SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ પારા ૪૫ થી ૫૧ અંગ-આગમનો પરિચય ૪૮. પ્રો. વિન્ટરનિટ્સ કહે છે કે - “સ્થાનાંગમાં બૌદ્ધોના અંગુત્તર નિકાયની જેમ ૧ થી ૧૦ આંકડાના ક્રમમાં જુદા જુદા વિષયો ચર્ચવામાં આવ્યા છે. આ સંખ્યામાં વારંવાર ઉપમાઓ આવે છે ઉદાહરણમાં જેવી કે જેમ ચાર જાતની પેટી છે તેમ ચાર જાતના ગુરુ છે. જેમાં ચાર જાતનાં મત્સ્ય તેમ ચાર જાતની ભિક્ષા છે. આમાં નષ્ટ થયેલ દૃષ્ટિવાદમાં શું વિષયો હતા તેનું વર્ણન ઉપયોગી છે.” ૪૯. ચોથું અંગ - ૪ સમવાયાંગ -આ સૂત્રમાં એકથી કોડાકોડી સંખ્યા સુધી જીવાજીવના ભેદ તેમજ તેમના ગુણપર્યાયોને તેમજ અન્ય હકીકત જાણવી છે; અને તે સંખ્યાના સમુદાયને “સમવાય” એ નામ આપેલું છે. ૫૦. પાંચમું અંગઃ- ૫ વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિ -(આને હાલમાં ‘ભગવતી' સૂત્ર પણ કહેવામાં આવે છે) વ્યાખ્યા એટલે વિવિધ કથન, પ્રજ્ઞપ્તિ એટલે પ્રરૂપણા. જેમાં કોઈ રીતે અભિવિધિ વડે સર્વ શેયપદાર્થોની વ્યાપ્તિપૂર્વક, અથવા મર્યાદા વડેપરસ્પર અસંકીર્ણ- વિશાળ લક્ષણકથન પૂર્વક વિવિધ જીવાજીવાદિ ઘણા પદાર્થોના વિષયવાળાં, શ્રી મહાવીર ભગવાને ગૌતમાદિ શિષ્યો પ્રત્યે તેમના પૂછેલા પદાર્થોનાં પ્રતિપાદનો, કરેલાં છે તે વ્યાખ્યાઓ અને એ વ્યાખ્યાઓનું પ્રરૂપણ શ્રીમાનું સુધર્માસ્વામીએ જંબુસ્વામી પ્રત્યે જેમાં કરેલું છે તે ‘વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ’ આમાં ભ. શ્રી મહાવીર સ્વામીને તેમના મુખ્ય ગણધર ગૌતમસ્વામીએ પૂછેલા ૩૬૦૦૦ પ્રશ્નો અને તેના ઉત્તરો છે. પ્રશ્નોના ઉત્તરો આપી ભ. મહાવીરસ્વામીએ શિષ્યગણના સંવેદનું નિવારણ કરેલું તેનો વિસ્તૃત હેવાલ આ સૂત્રમાં છે; તેમજ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, સંબંધ અને પદાર્થોની સૂક્ષ્મ વ્યવસ્થા-જીવવિચાર આદિ અનેક બાબતોનું વિવેચન છે. ૫૧. આમાં અન્યતીર્થિકો આજીવિકાદિ, પાર્થાપત્યો (પાર્શ્વનાથ પ્રભુના અનુયાયીઓ), વગેરે સંબંધી વર્ણનને ઉલ્લેખ છે. શ્રી મહાવીર ભ.ને માટે શાલીય નિયંથિપુર (નિર્ગસ્થ પુત્ર) સંખખખા મોકુખ સમણોવાસગ, પોક્ખલિ સમણોવાસગ, ધમ્મઘોસ, સુમંગલ આદિ નામો વપરાયા છે. ઇન્દ્રભૂતિ આદિ ગણધરો, અને બીજા શિષ્યો નામે રોહ, ખંદય, કચ્ચાયન, કુરૂદત્તપુત્ત, અને તિસય, નારયપુત્ત, સામાહત્યિ આનંદ અને સુનખત્ત, માંગદિયપુરનાં નામો આવે છે. વિરોધીમાં જમાલિ, શિષ્યાભાસ તરીકે ગોશાલ સંખલિપુત્તનું વિસ્તૃત વર્ણન છે. કોણિક રાજાના એટલે ભ.મહાવીરના સમયમાં કાશીકોશલના રાજાઓ નામે નવ મલ્લકી અને નવ લિચ્છવી રાજાઓ ઉપર વર્જાિ વિદેહપુત્તે વિજય મેળવ્યો તે વાત આવે છે અને કોશાબીના રાજા ઉદયન (શતાનિકનો પુત્ર અને સહસ્સાણિયનો પૌત્ર)ની ફઈ જયંતી શ્રી મહાવીર ભ.નો ઉપદેશ સાંભળી ભિક્ષણિ થઈ તેનો ઈતિહાસ જણાવ્યો છે. આ પરથી ૪૩. સમવાયાંગ અભયદેવસૂરિની ટીકા સહિત પ્ર.આ. સમિતિ નં. ૧૫ જુઓ વેબરનો લેખ છે. એ. વૉ. ૧૮ પૃ. ૩૭૧-૩૭૮. ૪૪. વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિ કે ભગવતીસૂત્ર તેની અભયદેવસૂરિકૃત ટીકા સહિત, આ. સમિતિએ નં, ૧૨-૧૪ માં પ્રકટ કરેલ છે. તેનું ગુજરાતી ભાષાંતર પં. બહેચરદાસે કરેલ તે બે ભાગમાં શ્રી જિનાગમ પ્રકાશક સભા તરફથી પ્રકટ થયેલ છે. બાકીનું ભાષાંતર છપાય છે. વે. નં ૧૫૦૪ થી ૧૫૦૯. જુઓ બેબરનો લેખ ઇ. એ. વૉ. ૧૯ પૃ. ૬૨ થી ૬૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy