SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પુત્રોનો અધિકાર છે. બીજામાં ૧૩ છે તેમાં શ્રેણિક રાજાના પુત્ર દીર્ધસેન કુમાર આદિ ગણાવેલા ૧૩ના અધિકાર છે. ત્રીજા વર્ગમાં ૧૦ અધ્યયન છે તેમાં ધન્ય, સુનક્ષત્ર ઋષિદાસ પેલક, રામપુત્ર, ચંદ્રકુમાર, પોષ્ઠીપુત્ર, પેઢાલકુમાર, પોટિલકુમાર, વહલકુમાર એ દશ કે જેઓ સવાર્થસિદ્ધ વિમાનમાં ગયા તેમનો અધિકાર છે આ બહુ નાનું સૂત્ર છે દરેકમાં પહેલી કથા લગભગ પૂર્ણ છે. બાકીનાનું એ પ્રમાણે સમજવું એમ ટુંકાવ્યું છે. ३८ ૫૭. દશમું અંગ :- ૧૦ પ્રશ્ન વ્યાકરણ દશા૪૯ – તેનો અર્થ પ્રશ્ન એટલે વિદ્યા વિશેષ, સંબંધી વ્યાકરણ એટલે પ્રતિપાદન-વિવેચન દશ અધ્યયનમાં છે તે પ્રશ્ન વ્યાકરણ દશા : એવો અર્થ પૂર્વકાલે હતો. હમણાં જે દશ અધ્યયન છે તેમાં પાંચ આસવદ્વાર(આસ્રવ એટલે જે દ્વારા કર્મો આપે છે તે દ્વાર) અને પાંચ સંવરદ્વાર (કે જેથી કર્મો આવતાં બંધ થાય છે તે) સંબંધી વિવેચન છે. પાંચ આસ્રવ તે હિંસા, મૃષા, અદત્ત (ચોરી), અબ્રહ્મ, અને પરિગ્રહ અને પાંચ સંવર તે તેના પ્રતિપક્ષી અહિંસા, સત્યવચન, અનુજ્ઞાથી દત્તનું ગ્રહણ (અસ્તેય), બ્રહ્મચર્ય અને અપરિગ્રહ છે. આ દરેકનું એક એક એમ દશ દ્વાર છે. આમાં લગભગ ૫૩ અનાર્ય જાતિનાં નામ તથા ૯ ગ્રહોનાં નામ આવે છે. ૫૮. અગ્યારમું અંગ :- ૧૧ વિપાકસૂત્ર॰ -આમાં શુભ અશુભના-પુણ્યપાપરૂપકર્મના વિપાકફળનું પ્રતિપાદન કરેલ છે. તેને કર્મવિપાકદશાઃ પણ કહેવામાં આવે છે : ઇંદ્રભૂતિ કોઈ ક્રૂર કાર્ય જોઈ ભ. મહાવીરને તે સંબંધી પૂછે છે, ને શ્રી મહાવીર ભ. પ્રસ્તુત વ્યક્તિઓના પૂર્વ ભવો કહી તે કાર્યનું સમાધાન કરે છે અને સાથે ભવિષ્યના ભવો પણ જણાવે છે. તેમાં ‘જક્ષાયતન’-યક્ષના મંદિરનો ઉલ્લેખ આવે છે. તેના પ્રથમ શ્રુતસ્કંધમાં દશ અધ્યયન છે. બીજા શ્રુતસ્કંધમાં પણ નાના નાના દશ અધ્યયન છે. પહેલામાં દશઃ- ૧. મૃગાપુત્ર, ૨. ઝિત, ૩. અભગ્નસેન, ૪. શકટ, પ. બૃહસ્પતિદત્ત, ૬. નંદિષણ, ૭. ઉમ્બરદત્ત, ૮. સોરિયદત્ત, ૯. દેવદત્તા, ૧૦. અંજૂદેવીનાં છે. બીજામાં સુબાહુ અને ભદ્રનંદી આદિનાં ટુંકા અધ્યયનો છે. ૫૯. આ પ્રમાણે ૧૧ અંગ હાલમાં વિદ્યમાન છે. (આ અંગો સંબંધી સામાન્ય વિવેચન માટે જુઓ વેબરનો લેખ ઇ. ઍ. વૉ. ૧૭ પૃ.૨૭૯-૨૯૨ અને ૩૩૯-૩૪૧. ૧૨મું દૃષ્ટિવાદ તો લુપ્ત થઇ ગયાનું અગાઉ જણાવી દીધું છે. (કે જે સંબંધમાં જુઓ ઇ. અઁ, વૉ. ૨૦. પૃ. ૧૭૦ થી ૧૮૧ વેબર.) આ અંગ (શ૨ી૨)ના અવયવો (ઉપાંગ) રૂપ ૧૨ ઉપાંગ છે. ૪૯. પ્રશ્નવ્યાકરણ - અભયદેવસૂરિની ટીકા સહિત આ૦ સમિતિ નં. ૨૬માં છપાયું છે. વે૦ નં. ૧૪૯૯૧૫૦૨. જુઓ વેબર ઇ. ઍ. વૉ. ૨૦ પૃ. ૨૩-૨૬. ૫૦. વિપાકસૂત્ર-અભયદેવસૂરિની ટીકા સહિત અંતકૃત અને અનુત્તરોપપાતિક સાથે એકત્ર આ સમિતિ દ્વારા પ્રસિદ્ધ થયું છે. જુઓ વેબરનો લેખ ઈ. ઍ. વૉ. ૨૦ પૃ. ૨૬-૨૯. {આગમો અને આગમ ઉપરના વ્યાખ્યા સાહિત્યના પરિચય માટે જુઓ નૈન સાહિત્ય ા બૃહદ્ વૃતિહાસ' ભા. ૧, ૨, ૩ પ્રા. પાર્શ્વનાથ વિદ્યાપીઠ વારાણસી જૈન આગમ મનન ગૌર મીમાસા' લે. દેવેન્દ્ર મુનિ શાસ્ત્રી } Jain Education International * For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy