________________
પ્રકરણ - ૪.
શ્રુત સાહિત્ય
[વીરાત્ ૯૮૦ માં રચાયેલા નંદીસૂત્રમાં નોંધાયેલું ] नमोत्थु ते सिद्ध बुद्ध मुत्त नीरय निस्संग माणमुरण गुणरयणसागरमणन्तमप्पमेय । नमोत्थु ते महइ महावीर वद्धमाण सामिस्स नमोत्थु ते भावओ तिकट्ट ॥ - पाक्षिकसूत्रं. पृ. ५८
–સિદ્ધ (કૃતાર્થ), બુદ્ધ મુક્ત નિરજ (રજહીન-કર્મરહિત), નિઃસંગ, માનને દળી નાંખનાર, ગુણરતના સાગર, તથા અનંત, અપ્રમેય, એવા તને નમસ્કાર હો ! મહત્-મોક્ષમાં જનાર એવા આપ મહાવીર વર્ધમાન સ્વામીને નમસ્કાર હો ! તું ભગવાનને ત્રણ વાર નમસ્કાર હો !
नमो तेसिं खमासमणाणं जेहिं इमं वाइयं दुवालसंगं गणिपिडगं भगवन्तं । नमो तेसिं खमासमणाणं जेहिं इमं वाइयं छव्विहमावस्सयं भगवन्तं । नमो तेसिं खमासमणाणं जेहिं इमं वाइयं अंगबाहिरं उक्कालियं भगवन्तं । नमो तेसिं खमासमणाणं जेहिं इमं वाइयं अंगबाहिरं कालियं भगवन्तं ॥ -पाक्षिकसूत्रं.
- જેમણે આ ભગવત્-દ્વાદશાંગ ગણિપટિક વાંચી આપ્યું-[એમને આપ્યું યા સૂત્રાર્થથી વાંચ્યુંવિર ] તે ક્ષમાશ્રમણો (ક્ષમાદિ ગુણપ્રધાન મહાતપસ્વી સ્વગુરુ તીર્થકર ગણધરાદિને) નમસ્કાર.
- જેમણે આ ભગવત્-વિધ આવશ્યકની વાચના કરી તે ક્ષમાશ્રમણોને નમસ્કાર. - જેમણે આ ભગવતુ-અંગબાહ્ય કાલિકની વાચના કરી તે ક્ષમાશ્રમણોને નમસ્કાર. - જેમણે આ ભગવત્ -અંગબાહ્ય ઉત્કાલિકની વાચના કરી તે ક્ષમાશ્રમણોને નમસ્કાર.
૩૩. દેવ વાચકે નંદીસૂત્ર આ સમયમાં રચ્યું તેમાં પંચજ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું છે. “શ્રુતજ્ઞાન” ના અધિકારમાં “શ્રુત સંબંધી ઉલ્લેખ કરતાં તેમાં અનેક સૂત્રોનાં નામ આપ્યાં છે તે નીચે આપેલાં છે ને તેમાં કૌસમાં જે આપ્યું છે તે આ. હરિભદ્ર અને મલયગિરિની ટીકામાંથી મૂક્યું છે.
૧ બાર અંગ (૧ થી ૧૨) સમ્યક શ્રત તરીકે દુવાલસંગ-ગણિપિડગ- દ્વાદશાંગ ગણિપિટક બાર અંગરૂપી ગણધરની પેટી-(સરખાવો બૌદ્ધ શાસ્ત્રોનું ‘ત્રિપિટક'નામ) એટલે બાર અંગના નામ નંદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org