SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૩૩-૩૪ નંદિ સૂત્રમાં નોંધાયેલ श्रुत સાહિત્ય ૨૭ સૂત્ર ૪૦, પૃ.૧૯૨માં આગાઉ પારા ૨૦માં જણાવ્યા પ્રમાણે આપ્યાં છે. આ ‘અંગ પ્રવિષ્ટ' કહેવાય છે. તે ગણધર કૃત છે. વળી જુઓ પાક્ષિકસૂત્ર સટીક પૃ. ૭૦ થી ૭૧. ૨. ‘અંગબાહ્ય કે અનંગ પ્રવિષ્ટ'-(એટલે ઉક્ત બાર અંગની બહારનાં-સિવાયનાં સ્થવિકૃત છે) તેના બે ભેદ કરેલ છે. આવશ્યક અને આવશ્યક વ્યતિરિક્ત, આવશ્યક (એટલે નિત્યકર્મ તે) છ પ્રકારનાં છે :- સામાયિક, ચતુર્વિંશતિસ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. આ છ નું સ્વરૂપ દાખવતા સૂત્રને ૧. આવશ્યકસૂત્ર કહેવામાં આવે છે. આવશ્યક સિવાયનાં તે આવશ્યક વ્યતિરિક્ત. તેના બે પ્રાક૨ : કાલિક અને ઉત્કાલિક (અમુક કાલે-એટલે જે રાત્રિ અને દિવસની પ્રથમ અને છેલ્લી પૌરૂષીમાં ભણાય તે કાલિક, ને ગમે તે કાલે-સર્વ કાળે પઢવામાં આવે થે ઉત્કાલિક.) ૩૪. ઉત્કાલિક અનેક પ્રકારના છે જેવાં કે:- [જુઓ નંદીનું સૂત્ર ૪૩ પૃ. ૨૦૨]. (૧-૩૨)૧ દશવૈકાલિક જુઓ ૨૫મો પારા, ૨ કલ્પ્યાકલ્પ્ય (કલ્પ્ય અને અકલ્પ્યનું પ્રતિપાદક). વળી સ્થવિરાદિ કલ્પનું પ્રતિપાદક તે કલ્પશ્રુત. તેમાં બે પ્રકાર. અલ્પ ગ્રંથ-અલ્પાર્થ અને મહાગ્રંથમહાર્થ:-૩ ક્ષુલ્લક કલ્પ (નાનો કલ્પ)અને ૪ મહાકલ્પ (મોટો કલ્પ) ૫ ઔપપાતિક (ઉવવાઇ), ૬ રાજપ્રશ્નીય (રાયપસેણિય); ૭ જીવાભિગમ, ૮ પ્રજ્ઞાપના (જેમાં જીવાદિનું પ્રજ્ઞાપન કરવામાં આવ્યું છે.)-(અને તેનો મોટો ગ્રંથ તે) ૯ મહા પ્રજ્ઞાપના. ૧૦ પ્રમાદાપ્રમાદ (પ્રમાદ અને અપ્રમાદનું સ્પરૂપ પ્રતિપાદક), ૧૧ નંદી, ૧૨ અનુયોગદ્વાર, ૧૩ દેવેન્દ્રસ્તવ, ૧૪ તંદૂલવેયાલિય-તંદૂલ વૈચારિક, ૧૫ ચંદ્રાવેધ્યક,(ચંદાવિજ્ઞય), ૧૬ સૂર્યપ્રજ્ઞપ્તિ (સૂર્યની ચર્ચાનું જેમાં પ્રજ્ઞાપન છે તે), ૧૭ પૌરુષિમંડલ (પુરુષ એટલે શંકુ-પુરુષશરીર-મનુષ્યની પૂરેપૂરી ઉંચાઇ તેમાંથી નિપજતી તે પૌરુષી-અર્થાત્ સર્વ વસ્તુની સ્વપ્રમાણ છાયા થાય છે ત્યારે પૌરુષી થાય છે. એવું પૌરુષી પ્રમાણ ઉત્તરાયણને અંતે અને દક્ષિણાયનની આદિમાં એક દિવસ થાય છે. ત્યારથી આઠ અંગુલનો સાઠમો ભાગ દક્ષિણાયને વધે છે ને ઉત્તરાયણે ૩૯. આ ઉત્કાલિક આવશ્યક વ્યતિરિક્ત સૂત્રનાં નામ પાક્ષિકસૂત્રમાં પૃ. ૬૧માં આપેલ છે. તે દરેકમાં શું આવે છે તે સંબંધી તે સૂત્ર પર સં.૧૧૮૦ માં વૃત્તિ રચનાર યશોદેવસૂરિએ શ્રી મલયગિરિ કરતાં કઇક વિશેષતા આપી છે તે અત્ર જણાવી છેઃ ૫મું ઔપપાતિક-ઉપપાત એટલે દેવના૨ક જન્મ અને સિદ્ધિગમન તેના અંધિકારવાળું અધ્યયન તે ઉપાંગ છે. આચારંગના પ્રથમ અધ્યયન નામે શસ્ત્રપરિજ્ઞાના પહેલા ઉદેશકમાં એવું સૂત્ર છે કે : “વમેìર્સિ નો સન્ના મવરૂ, અસ્થિ या उवाइए, नत्थि वा मे आया उववाइए । के वा अहं आसी, के वा इहच्चुए पिच्चा भविस्सामि' ते સૂત્ર કે જેમાં ઔપપાતિકપણું નિર્દિષ્ટ છે તેનો અહિં પ્રપંચથી અર્થ કરી તે અંગના સમીપ ભાવે આચારાંગનું ઉપાંગ છે. ૬ઠું રાજપ્રશ્નીયપ્રદેશી નામના રાજાના પ્રશ્નો તેના ઉપલક્ષણથી અધિકારવાળું અધ્યયન તે સૂત્રકૃતાંગનું ઉપાંગ છે. ૭મું જીવાભિગમજીવોના ઉપલક્ષણથી અજીવોનું જેમાં જ્ઞાન છે તે. તે સ્થાનાંગનું ઉપાંગ છે. ૧૧મું નંદી-જે ભવ્યપ્રાણીઓને નંદે-આનંદે છે. તેમાં પાંચ પ્રકારના જ્ઞાનનું સ્વરૂપ પ્રતિપાદન કરેલ છે. ૧૨મું અનુયોગદ્વાર-અનુયોગ એટલે વ્યાખ્યાન તેનાં ઉપક્રમાદિ ચાર દ્વારા જેમાં કહ્યાં છે તે. ૧૩મું દેવન્દ્રસ્તવ-ચમર વૈરોચન આદિનું સ્તવન, ભવનમાં રહેલ દેવ આદિનું સ્વરૂપાદિ વર્ણન જેમાં છે તે. ૧૪ તંદૂલ વૈચારિક-સો વર્ષના આયુષ્યવાળા પુરુષને પ્રતિદિન ભોગવે તેટલા તંદુલની સંખ્યા વિચારીને લક્ષમાં રાખી કરેલ ગ્રંથ વિશેષ. ૧૫ ચંદ્રાવેધ્યક-અહીં ચંદ્ર એચલે યંત્રપુત્રિકાના આંખમાં રાખેલ ગોળો લેવાનો છે. તેને આ એટલે મર્યાદાથી વિંધવામાં આવે છે તે આવેધ્ય તેનું વર્ણન જેમાં છે તે-રાધાવેધનું વર્ણન જેમાં છે તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy