SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૧૪. ગ્રંથ પરિત્યાગ-વિવિધ પરિગ્રહનો ત્યાગ, ૧૫. આદાન (યમંતિ) એ છેલ્લાં ત્રણ, ચારિત્ર વિષે છે. ૧૬. ગાથા-માહણ (બ્રાહ્મણ), શ્રમણ, નિન્ય, ભિક્ષુ એ ચાર શબ્દની સમજૂતી. ૪૫. બીજા શ્રુતસ્કંધમાં ૭ અધ્યયન છે. ૧ પૌડરિક (the parable of a lotus)–ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી ને અજ્ઞાનવાદી કમળ-મોક્ષ લેવા સંકલ્પ કરે છે પણ સંસારથી વિરક્ત થઈ સંપૂર્ણ અંશે તેમ કરતા નથી, પણ કામભોગમાં રહી પ્રયત્ન કરે છે, તેથી કામભોગ રૂપી કાદવમાંથી નિકળી શકતા નથી. જ્યાં આરંભ પરિગ્રહની ઇચ્છા નથી–જ્યાં કામભોગને છેવટે દેહ તે અન્ય, ને હું અન્ય એમ સમજાય છે ત્યાં જ શુદ્ધ સ્વરૂપનું ભાન થવાની આશા ખરી–ત્યાંજ મોક્ષ મેળવવાની વકી ખરી. ૨. ક્રિયાસ્થાનક- ઇચ્છા ત્યાં કષાય ને ત્યાંજ સંસાર. જ્યાં તેનો અભાવ ત્યાં મોક્ષ; તો ૧૨ સંપરાય ક્રિયા (સંસારક્રિયા)નો ત્યાગ કરી “ઇર્યાવહી” અંગીકાર કરવાનો આમાં ઉપદેશ છે.; ૩. આહાર પરિજ્ઞા–શુદ્ધ એષણીય આહાર સંબંધી વર્ણન. ૪. પ્રત્યાખ્યાન પરિજ્ઞા-જ્યાં સુધી સર્વાશે ત્યાગ નથી થયો ત્યાં સુધી જે કર્મબંધ જીવે દીઠા-ઓળખ્યા-વિચાર્યા નથી તેવા કર્મબંધો લાગે છે તે વિષે. ક્રિયા કરવાનું ભાન મટી જવું જોઇએ ૫. આચારઅનાચાર શ્રત–આચાર અંગીકાર કરવા અને અનાચારનો ત્યાગ કરવો. ૬. આર્દકીય-આર્તક કુમારનો અન્ય દર્શનીઓ સાથેનો શાસ્ત્રાર્થ ૭. નાલંદીય-શ્રાવકના આચારનો અધિકાર. ૪૬. પ્રો. વિન્ટરનિટ્ઝ કહે છે કેઃ “સૂત્રકૃતાંગની રચના એકજ કર્તાની હોય એમ સંભવે છે. વધારે નિશ્ચિત એ છે કે તેના સંકલનારે જુદા જુદા પડ્યો અને વ્યાખ્યાનો એકજ વિષયનાં એક સાથે મૂક્યાં છે. તેના બીજા શ્રુતસ્કંધમાં એથી જૂદું જ છે. તે પદ્યમાં જ છે અને તેમાં પરિશિષ્ટનો અકૌશલ સંગ્રહ છે. તે પ્રથમ શ્રુતસ્કંધ સાથે જોડેલ છે કારણ કે તેના વિષયો જેવા વિષયો પર તે છે. છતાં ભારતના સંપ્રદાયોના જીવન સંબંધી જ્ઞાન મેળવવા માટે આ શ્રુતસ્કંધ ઘણો ઉપયોગી છે.” ૪૭. હવે ત્રીજું અંગ-સ્થાનાંગર -જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાલ અને આકાશ એ છ દ્રવ્યોમાં જીવ સિવાયના અન્ય અજીવ છે. આ જીવાજીવના ભેદોને તેમજ તેમના ગુણ પર્યાયોને એક સંખ્યામાંથી દશ સંખ્યા સુધીની–તેની અનુક્રમણિકાને સ્થાન આપેલું છે. તે એક સંખ્યાને એક “સ્થાન” બેને બે “સ્થાન' એમ “સ્થાન” નામ આપ્યું છે અને એ પ્રમાણે ભેદની વહેંચણી કરી છે. જીવ જ્યારે કર્મબંધનોથી મુક્ત થાય ત્યારે તેને “સિદ્ધ' જીવ કહેવામાં આવે છે. “સિદ્ધ' જીવો વળી સ્થાન-કલાના હિસાબે અવગાહન આદિ શ્રેણીમાં વિભક્ત છે. જેઓ કર્મબંધનથી મુક્ત થયા નથી તેઓ “સંસારી' કહેવાય છે. “સંસારી” જીવો ત્રણ ભાગમાં વહેંચાયેલા છેઃ ૧ સ્થાવર, ૨ સકલેન્દ્રિય ૩ વિલેન્દ્રિય. આ પ્રકારે બીજાં દ્રવ્યોના સ્વરૂપની ઓળખાણ અને વિભાગ સ્થાનાંગ સૂત્રમાં વર્ણવ્યાં છે. ૭ અધ્યયનમાં સાત નિ~વોવિરોધી ધર્મભેદોનું વર્ણન ઉપયોગી છે આખા સૂત્રના દશ અધ્યાય (કે જેને પણ “સ્થાન' નામ આપ્યું છે) છે, તેમાં પહેલામાં એક એક બોલ, બીજામાં બે બે એમ દશમામાં દશ દશ બોલ જેના જેના હોય તેની વ્યાખ્યા વિભાગ સાથે કરી છે. ૪૨ સ્થાનાંગ સૂત્ર અભયદેવસૂરિની ટીકા સહિત પ્ર. આ. સમિતિ નં.૨૧-૨૨ (વે. નં. ૧૫૫૬-૫૯). જુઓ વેબરનો લેખ ઇ. એ. વ. ૧૮ પૃ. ૧૮૨-૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy