SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ પારા ૫૨ થી ૫૬ અંગ-આગમનો પરિચય કરી શકે તે સર્વ, ગૃહીઓથી નજ બની શકે; આટલા માટે આ સૂત્રમાં શ્રી મહાવીર ભ.ના દશ શ્રાવકોના અધિકાર આપી તે પરથી ગૃહસ્થોએ પાળવા યોગ્ય આચારોનું વર્ણન છે. તે દશ શ્રાવકોનાં નામ આનંદ, કામદેવ, ચલણીપિતા, સુરાદેવ, કુંડકોલિક, શકડાલ, (-પુત્ર), મહાશતક, નંદનીપિતા, શાલનિપિતા, (તેતલીપિતા-શાલિક પુત્ર) એ દશ મુખ્ય ગૃહી શિષ્યોના નામ પ્રમાણે આ સૂત્ર દશ અધ્યયનમાં વહેંચવામાં આવ્યું છે. તેથી આ સૂત્રનું નામ ‘ઉપાસક દશા' પડ્યું છે. આ પરથી તે વખતે કેવાં કેવાં વિલાસી દ્રવ્યોનો ઉપયોગ થતો, કેવા કામોમાં ધનનો વ્યય થતો, કેવા પ્રકારનો પહેરવેશ તેઓ ધારણ કરતા તે વિગેરે વિષયોનું પણ જ્ઞાન થાય છે. ૫૫. આઠમું અંગઃ ૮ અંતકૃત્ દશાઃ ૪૭ -જેણે કર્મનો અથવા તેના ફલરૂપી સંસારનો અંતનાશ કરેલો છે તે ‘અંતકૃત્' કહેવાય છે. જૈનોમાં ૨૪ તીર્થંકરો થઇ ગયા છે. તેઓના વખતમાં થઇ ગયેલા ૧૦ અંતકૃત્ કેવલીનું-દૃષ્ટાંત તરીકે ગૌતમ કુમાર આદિનું કઠોર તપસ્યાપૂર્ણ જીવન તથા અંતે કર્મબંધનથી મુક્તિ વગેરે પ્રસંગોનું તથા મોક્ષગામી પ્રદ્યુમ્રાદિના અધિકારનું આમાં વર્ણન છે. ઉપાશકદશાઃમાં ગૃહસ્થોને યોગ્ય જીવન ગાળનાર આદર્શો ગૃહસ્થ માટે મૂક્યા છે, અને અંતકૃતદશા:માં સંસારત્યાગી જૈન ગણને ગૌતમ કુમાર આદિના આદર્શ પોતાના જીવન સાથે ગ્રંથિત કરવા પ્રેરે છે આ અંગના ૮ વર્ગ છે. ‘વર્ગ’ એટલે અધ્યયનનો સમૂહ-સંગ્રહ. ૧લા વર્ગમાં ૧૦ અધ્યયન ગૌતમકુમા૨ આદિના છે, બીજામાં અક્ષોભ કુમાર આદિના આઠ, ત્રીજામાં અનવયશકુમાર આદિનાં ૧૩, ચોથામાં જાલિકુમર આદિ ૧૦, પાંચમામાં પદ્માવતી આદિ સાધ્વીઓનાં ૧૦, છઠામાં માકાઇ ગાથાપતિ આદિનાં ૧૬, સાતમામાં નંદા રાણી આદિ શ્રેણિકરાજાની ૧૩ રાણીઓનાં ૧૩ અને આઠમામાં કાલી આદિ શ્રેણિકરાજાની ૧૦, રાણીઓ કે જેમણે આર્યા ચંદના પાસેથી સામાયિક આદિ ૧૧ અંગોનો અભ્યાસ કર્યો હતો તેમનાં ૧૦ અધ્યયન છે. ૫૬. નવમું અંગઃ-૯ અનુત્તરોપપાતિક દશાઃ ૪૮ અનુત્તર એટલે જેનાથી કોઇ પ્રધાન નથી એવો ઉત્તમ, ઉપપાત એટલે જન્મ જેનો છે તે ‘અનુત્તરોપપાતિક.' જૈન ધર્મગ્રંથોમાં અનુત્તર વિમાન નામના સ્વર્ગનું વર્ણન છે. આ અનુત્તર વિમાનો સર્વાર્થસિદ્ધ આદિ નામનાં પાંચ છે આ પાંચમાં જન્મ લેનાર તે અનુત્તરોપપાતિક. તે એક ભવ કરી મોક્ષે અવશ્ય જનાર છે. એટલે તેઓ એકાવતારી છે. આ સ્વર્ગ જે જે મેળવી શક્યા તે ૩૩ પુરુષોનું વિવરણ આમાં છે આમાં મૂળ દશ અધ્યયન હતાં તે જણાવવા અનુત્તરોપપાતિક ‘દશાઃ’ એ નામ અપાયેલું છે. હાલ તેમાં ૩૩ અધ્યયન છે તે ત્રણ વર્ગમાં વહેંચેલા છે. પહેલા વર્ગમાં ૨૩ અધ્યયન છે તેમાં શ્રેણિક રાજાના જાલિકુમાર આદિ ગણાવેલા ૨૩ ૪૭. અંતકૃત્ દશાસૂત્ર અભયદેવસૂરિની ટીકા સહિત કલકત્તામાં સન ૧૮૭૫માં, જૈન આત્મા. સભા. તરફથી અને આ. સમિતિ તરફથી નં. ૨૩માં પ્રગટ થયેલ છે. તેનું અંગ્રેજી ભાષાંતર L. D. Barnettનું કરેલું ઇ. સં. ૧૯૦૭માં પ્રસિદ્ધ થયું છે. વે. નં. ૧૩૮૯-૯૩. જુઓ વેબરનો લેખ ઇ. અઁ. વો.૨૦ પૃ ૧૯-૨૧. ૪૮. આ અનુત્તરોપપાતિક સૂત્રનું અંગ્રેજી ભાષાંતર L. D. Barnettથી કરાયેલું ઇ. સ. ૧૯૦૭માં અને ગૂ૦ ભાષાંતર જૈન આત્માનંદ સંભા તરફથી, પ્રસિદ્ધ થયું છે. અભયદેવસૂરિની સંસ્કૃત ટીકા સહિત આ૦ સમિતિ નં ૨૩ અને કલકત્તામાં સન ૧૮૭૫માં પ્રસિદ્ધ થયેલ છે. વે. નં. ૧૩૮૩-૮૭ જુઓ વેબર ઇ. અઁ. વો. ૨૦, પૃ. ૨૧-૨૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy