SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ જે સર્વને સર્વરૂપે સાક્ષાતુ જાણે છે, તે એકને પણ સ્વપર પર્યાય ભેદ થકી ભિન્ન રૂપે યથાર્થ જાણે છે. આ જ્ઞાનાદિક આસેવન વિધિનો પ્રતિપાદક ગ્રંથ છે. ૪૦. આચારાંગમાં બે મુખ્ય વિભાગ છે કે જેને ‘શ્રુતસ્કંધ' કહે છે. તેમાંના પહેલામાં ૯ અધ્યયન છે: ૧. શસ્ત્ર પરિજ્ઞા- તેમાં દરેક યોનિમાંથી જીવ આવેલ છે, અને તેથી દરેક જીવ તેના સગા છે તો દરેકને સ્વ-આત્મા સમાન ગણવા ઉપદેશ કરેલ છે. વૈરભાવ રાખીશ તો દુઃખ પામીશ ને આત્માભાવથી અનંત સુખ પામીશ એમ પૂર્વભવની શ્રદ્ધા કરાવી જણાવ્યું છે કે પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય એ “છ કાય' જીવોની હિંસા કરવી તે કર્મબંધ હેતુ છે, ૨, લોકવિજય-માતાદિ લૌકિક સંબંધ પર વિજય મેળવી અરતિ-ભોગ-માનાદિ ત્યાગ કરી સંયમમાં લીન થવાનો અધિકાર છે. ૩. શીતોષ્ણીય ટાઢ તાપાદિ પરિષહ અગ્લાનપણે કષાય છાંડી આત્માને ભાવી સહન કરવા, ૪. સમ્યક્ત-સન્માર્ગમાં દઢ શ્રદ્ધાપૂર્વક પ્રવર્તન, ૫. લોકસાર લોકમાં સાર ખેંચનાર એવા સત્યમુનિનું સ્વરુપ, ૬. ધૂત-કર્મથી મુક્ત કેમ થવું તેના ઉપાય-મુનિએ નિઃસંગ અને અપ્રતિબદ્ધ થવું એ મુખ્યતાએ છે, ૭. મહાપરિજ્ઞા–સંયમ પાળતા સાધુને કદાચિત્ પરિષહો ઉપજે તો સમ્યક રીતે શાંતિથી સહન કરવા એ મુખ્ય વાત તેમાં હતી. આ અધ્યયન વિચ્છિન્ન થયું છે. તેમાંથી બીજો શ્રુતસ્કંધ રચાયો કહેવાય છે, ૮. મોક્ષ-કર્મથી મુક્ત થવું–સ્વરુપપ્રાપ્ત થવું. મરણવિધિ, ૯. ઉપધાનઉપરના આઠ અધ્યયનમાં જે અર્થ છે તે મહાવીર પ્રભુએ આદર્યો છે એમ જણાવી સમસ્ત સાધુઓને સંયમમાં ઉત્સાહિત કર્યા છે. આમાં શ્રી મહાવીરના વર્તનનો આદર્શ બતાવ્યો છે. ૪૧. બીજો શ્રુતસ્કંધ આચારાગ્ન છે, આચારાંગનો વધારી છે. તેમાં મુનિઓના નિયમોથી બદ્ધ એવાં ૧૬ અધ્યયન છે :- ૧. પિડેષણા–પિંડ એટલે આહાર મુનિએ કેવો ઈચ્છવો તે સંબંધીના, તેમજ તે કેવા સ્થાને-સમયે અને વિધિએ લેવો ન લેવો વગેરેના નિયમો છે. ૨. શય્યા-સૂવા સંબંધી, ૩. ઈર્યા-ચાલવા સંબંધી, ૪. ભાષા, ૫. વસ્ત્ર, ૬, પાત્ર, ૭. અવગ્રહ પ્રતિમા–રહેવાનાં મકાન, ૮. સ્થાન-ઉભા રહેવાના સ્થળ, ૯. નિશીથિકા- અભ્યાસ સ્થળ, ૧૦. ઉચ્ચારપ્રશ્રવણ-સ્થડિલ એટલે મલોત્સર્ગ માટેનાં સ્થલ-સંબંધી મુનિને માટે નિયમો છે. ૧૧. શબ્દ–મુનિએ શબ્દમાં મોહિત ન થવું, ૧૨. રૂપરૂપ જોઈને મોહિત ન થવું, ૧૩. પરક્રિયા-બીજાની ક્રિયામાં મુનિએ કેમ વર્તવું, ૧૪. અન્યોઅન્ય ક્રિયા-મુનિઓએ અરસ્પરસ થતી ક્રિયામાં કેવી રીતે વર્તવું, ૧૫. ભાવના-શ્રી મહાવીરનું ચરિત્ર તથા પાંચ મહાવ્રતોની ભાવનાઓ. ૧૬. વિમુક્તિ-હિતોપદેશ–હિતશિક્ષાનાં કાવ્યો. ૪૨. “આચારાંગમાં પ્રથમ શ્રુતસ્કંધ જૂનામાં જૂનો છે ને તેમાં પહેલું અધ્યયન તો બીજા અધ્યયન ૪૦. (૪૮ પૃ. પરની ફુટનોટ) આચારાંગસૂત્ર (વે. નં. ૧૩૯૪-૯૬) તે પર ભદ્રબાહુ સ્વામિની નિર્યુક્તિ તથા શીલાંકાચાર્યની ટીકા સહિત આ૦ સમિતિ તરફથી પ્રકટ થયેલ છે. ડો. યાકોબીના અંગ્રેજી ભાષાંતર સેબુ. ઇસ્ટમાં વૉ. ૨૨માં પ્રકટ થયેલ છે. તેનો પ્રથમ શ્રતઅંધ પ્રો. શુબ્રિગે લિપૂઝિગમાં સન ૧૯૧૦માં સંશોધિત કરી પ્રકટ કરેલ છે. ને તે જૈન સાહિત્ય સંશોધક સમિતિએ પ્રકટ કરેલ છે. આચારાંગનું ગુજરાતી ભાષાંતર પહેલાં પ્રથમ પ્રો. રવજી દેવરાજ તથા બીજાઓએ કરીને છપાવ્યું. જુઓ બેબરનો લેખ ઇ. એ. વૉ. ૧૭ પૃ. ૩૪૧-૩૪૪ અને વ. ૧૮ પૃ. ૧૮૧-૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy