, ૧૪ કષાય, ૧૫ ઇંદ્રિય, ૧૬ પ્રયોગ, ૧૭ વેશ્યા, ૧૮ કાયસ્થિતિ, ૧૯ સમ્યકત્વ, ૨૦ અન્તક્રિયા, ૨૧ અવગાહના, ૨૨ ક્રિયા, ૨૩ કર્મ-પ્રકૃતિ, ૨૪ કર્મ(પ્રકૃતિ)બંધ ૨૫ કર્મવેદ, ૨૬ કર્મવેદ બંધ, ૨૭ કર્મપ્રકૃતિવેદ, ૨૮ આહાર, ૨૯ ઉપયોગ, ૩૦ પશ્યન્ત (દર્શનતા), ૩૧ સંજ્ઞા (પરિણામ) ૩૨ સંયમ (યોગ), ૩૩ જ્ઞાનપરિણામ- (અવધિ), ૩૪ પ્રવિચાર પરિણામ (પ્રવિચારણા), ૩૫ વેદના, અને ૩૬ સમુદ્ધાત. પર. રાયપાસણી સૂત્ર મલયગિરિની ટીકા સહિત આ૦ સમિતિ દ્વારા પ્રસિદ્ધ વે૦ નં. ૧૫૧૦ થી ૧૫૧૫. જુઓ. વેબરનો લેખ . એ. વ. ૨૦ પૃ. ૩૫૯-૩૭૧. ૫૩. જીવાભિગમ સૂત્ર મલયગિરિની ટીકા સહિત દેવ લાવ નં. ૫૦માં મુદ્રિત વે૦ નં. ૧૬૬૦ થી ૬૩; જુઓ વેબરનો લેખ એજન પૃ. ૩૭૧-૨, ૫૪. પ્રજ્ઞાપના સૂત્ર - મલયગિરિની ટીકા સહિત પ્રસિદ્ધ આ૦ સમિતિ નં. ૧૯,૨૦. વે૦ નં. ૧૪૯૪ થી ૧૪૯૮, જુઓ વેબર-એજન પૃ. ૩૭૨-૩૭૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy