SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ તેમજ આવી અનેક હકીકતથી શ્રી મહાવીર ભ.ના જીવનકાલ પર ઘણો પ્રકાશ પડે છે. નવમા શતકમાં એક શ્રીમંત બ્રાહ્મણને ત્યાં રાખેલી દાસીઓનાં નામો જેવાં કે પલ્લવીયા, આરબી, બહાંલી, મુરંદી, પારસી તે અનાર્યજાતીની-વિદેશીય હતી એમ સૂચવે છે. હિંદની ૧૬ જાતીઓ (અંગ, વંગ, મગહ, મલય, માલવય, અચ્છ, વચ્છ, કોચ્છ, (ત્થ?), પઢ, લાઢ, વજિજ, માલિ, કોસી, કોસલ, અવાહ, સુભત્તર) જણાવી છે. ગ્રહોનાં નામ તેમજ બ્રાહ્મણોનાં શાસ્ત્રોનાં નામો ઋગ્વદાદિનો ઉલ્લેખ પણ આમાં જોવામાં આવે છે. (વેબર.) પર. છઠું અંગ :- ૬ જ્ઞાતાધર્મકથાગ –જ્ઞાત એટલે ઉદાહરણ રૂ૫, ધર્મપ્રધાન કથાનું અંગ. તેના બે શ્રુતસ્કંધ છે : પહેલામાં ૧૯ અધ્યયન છે : ૧. ઉત્સિત અ૦- તેમાં શ્રેણિકના પુત્ર મેઘકુમાની કથા છે. તેનો પૂર્વભવ હાથીનો હતો. તે હાથીએ (સસલાને બચાવવા) એક પગ ઉસ્લિપ્ત કર્યો-ઉપાડી એમને એમ રાખ્યો તે કારણે ઉત્સિત અ) ૨. સંઘાટક અO -શેઠ અને ચોરની એક બીજાના સંબંધવાળી કથા-ઉદાહરણ કથા છે. ૩. અંડક અ૦- મોરના ઇંડા સંબંધી કથા, ૪. કૂર્મ અ૦-કાચબાની કથા, ૫. શૈલક અO- શૈલક રાજર્ષની. ૬. તુમ્બ અ૦, ૭. રોહિણી અ૦ તેમાં શ્રેષ્ઠિવધૂ રોહણીની, ૮. મલ્લી અO-૧૯ મા સ્ત્રી-તીર્થકર મલ્લિનાથની. ૯. માકન્દી અO-તે નામના વણિક પુત્રની, ૧૦. ચંદ્રમાં, ૧૧. દાવદવ-તે નામનું સમુદ્ર તટ પર થતું એક વૃક્ષ, ૧૨. ઉદક-નગરની ખાળનું પાણી, ૧૩, મંડૂકનંદમણિકારનો જીવ ૧૪. તેતલી-તેતલિસુત નામના અમાત્ય, ૧૫. નંદીફ-નંદિ નામના વૃક્ષના ફળે, ૧૬. અવરકંકા-ધાતકી ખંડ ભરતક્ષેત્રની રાજધાની તેમાં દ્રૌપદી (પાંડવોની સ્ત્રી)ની કથા છે. ૧૭ આઇઆકીર્ણ-તે પ્રકારના સમુદ્રમાં રહેતા અશ્વો., ૧૮. સુસુમા તે નામની શ્રેષ્ઠદુહિતા, ૧૯. પુંડરીક-એ નામનાં ૧૯ અધ્યયનો છે. બીજો શ્રુતસ્કંધ એક અધ્યયન જેટલો પરિશિષ્ટ રૂપે છે તેમાં નાના નાના ૧૦ વર્ગ કરી કથાથી સમજાવેલા છે. પ૩. આમાં અનાર્યજાતિનાં નામોનો ઉલ્લેખ છે કેઃ “બહિં ચિલાઈયાહિં ખુન્જાહિં વાવણિ વદ્રભિ બબ્બરિ વૉસિ જોણિય પલ્હવિ ઇસિણિ થારૂગિણિ લાસિય લઊસિય દમિલિ સિંહલિ આરવિ પુલિંદી પક્કણિ બહલિ અરૂંડિ સબરિ પારસહિં' વળી ૭૨ કલાઓનો પણ ઉલ્લેખ છે, તથા અઢાર દેશી ભાષાઓ એટલો માત્ર નામોલ્લેખ છે. (વે.). ૫૪. સાતમું અંગ - ૭ ઉપાસક દશાઃ જેઓ ધર્મનું અવલંબન કરી સંસારનો પરિત્યાગ કરે છે તેઓને શ્રમણ-નિગ્રંથ, સાધુ-યતિ લેખવામાં આવે છે. પરંતુ જેઓ પોતાના આચારો સવશે સાધુઓની તુલ્ય પાળી શકે નહિ, તેઓ ગૃહસ્થો-ઉપાસકો-શ્રાવકો છે કારણ કે સંસારત્યાગીઓ જે વિધિ-અનુષ્ઠાન ૪૫. જ્ઞાતા, અભયદેવસૂરિની ટીકા સહિત પ્રસિદ્ધ આ૦ સમિતિ. નં. ૨૫ જુઓ. વેબરનો લેખ એજન પૃ. ૬૬-૭૦. ૪૬. આ ‘ઉવાસગ-દસાઉ' મળ સંશોધિત કરી તેનો અંગ્રેજી અનુવાદ ડૉ. A. E Hoernle એ કર્યો છે તે તેમની ઉપયોગી પ્રસ્તાવના અને નોંધો સહિત તેમજ અભયદેવસૂરિની ટીકા સહિત બિબ્લિઓથેકા ઇંડિકા, બંગાળ, કલકત્તા તરફથી સન ૧૮૮૫માં બહાર પડ્યો છે. અભયદેવસૂરિ ટીકા સહિત આ. સમિતિ નં. ૨૮ માં પ્રસિદ્ધ થયેલ છે. વ. નં. ૧૪૧૮-૧૪૨૧. જુઓ બેબર ઇ. એ. વી. ૨૦ પૃ. ૧૮-૧૯. Jain Education Interational • For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy