SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ યારા ૩૯-૪૪ પ્રકરણ-૫ આચારાંગ-સૂત્ર કૃતાંગના વિષયો ૩૩ કરતાં વધુ પ્રાચીનતા દર્શાવે છે. બીજો શ્રુતસ્કંધ પહેલા શ્રુતસ્કંધ કરતાં ઘણો પાછળનો છે, અને તે તેમાં ‘ચૂલા' (એટલે પરિશિષ્ટો) મૂકી છે તે પરથી જણાય છે.' (વિન્ટરનિટ્સ). ૪૩. હવે બીજું અંગ જોઇએ : (૨) સૂત્રકૃતાંગ—આમાં જ્ઞાન તથા વિનયાદિ ગુણો અને વિવિધ ધર્માચારો વર્ણિત છે. જૈનધર્મની નિયમાવલી સાથે અન્ય ૩૬૩ કુવાદીઓ કે જે શ્રી મહાવીર ભ.ના સમયમાં અસ્તિત્વ ધરાવતા હતા તેમની નિયમાવલિની તુલના કરી છે અને છેવટે બતાવી આપ્યું છે કે અહિંસા ધર્મના મૂળ રૂપ ધર્મ એજ શ્રેષ્ઠ ધર્મ છે. સાધુઓ આ પુસ્તકના અધ્યયનથી ધર્મ પ્રત્યે દૃઢ વિશ્વાસી બને છે. એ સિવાય વિવિધ પ્રકારના મદને (જાતિમદ વગેરે ૮ પ્રકારના મદને) તિરસ્કા૨ી કાઢવામાં આવ્યા છે. વિનય એ પ્રધાન ભૂષણ છે એમ ખુલ્લી રીતે જણાવ્યું છે. આમાં બે શ્રુતસ્કંધ છે. ૪૪. પહેલા શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયન છે :- ૧. સમયાખ્ય-સ્વમત પરમતની પ્રરૂપણા છે. તેમાં પંચમહાભૂતવાદી (Materialists), આત્માદ્વૈતવાદી (Vedantis), તવ તરીવાદી (other materialists), અક્રિયાવાદી, આત્મષષ્ઠવાદી (forerunners of Vaisheshiks), પંચસ્કંધવાદી (અફલવાદી) અન્યબોધી (Baudhas & Ganayas), પૌરાણિક વિનયવાદી (followers of Goshala), પરતીર્થીના દોષદર્શન-લોકવાદ (Popular beliefs), ને જણાવી સ્વમત પ્રરૂપણા અર્થે ઉપસંહાર કરેલ છે. ૨. વૈતાલીય-હિતાહિત દર્શન છે. ૩. ઉપસર્ગ પરિજ્ઞા-શીતાદિ ઉપસર્ગ સહન કરવાં, માતા-પિતાદિ સ્નેહીના વિલાપ વગેરેથી સાધુમાર્ગથી પતિત ન થવું, ઉપસર્ગથી થતા અધ્યાત્મવિષાદનું દર્શન-તેથી ઉપસર્ગ સહન કરવા અને કુશાસ્ત્રોનાં વચનથી ચારિત્રભ્રષ્ટ ન થવું તે છે. ૪. સ્ત્રી પરિક્ષા-સ્ત્રીઓથી ન લલચાવું, સ્ત્રીના ઉપસર્ગથી ભ્રષ્ટ થયેલ સાધુ દુઃખ પામે છે. ૫. નરકવિભક્તિ-નરકનું વર્ણન, તે દુઃખથી ભય પામી સ્વધર્મ આદરવો. ૬. વીરસ્તુતિ–ભ. મહાવીરની પદ્ય સ્તુતિ છે. ૭. કુશીલ પરિભાષા-યજ્ઞયાગાદિ, સ્નાનાદિ, તપશ્ચર્યામાં જ મોક્ષ માનનારા ભટકે છે. શુદ્ધ ચારિત્ર તેથી કંઈ ઓર જ છે. સાધુ પાટીઆ માફક (ક૨વત ગમે તેમ વે૨ે તો પણ) મધ્યસ્થભાવ અંગીકાર કરી સ્વરૂપમાં રમણ કરે છે. ૮. વીર્ય બાલવીર્ય, પંડિતવીર્ય વિષે. ૯. ધર્મ. ૧૦. સમાધિ૧૧. મોક્ષમાર્ગ-એ ત્રણમાં ઇંદ્રિય વિષય ત્યાગી આત્મધર્મમાં પ્રવર્ત્તવા રૂપી ચારિત્ર વિષે છે. ૧૨. સમવસરણ–પાખંડી મતો વિષે ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી (agnostics) ને વિનયવાદીનાં દોષોનું દર્શન, સ્વમતનું દર્શન, ૧૩ યથાતથ્ય-ધર્મનું યથાતથ્ય સ્વરૂપ, પાસસ્થાદિ સાધુઓનું વર્ણન. ૪૧. સૂત્રકૃતાંગમાં પરવાદીના ૩૬૩ મત ગણ્યા છે તેમના સંગ્રહની ગાથા પ્રમાણે : ૧૮૦ ક્રિયાવાદીના, ૮૪ અક્રિયાવાદીના, ૬૭ અજ્ઞાનવાદીના અને ૩૨ વિનયવાદીના મત છે. ‘સૂત્રકૃતાંગ’ એ નામનો પં. બહેચરદાસનો લેખ પુરાતત્ત્વ પુ. ૨, પૃ. ૧૨૫ આ સૂત્રપર વિશેષ માહિતી આપે છે. સૂત્રકૃતાંગ (અને કલ્પસૂત્ર)નાં અંગ્રેજી ભાષાંતર ડૉ. યાકોબીએ કરેલાં તે તેમની વિદ્વન્માન્ય પ્રસ્તાવના સહિત Sacred Books of the East વૉ. ૪૫માં પ્રકટ થયાં છે. સૂત્રકૃતાંગ શીલાંકાચાર્યની સંસ્કૃત ટીકા સહિત પ્ર. આ. સમિતિ નં. ૧૮માં અને બીજી કેટલીક ટીકા સહિત આગમસંગ્રહ વોં. ૨ મુંબઇમાં ભીમશી માણેક તરફથી પ્રકટ થયેલ છે. વે૦ ૧૫૪૬-૧૫૬૩ જુઓ વેબરનો લેખ ઇ. ૐ. વાઁ. ૧૭ પૃ. ૩૪૪-૩૪૫ અને વૉ. ૧૮ પૃ. ૧૮૧-૨, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy