SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૩૪-૩૭ ઉત્કાલિક-કાલિક વગેરે શ્રુત સાહિત્ય ૨૯ (અરૂણ નામના દેવ સંબંધીના ગ્રંથનું પરાવર્તન થતાં તે દેવના ઉપપાતનું કારણ થાય છે. તે. ચૂર્ણિકાર કહે છે. કે “જ્યારે તે અધ્યયન પૂરું કરી શ્રમણ ભગવાન તેનું પરાવર્તન કરે છે ત્યારે આ અરૂણદેવ ભગવાન પાસે આવે છે, કુસુમવૃષ્ટિ કરે છે; અંતર્પિત રહી ઉભો ઉભો દેશના સાંભળે છે. દેશના સમાપ્ત થતાં તે કહે છે કે “સુસ્વાધ્યાયિત સુસ્વાધ્યાયિત ઇતિ વરં વૃણુ’–બરાબર સ્વાધ્યાય કર્યો, વર માગો, નિઃસ્પૃહ શ્રમણ ભગવાનું કહે છે “ન મે વરેણાર્થ-મારે વરનો અર્થ નથી-પ્રયોજન નથી. ત્યારે અરુણદેવ પ્રદક્ષિણા દઈ વંદન કરી નમસ્કાર કરી પાછો જાય છે). એ પ્રમાણેઃ ૧૬ થી ૨૨માં સમજવું એટલે, ૧૭. વરુણોપપાત, ૧૮. ગોરૂડોપપાત, ૧૯. ધરણોપપાત, ર૦. વૈશ્રમણોપપાત, ૨૧. વેલંધરોપપાત, અને ૨૨. દેવેન્દ્રોપપાત. ૨૩. ઉત્થાનથુત, ૨૪. સમુત્થાનકૃત ૨૫. નાગપરિજ્ઞા (નાગકુમારોની પરિજ્ઞા જેમાં છે તે), ૨૬. નિરયાવલિકા (નરકવાસી આદિનું જેમાં વર્ણન છે તે), ૨૭. કલ્પિકા-(સૌધર્મ આદિ કલ્પનું જેમાં વર્ણન છે તે), ૨૮. કલ્પાવતંસિકા (તે કલ્પના કલ્પ વિમાનોનું વર્ણન જેમાં છે.), ૨૯. પુષ્મિતા (જેમાં ગૃહવાસની આકુલતાનો ત્યાગ કરી પ્રાણી સંયમ ભાવથી પુષ્મિત-સુખી થાય છે યા તો સંયમ ભાવના પરિત્યાગથી દુખની પ્રાપ્તિ કરી આકુલ બની ફરી સંયમભાવ ગ્રહણ કરી પુષ્પિત-સુખી થાય છે તે જણાવેલું છે.), ૩૦. પુષ્પચૂડા (તે વાત જેમાં વિશેષ અર્થથી સમજાવી છે તે). ૩૧. વૃષ્ણિદશા-(અંધ વૃષ્ણિ નામના રાજા સંબંધી દશ અધ્યયનમાં જેમાં વર્ણન છે તે) વગેરે પ્રકીર્ણકો-નંદી-સૂત્ર ૪૩ પૃ. ૨૦૦ મલયે ટીકા પૃ. ૨૦૬-૨૦૮ હરિ૦ ટીકા પૃ. ૯૩-૯૫. ૩૬. આ ઉપરાંત પાક્ષિક સૂત્રમાં નીચેનાં મળે છે: (૩ર-૩૬) ૩ર આસીવિષ ભાવના (આસીવિષ એટલે સર્પ-તેના બે પ્રકાર, જાતિથી અને કર્મથી. જાતિથી સર્પ તે વીંછી, દેડકાં, સર્પ અને મનુષ્ય જાતી, કે જેનો ક્રમ જેમ જેમ વધારે વિષવાળા તેમ છે, ને કર્મથી સર્પો તે પચેંદ્રિય તિર્યંચ, તેનું વર્ણન), ૩૩. દૃષ્ટિવિષભાવના, ૩૪. ચારણભાવના (અતિશય બહુ ગમન આગમન સ્વરૂપવાળું જેનું ચરણ છે તેને ચારણ કહે છે એટલે કે અતિશયવાળા ગમનાગમનની લબ્ધિવાળા સાધુઓ-તે બે પ્રકારનાં છે. વિદ્યાચારણ અને જંઘાચારણ- તેનું વર્ણન જેમાં છે તે), ૩૫. મહા સ્વપ્ર ભાવના (મહા સ્વપ્નો સંબંધી જેમાં વર્ણન છે તે) અને ૩૬ તેજસ નિસર્ગી (તેજસનો નિસર્ગ જેમાં વર્ણવ્યો છે તે). [પાક્ષિક સૂત્ર પૃ. ૬૬ થી ૬૯]. ૩૭. ઉપર ગણાવ્યા પ્રમાણે ૧૨ અંગ, ૧ આવશ્યક સૂત્ર, ઉત્કાલિક આવશ્યક વ્યતિરિક્ત સૂત્ર ૩૨ ગણાવ્યાં છે, અને ૩૬ કાલિક આવશ્યક વ્યતિરિક્ત સૂત્ર એટલે કુલ ૮૧ નામવાર થયાં. (તેમાં દષ્ટિવાદનાં ‘પૂર્વો નષ્ટ થતાં ગયાં ને સંપૂર્ણ રીતે વીરાત્ ૧000માં નષ્ટ થયાં-વિચ્છિન્ન થયાં.) અત્યારે તે સિવાયનાં ઉક્ત ૮૦ માંથી કેટલાંક ઉપલબ્ધ નથી વીરાતુ ૯૮૦ માં તે બધાં હશે. પછી પણ ધીમે ધીમે સ્મૃતિભ્રંશથી તે વખતમાં લેખિત પુસ્તકો આજ સુધી રહી ન શકે તેથી, તેમજ વચમાં અનેક ધર્મોએ-અન્ય ધર્મી રાજાઓ અને આચાર્યોએ જૈનધર્મ પર કરેલ આક્રમણથી તેમજ દુકોળોથી ઘણાં આગમો ને પુસ્તકો લય પામ્યાં. આગમો પૈકી જે કંઈ અવશિષ્ટ રહ્યાં છે તે ત્રુટક છે અને તેની સંખ્યા ૪૫ ગણાય છે કે જે શ્વેતાંબર મૂર્તિપૂજકો “વીરવાણી' તરીકે સ્વીકારે છે; વળી તેઓ તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy