SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ નંદના મંત્રી શકડાલનો પુત્ર, ને વીરાત્ ૧૫૬માં દીક્ષા લેનાર, તેમણે ૧૦ પૂર્વની મૂળ સૂત્ર તથા અર્થ સહિત વાચના લીધી ને છેવટના ૪ પૂર્વની મૂળ માત્ર વાચના લીધી. આ સર્વ શ્રી ભદ્રબાહુના સ્વર્ગગમન-વીરાત્ ૧૭૦ પહેલાં બન્યું. ૨૯. આ સમયમાં સ્થૂલભદ્રના સાધ્વી બહેન દ્વારા પ્રાપ્ત થયેલાં ભાવના, વિમુક્તિ, રતિકલ્પ, અને વિવિક્તચર્યા-એ નામના ચાર અધ્યયનો પૈકી પ્રથમનાં બે અધ્યયનને આચારાંગ સૂત્રની બે ચૂલિકા તરીકે યોજિત કર્યા. અને બીજા બે અધ્યયનને દશવૈકાલિકની ચૂલિકા તરીકે યોજિત કર્યા. સ્થૂલભદ્ર વીરાત્ ૨૧૯માં સ્વર્ગસ્થ થયા. તેઓ છેલ્લામાં છેલ્લા ૧૪-“પૂર્વધર' (પૂર્વ જાણનાર હતા). [પરિશિષ્ટ પર્વ સર્ગ ૯]. ૩૦. આ ઉપરથી જાણી શકાય છે કે શ્રી વીરના બીજા સૈકાથી જ શ્રુતની છિન્નભિન્નતાની શરૂઆત થઈ હતી. આ મગધસંઘ' થી વ્યવસ્થામાં તેને મૂકાયું, પણ વિશેષ છિન્નભિન્નતા થવાના પ્રસંગો ઉત્તરોત્તર આવતા ગયા. વીરાતુ ૨૯૧ વર્ષ રાજા સંપ્રતિના રાજ્યમાં આર્યસુહસ્તિસૂરિના સમયમાં બારવર્ષ દુકાળ પડ્યો હતો. આવા મહાકરાળ દુષ્કાળને અંગે સ્મૃતિભ્રંશ-સ્કૂલના થાય, પાઠકવાચકો મૃત્યુ પામે વગેરે કારણથી શ્રુતમાં અનવસ્થા થાય તે સ્વભાવિક છે. માથુરી વાચના (મથુરા પરિષદુ) ૩૧. વીરાતું ૮૨૭થી ૮૪૦ની વચ્ચે આર્ય ૩૭-૩૮સ્કંદિલના સમયમાં વળી બીજો ભિષણ દુકાળ બાર વર્ષનો આ દેશે પાર કર્યો. તેનું વર્ણન નંદીસૂત્રની ચૂર્ણિમાં આપેલું છે કે “બાર વર્ષનો ભયંકર દુષ્કાળ પડ્યે સાધુઓ અને માટે જુદે જુદે સ્થળે હિંડતા-વિહરતા હોવાથી શ્રુતનું ગ્રહણ, ગુણન અને ચિંતન ન કરી શક્યા એથી તે શ્રત વિપ્રનષ્ટ થયું, અને જ્યારે ફરીવાર સુકાળ થયો ત્યારે મથુરામાં શ્રી સ્કંદિલાચાર્ય પ્રમુખ સંઘે મોટો સાધુ સમુદાય ભેગી કરી છે જેને સાંભર્યું તે બધુ કાલિક શ્રુત સંઘટિત કર્યું. આ દુષ્કાળે તો માંડમાંડ બચી રહેલ તે શ્રુતની ઘણી વિશેષ હાનિ કરી. આ ઉદ્ધારને માથુરી વાચના - “સ્કાંદિલી વાચના' કહેવામાં આવે છે. તે શૂરસેન દેશના પાટનગર મથુરામાં થયેલ હોવાથી તે શ્રુતમાં શૌરસેની ભાષાનું મિશ્રણ થયેલું સંભવે છે. આ સમય લગભગ આર્યરક્ષિત સૂરિએ અનુયોગદ્વાર સૂત્ર રચ્યું. ૩૭-૩૮. મેરૂતુંગસૂરિની વિચારશ્રેણીમાં એમ લખ્યું છે કે “શ્રી વિક્રમાત્ ૧૧૪ વર્ષે વજસ્વામી, તદનું ૨૩૯ વર્ષે સ્કંદિલઃ એટલે કે વિક્રમથી ૧૧૪ વર્ષે વજસ્વામી (સ્વર્ગવાસી થયા) અને તેની પછી ૨૩૯ વર્ષ વ્યતીત થતાં સ્કંદિલાચાર્ય થયાં આમાં ૨૩૯ વર્ષમાં ત્રણનો ઉમેરો થવો જોઇએ એટલે ૨૪ર થતાં કુલ ત્રણસો છપ્પન વર્ષ પછી આચાર્ય સ્કંદિલનો યુગપ્રધાન પર્યાય શરૂ થયો. મેરૂતુંગે આ ગણનામાં આર્ય વજસ્વામિના પછી વજસેનના અસ્તિત્વનાં ૩૩ વર્ષ ગણ્યાં છે. તેને બદલે ૩૬ વર્ષ જોઇએ. કારણ કે વજ પછી ૧૩ વર્ષ આર્યરક્ષિત, ૨૦ વર્ષ પુષ્પમિત્ર અને તેના પછી ૩ વર્ષ સુધી વજસેન યુગપ્રધાન રહ્યા હતા. આથી વજ પછી વજસેન ૩૬ વર્ષ સુધી જીવીત રહ્યા. તેની પછી નાગહસ્તી ૬૯, રેવતીમાત્ર ૫૯ અને બ્રહ્મદ્વીપક સિંહ ૭૮ વર્ષ સુધી યુગપ્રધાન રહ્યા. કુલ વિક્રમ વર્ષ ૩૫૬ (૧૧૪+૩૬+૬૯+૫+૭૮=૩૫૬) સિંહસૂરિના સ્વર્ગવાસ સુધી થયાં. ત્યાર પછી આચાર્ય સ્કંદિલનો યુગપ્રધાનત્વ પર્યાય શરૂ થયો. (મુનિ કલ્યાણવિજય). જુઓ મેરૂતુંગસૂરિની વિચારશ્રેણી-જૈન સાહિત્ય સંશોધક ખંડ ૨,અંક ૩-૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy