________________
પ્રકરણ - ૫
ઉપલબ્ધ શ્રુત-સાહિત્ય
અગિયાર અંગો श्री जंबू-प्रभवः प्रभुर्गतभवः शय्यंभवः श्री यशोभद्राख्यः श्रुतकेवली च चरमः श्री भद्रबाहु गुरुः । शीलस्वर्णकषोपल: सुविमलः श्री स्थूलभद्रः प्रभुः, सर्वेऽप्यार्यमहागिरिप्रभृतयः कुर्वन्तु वो मंगलम्॥ श्यामार्या-र्यसमुद्र-मंगु-समिता: श्री भद्रगुप्तादयः, श्रीमान् सिंहगिरिस्तथा धनगिरिः स्वामी च वैराभिधः । श्री वैरो मुनिरार्यरक्षितगुरुः पुष्पो गुरुः स्कन्दिलः, श्री देवर्द्धिपुर:सराः श्रुतधारा कुर्वन्तु वो मंगलम् ॥
- ધર્મસૂરિ-મંગલાષ્ટક પી. ૫, ૧૩૯. -શ્રી જંબૂસ્વામી, (તેમના શિષ્ય) પ્રભવસ્વામી, (તેમના શિષ્ય) ભવ જેણે ગાળી નાખ્યો છે એવા શäભવ, (દશવૈકાલિક સૂત્ર કર્તા) સૂરિ, (તેમના શિષ્ય) યશોભદ્ર, (તેમના શિષ્ય) ચરમ શ્રત કેવલી ભદ્રબાહુ ગુરુ, (તેમના શિક્ષા શિષ્ય) શીલરૂપી સુર્વણની કસોટી રૂપ સુવિમલ એવા પ્રભુ સ્થૂલભદ્ર, (તેમના શિષ્ય) આર્ય મહાગિરિ અમારૂં મંગલ કરો.
શ્યામાર્ય, (પ્રજ્ઞાપના સૂત્ર કર્તા), આર્ય સમુદ્ર, આર્ય મંગુ સર્વ, ભદ્રગુપ્તાદિ, સિંહગિરિ, ધનગિરિ, શ્રી વૈર (વજ) સ્વામી, વજ મુનિ, આર્ય રક્ષિત (અનુયોગ દ્વાર કર્તા), પુષ્પ (દુર્બલિકા પુષ્પ), ગુરુ સ્કદિલ (મથુરાવાચના વાળા) અને દેવદ્ધિ ગણિ (વલભીવાચના વાળા) એ પુર:સર શ્રતધરોશ્રુતજ્ઞાનીઓ અમારૂં મંગલ કરો. (આ બધા માટે પટ્ટાવલી જુઓ).
૩૯. પહેલાં પ્રથમ આપણે ઉપલબ્ધ ૧૧ અંગો જોઇએ :
(૧) આચારાંગ- જૈન સાધુઓએ કેવી રીતે પોતાના આચારનું પાલન કરવું તે વિષે આમાં વર્ણન છે. જૈનો કહે છે કે જે જ્ઞાન કોઈ કાર્યમાં પરિણત ન થાય તે જ્ઞાન વૃથા છે, તે માટે જૈન સાધુઓએ અહિંસા વ્રતના પાલનનો ઉપદેશ આપતાં પહેલાં કેટલા પ્રકારના જીવો છે તે સર્વ જાણવું જોઇએ. આ જ્ઞાન સહિત પ્રાણીહિંસાનો નિષેધ કરવામાં આવ્યો છે. આચારાંગમાં કહ્યું છે કે “જે એકને જાણે છે તે સર્વને જાણે છેઃ જે સર્વ ને જાણે છે, તે એકને જાણે છે', -અર્થાત્ જે એક વસ્તુને તેના સર્વ પર્યાય (ફેરફાર) થકી જાણે છે, તે નિશ્ચયે સર્વને જાણે છે, કેમકે સર્વ જ્ઞાન વિના વિવક્ષિત એવી એક વસ્તુને, સ્વપર પર્યાય ભેદ થકી ભિન્ન કરીને તેનાં સર્વ રૂપોમાં સમજવી એ અશક્ય છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org