SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ માથુરી વાચના, વાલભી વાચના વલભી વાચના (વલ્લભીપુર પરિષદ્) ૩૨. ‘જે કાલે માથુરી વાચના થઇ તેજ કાલમાં વલભી નગરીમાં નાગાર્જુનસૂરિએ પણ શ્રમણ સંઘ એકઠો કર્યો ને નષ્ટાવશેષ આગમ સિદ્ધાંતોનો ઉદ્ધાર શરૂ કર્યો. આગમ, તેના અનુયોગો, તથા પ્રકરણ ગ્રંથ જે યાદ હતાં તે લખવામાં આવ્યા અને તેમને વિસ્તૃત સ્થલોના પૂર્વાપર સંબંધ અનુસાર બરાબર કરી તે અનુસાર વાચના આપવામાં આવી. આને ‘વલભી વાચના' કહે છે અને તેને ‘નાગાર્જુની વાચના’ પણ કહી શકાય. આચાર્ય કંદિલ અને નાગાર્જુન બંને સમકાલીન સ્થવિરો હોવા છતાં દુર્ભાગ્યે આસપાસ મિલન ન થવાથી બંને વાચનાઓમાં યત્રતત્ર કંઈક ભિન્નતા રહી ગઈ કે જેનો ઉલ્લેખ હજી સુધી ટીકાઓમાં જોવાય છે. જુઓ ભદ્રેશ્વરકૃત કથાવલી. જુઓ મુનિ કલ્યાણવિજયજીનો હિંદી નિબંધ ‘વીર નિર્વાણ સંવત્.....પૃ. ૧૧૦-૧૧૧ (પારા ૧૯૫). પારા ૨૯-૩૨ આ વીત્યા પછી વીરાત્ દશમાં સૈકામા બાર દુકાળીએ દેશ ઉપર પોતાનો પંજો ચલાવ્યો અને તે વખેતે ઘણા બહુ-શ્રુતોના અવસાન થવા સાથે જે જીર્ણશીર્ણ શ્રુત રહેલું હતું તે પણ બહુજ છિન્નભિન્ન થયું હતું. વીરાત્ ૯૮૦ વર્ષે (વિ. સં. ૫૧૦ માં), દેવર્દ્રિ ક્ષમાશ્રમણે વલભીપુરમાં સંઘ એકત્રિત કરી જે જે યાદ હતું તે તે ત્રુટિત અત્રુટિત આગમના પાઠોને અનુક્રમે પોતાની બુદ્ધિથી સાંકળી પુસ્તકારૂઢ કર્યા લખવાનું ઘણું અને સૂત્રમાં વારંવાર એકજ પાઠના આલાપ (આલાવા)આવે તેથી વારંવાર લખવાને બદલે જેમ બીજા અમુક સૂત્રમાં છે તેમ, એ રીતે મુકવામાં આવ્યું. જેમકે વિમાનનો અધિકાર આવે ને તે બીજા સૂત્રમાં હોય તો નહા રાયસેળી-જેમ રાય૨૫સેણીમાં છે તેમ, આધાર ટાંકવાનું રાખ્યું. આથી અંગની ભલામણ ઉપાંગમાં અને ઉપાંગની અંગમાં આપી છે આનું નામ વલભીવાચના કહેવાય છે. આ ઉદ્ધાર વખતે દેવવાચકે નંદીસૂત્ર રચ્યું છે. તેમાં સૂત્ર-આગમોનાં નામો આપ્યાં છે ને તે જ વખતે સંકલિત થયેલ સમવાયાંગમાં પણ તે નામો આપ્યાં છે તે જોઇશું. ૨૫ દેવર્ધિગણિ ક્ષણાશ્રમણની અધ્યક્ષતામાં એકઠા થયેલા શ્રમણ સંઘે પૂર્વોક્ત બંને વાચના સમયે લખાયેલાં સિદ્ધાંતો ઉપરાંત જે જે ગ્રંથ, પ્રકરણ મોજુદ હતાં તે સર્વને લખાવી સુરક્ષિત કરવાનો નિશ્ચય કર્યો ને તે શ્રમણ-સમવસરણમાં બંને વાચનાઓના સિદ્ધાંતોનો પરસ્પર સમન્વય કરવામાં આવ્યો અને જ્યાં સુધી બની શક્યું ત્યાં સુધી ભેદ-ભાવ મટાડી તેને એકરૂપ કરી દીધું અને જે જે મહત્ત્વપૂર્ણ ભેદ હતા તેને પાઠાંતરના રૂપમાં ટીકા ચૂર્ણિઓમાં સંગ્રહીત કર્યું. કેટલાક પ્રકીર્ણક ગ્રંથ જે કેવલ એક જ વાચનામાં હતા તે તેવા જ રૂપે પ્રમાણ માનવામાં આવ્યા. આ વ્યવસ્થા પછી કંદિલની માથુરી વાચના અનુસાર સર્વ સિદ્ધાંત લખવામાં આવ્યાં. જ્યાં જ્યાં નાગાર્જુની વાચનાનો મતભેદ કે પાઠભેદ હતો તે ટીકામાં લખી દેવામાં આવ્યો, પરંતુ જે પાઠાંતરોને નાગાર્જુનાનુયાયી કોઇ રીતે તજી દેવા તૈયાર ન હતા, તેને તેના મૂલ સૂત્રમાં પણ ‘વાયાંતરે પુળ' –એ શબ્દો સહિત ઉલ્લેખવામાં આવ્યા. (જુઓ ટિ. ૧૩૯). આથી આ દેવર્ધિગણિની વાચના નહિ પણ ‘પુસ્તક લેખન’ કહેવામાં આવે છે, ને વર્તમાન જૈન આગમોનો મુખ્ય ભાગ માથુરી વાચનાગત છે, પરંતુ તેમાં કોઇ કોઇ સૂત્ર વાલભી વાચનાનુગત પણ હોવાં જોઇએ. સૂત્રોમાં ક્યાંક ક્યાંક વિસંવાદ અને વિરોધ તથા વિરોધાભાસ સૂચક જે ઉલ્લેખ મળે છે તેનું કારણ પણ વાચનાઓનો ભેદ જ સમજવો જોઇએ. (એજન પૃ. ૧૧૨-૧૧૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy