________________
પ્રકરણ - ૬
ઉપલબ્ધ શ્રુત-સાહિત્ય
અંગ સિવાયનાં આગમો.
वंदे वीरं तपोवीरं तपसा दुस्तपेन यः । शुद्धं स्वयं विदधे स्वर्णं स्वर्णकार इवाग्निना ॥ जिनप्रवचनं नौमि नवं तेजस्विमंडलम् । यतो ज्योतींषि धावन्ति हन्तुमन्तर्गतं तमः ॥
તિલકાચાર્ય-જીતકલ્પવૃત્તિ. -જેમ સોની અગ્નિથી સુવર્ણને શુદ્ધ બનાવે છે, તેમ જેમણે દુરૂપ એવા તપ વડે પોતાના આત્માને શુદ્ધ બનાવ્યો એવા તપોવીર વીર (પ્રભુ) ને હું વંદું છું.
જ્યોતિઃ (તારા ગ્રહનક્ષત્રાદિ, જ્યોતિ) અંતર (આકાશ, હૃદય)નું તમસ્ (અંધકાર, અજ્ઞાન) હણવા દોડે છે તેવા અવનવા તેજસ્વીમંડલ કે જેમાંથી જ્યોતિ અંતર-હૃદયમાંના અંધકારને હણવા નીકળી દોડે છે તે રૂ૫ જિનપ્રવચનને નમું છું.
બાર ઉપાંગો ૬૦. પહેલું ઉપાંગ- ૧ ઔપપાતિક (ઉવવાદ) સૂત્ર ઉપપાત–જન્મ (દેવને નરકનો જન્મ, કે સિદ્ધિગમન) તેના અધિકારવાળો આ ગ્રંથ છે. આમાં ચંપાનગરી, પૂર્ણભદ્રચૈત્ય, વનખંડ, અશોકવૃક્ષ, પૃથ્વીશિલાનું વર્ણન કરી કોણિક રાજા, તેની રાણી ધારિણી, તેનો રાજપરિવાર, મહાવીર પ્રભુનાં વર્ણકો છે. કોણિક શ્રી મહાવીર ભ.ને વંદે છે. ભ. મહાવીરના શિષ્યો-સાધુઓનું વર્ણન છે, તપ-બાહ્ય અને અત્યંતર તપનું વર્ણન, મહાવીરના શ્રમણોનું, વાંદવા આવતા અસુર આદિ દેવતાઓનું, દેવીઓનું, જનો-લોકોનું, નગરી, કોણિક સેનાનું, કોણિકનું, નગરવાસીઓનું, સુભદ્રા પ્રમુખ દેવી-રાણીઓનું વર્ણન છે. પ્રભુ ધર્મકથા અર્ધમાગધીમાં કહે છે-દેશના આપે છે, સમવસરણનું વર્ણક આપી લાંબો ઉપોદ્ધાત
૫૧. ઔપપાતિક સૂત્ર અભયદેવસૂરિની ટીકા સહિત કલકત્તાના સન ૧૮૮૦માં, તેમજ આ૦ સમિતિ તરફથી પ્રસિદ્ધ થયેલ છે. પ્રો. લોયમાને ૧૮૮૩માં સંશોધિત કરી શબ્દાર્થ કોષ (Glossary) સહિત લિપઝિગમાં બહાર પાડેલ છે. વે.નં. ૧૪૨૩-૧૪૨૫. જુઓ બેબરનો લેખ ઇ. ઍ. વ. ૨૦, પૃ. ૩૬૫-૩૬૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org