SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ઘટે છે. આમ મંડલે મંડલે જુદી જુદી પૌરૂષી થતી જે અધ્યયનમાં વર્ણવી છે તે અધ્યયનનું નામ પૌરૂષીમંડલ.). ૧૮. મંડલપ્રવેશ (જેમાં ચંદ્ર અને સૂર્યના દક્ષિણ અને ઉત્તરનાં મંડલોમાં સંચરતાં એક મંડલથી બીજા મંડલમાં પ્રવેશ થાય છે તે પ્રકારનું વર્ણન છે તે), ૧૯. વિદ્યાચરણવિનિશ્ચય (વિદ્યા એટલે જ્ઞાન અને ચરણ એટલે ચારિત્ર તેમનાં ફલવિનિશ્ચયનો પ્રતિપાદક ગ્રંથ), ૨૦. ગણિવિદ્યા (ગણિ-આચાર્યનું જ્ઞાન, જ્યોતિષ્ક નિમિત્તાદિ પરિજ્ઞાનરૂપ, એ જ્ઞાનથી અમુક ક્રિયા અમુક વખતે કરવાની હોય તે કરવામાં આવે છે.), ૨૧. ધ્યાનવિભક્તિ (ધ્યાનના આર્તધ્યાનાદિ ભેદ), ૨૨. મરણવિભક્તિ (મરણના ભેદ), ૨૩. આત્મવિશુદ્ધિ (કર્મને આલોચન, પ્રાયશ્ચિત્ત આદિથી દૂર કરી શુદ્ધિ કરવી તે), ૨૪. વીતરાગધ્રુત (રાગ કાઢી વીતરાગ સ્વરૂપનું જેમાં પ્રતિપાદન છે તે), ૨૫. સંખનાશ્રુત દ્રવ્ય અને ભાવ સંલેખનાનું પ્રતિપાદન કરનાર અધ્યયન. આમાં ઉત્સર્ગથી દ્રવ્ય-સંલેખના, અને ક્રોધાદિ કષાયના પ્રતિપક્ષ-નમ્રતાદિના અભ્યાસ રૂપી ભાવ-સંલેખના બતાવી છે), ૨૬. વિહારકલ્પ (વિહાર-વિહરણ-વર્તનનો કલ્પ એટલે વ્યવસ્થા, સ્થવિર-કલ્પાદિની જેમાં વ્યવસ્થા છે તે), ૨૭. ચરણવિધિ (ચરણ-વ્રતાદિ ચારિત્રની જેમાં વિધિ છે તે), ૨૮. આતુર-પ્રત્યાખ્યાન (આતુર એટલે ક્રિયાતીત ક્રિયાથી હીન થયેલો ગ્લાન તેનું પ્રત્યાખ્યાન), ૨૯. મહાપ્રત્યાખ્યાન (મોટું પ્રત્યાખ્યાન આપવાની વિધિ જેમા છે તે). નંદીસૂત્ર ૪૯ પૃ.૨૦૨. જુઓ મલય૦ ટીકા પૃ.૨૦૩-૨૦૬. હરીભદ્ર ટીકા પૃ. ૯૦-૯૨ અન્યત્ર કે અન્ય પ્રતમાં નિરયવિસોહી, મરણવિસોહી અને આયવિભત્તિ (નરક વિશુદ્ધિ, મરણ વિશુદ્ધિ, અને આત્મવિભક્તિ, એ ત્રણ વધુ છે એટલે કુલ ૩૨ થાય છે. ૩૫. આવશ્યક વ્યતિરિક્ત ઉત્કાલિક શ્રુત અનેક પ્રકારનું છે. જેમકે : | (૧-૩૧) ૧. ઉત્તરાધ્યયન (ઉત્તર એટલે પ્રધાન અધ્યયનો જેમાં છે તે ટીકાકાર મલયગિરિ કહે છે કે બધાં અધ્યયનો પ્રધાન છે પણ રૂઢિથી આ ગ્રંથનાં અધ્યયનોને ઉત્તરાધ્યયન કહેવામાં આવે છે), ૨. દશા (દશ અધ્યયનવાળું તે દશાઃ- દશાશ્રુતસ્કંધ અને તેમાં સાધુનાં આચાર જેવાં કે સ્થવિરકલ્પાદિ કલ્પ-આચાર છે તે), ૩. કલ્પ (બૃહત્કલ્પ), ૪ વ્યવહાર (પ્રાયશ્ચિત્ત જેમાં કરવામાં આવે છે એવા વ્યવહારનો ગ્રંથ), ૫. નિશીથ (નિશિથ એટલે મધ્યરાત્રિ તેનાં જેવું રહસ્યવાળું), તેથી ગ્રંથાર્થમાં મોટું તે, ૬. મહાનિશીથ, ૭. ઋષિભાષિતાનિ (ઋષિઓ એટલે પ્રત્યેકબુદ્ધ સાધુઓ આમાં નેમિનાથ તીર્થવર્તી નારદાદિ વીશ, પાર્શ્વનાથ તીર્થવર્તી ૧૫ અને વર્ધમાન સ્વામિ તીર્થવર્તી ૧૦ ગ્રહણ કરવાનાં છે. તેઓએ ભાષિત એવા ૪૫ અધ્યયનો શ્રવણાદિ અધિકારવાળા છે તે), ૮. જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ (જંબૂઢીપાદિના સ્વરૂપનું પ્રજ્ઞાપન જે ગ્રંથ પદ્ધતિમાં છે તે), ૯. દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ (દ્વીપસાગરોનું પ્રજ્ઞાપન જેમાં છે તે), ૧૦. ચંદ્રપ્રજ્ઞપ્તિ (ચંદ્રના ચાર-ગમનના વિચારનો પ્રતિપાદક ગ્રંથ), ૧૧. ક્ષુલ્લક વિમાનપ્રવિભક્તિ (આવલિકામાં પ્રવિષ્ટ થયેલ તેમજ બીજા વિમાનોના ભેદો જેમાં છે તે-તેમાં નાનો ગ્રંથ તે ક્ષુલ્લક વિમાન પ્રવિભક્તિ, અને મોટો તે ૧૨. મહાવિમાન પ્રવિભક્તિ, ૧૩. અંગ ચૂલિકા (આચાર આદિની ચૂલિકા. ઉક્ત અનૂક્ત અર્થનો જેમાં સંગ્રહ હોય છે. તેવી ગ્રન્થપદ્ધતિને “ચૂલિકા' કહેવામાં આવે છે), ૧૪. વર્ગચૂલિકા (વર્ગ એટલે અધ્યયનનો સમૂહ જેમકે અંતકૃન્દશાના આઠ વર્ગ છે; તેની ચૂલિકા), ૧૫. વિવાહ ચૂલિકા (વ્યાખ્યા-ભગવતીની ચૂલિકા), ૧૬. અરૂણોપપાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy