SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૨૬-૨૮ શ્રી ભદ્રબાહુ સ્વામિ, વાચના તેમનો શિષ્ય થઈ સાધુ દિક્ષા લીધી હતી એમ દિગંબર કથા કહે છે. તેઓ વીરાત્ ૧૭૦માં સ્વર્ગસ્થ થયા.* - ૨૭. આ સમયમાં પૂર્વોમાંથી પ્રાભૃતો-વિશિષ્ટ પ્રકીર્ણ ગ્રંથોની રચનાનો પ્રારંભ થયો જણાય છે. ૫ - મગધસંઘ (પાટલિપુત્ર પરિષ) ૨૮. વીરાતુ બીજી સદીમાં નંદરાજાના સમયમાં દેશમાં (મગજમાં?) એક સમયે ઉપરાઉપરી બાર વર્ષનો મહાભીષણ દુકાળ પડતાં સંઘનો નિર્વાહ મુશ્કેલ થતાં કંઠસ્થ રહેલું ધર્મસાહિત્ય લુપ્ત થવાનો ભય થતાં, સુકાળ આવ્યે મગધમાં-પ્રાયઃ પાટલીપુત્ર (પટણા) માં સંઘ ભેગો થયો ને જે જે યાદ હતું તે બધુ એકત્રિત કર્યું. (વીરાત્ ૧૬૦ આસપાસ.) આનું નામ મગધ (પાટલીપુત્ર) પરિષદ્ પાટલીપુત્રી વાચના (આ સંબંધમાં વિસ્તારથી તિત્વોગાલી પત્રમાં જણાવ્યું છે તે માટે જુઓ વીર નિર્વાણ સંવત્ ઔર જૈન કાલગણના' નામનો મુનિશ્રી કલ્યાણવિજયજીનો હિંદી નિબંધ પૃ. ૯૪ થી ૧૦૪). કહીએ તો ચાલે. આચારાંગ આદિ ૧૧ અંગો સંધાયા અને બારમું દૃષ્ટિવાદનામનું અંગ નાશ થયા જેવું લગભગ હતું અને માત્ર આર્ય ભદ્રબાહુ જ તે વખતે ૧૪ પૂર્વધર હતા. સંઘ દૃષ્ટિવાદ નિમિત્તે કંઇક વિચાર કરવા લાગ્યો. ભદ્રબાહુ આ વખતે નેપાલદેશમાં મહાપ્રાણ નામના ધ્યાન માટે હતા. તેમની પાસે સ્થૂલભદ્ર આદિ સાધુઓને “પૂર્વ” શિખવા સંઘે મોકલ્યા સ્થૂલભદ્ર મૂળ નાગર બ્રાહ્મણ, ३४. वीरमोक्षाद् वर्षशते सप्तत्यग्रे गते सति । भद्रबाहुरपि स्वामि ययौ स्वर्गं समाधिना ॥ આમ હેમાચાર્યકૃત પરિશિષ્ટ પર્વમાં જsiાવ્યું છે કે જેમાં ભદ્રબાહુનું ચારિત્ર પણ આપેલ છે. સર્ગ ૬ અને ૯. ૩૫. પ્રાભૂતો માટે વિશેષ જાણવા માટે જુઓ મુનિશ્રી કલ્યાણવિજયજીનો “આપણાં પ્રાભૃતો'એ નામનો લેખ જૈનયુગ પુ.૧ પૃ.૮૭ થી ૯૪ અને રા. મોહનલાલ ઝવેરીનો “અલભ્ય પ્રાભૃત ગ્રંથો” એ લેખ જૈનયુગ પુ.૩, પૃ ૧૬૨. ૩૬. શ્રી હરિભદ્રસૂરિના ઉપદેશ પદ ઉપર મુનિચંદ્રસૂરિકૃત ટીકામાં જણાવ્યું છે કે : जाओ अ तम्मि समए दुक्कालो दोय दसय वरिसाणि । सव्वो साहुसमूहो गओ तओ जलहितीरेसु ॥ तदुवरमे सो पुणरवि पाडलिपुत्ते समागओ विहिया । संघेणं सुयविसया चिंता किं कस्स अथित्ति ॥ जं जस्स आसि पासे उद्देसज्झयणमाइ संघडिउं । तं सव्वं एक्कारस अंगाई तहेव ठवियाई ॥ - આ વખતે બાર વર્ષ સુધી દુષ્કાળ પડ્યો તથી સર્વ સાધુઓનો સમૂહ જલધિ એટલે સમુદ્રના તીરે ગયો. તે (દકાલ)નો ઉપરમ થતાં-મટતાં તેઓ ફરીને પાટલિપુત્રમાં વિધિ વડે આવ્યા એટલે સંઘને શ્રુત વિષયે ચિંતા થઈ કે કોની પાસે કેવી-કેટલો અર્થ છે? હવે જેના પાસે કાંઈ ઉદેશ, અધ્યયન આદિ યાદ હતાં તે સર્વ એકઠાં કરી અગ્યાર અંગ સ્થાપિત કર્યા. જુઓ હેમાચાર્યકૃત પરિશિષ્ટ પર્વ સર્ગ ૯ શ્લો. પપ થી ૫૮, ધર્મઘોષસૂરિકૃત ઋષિમંડલ પ્રકરણ પર પવમંદિરની વૃત્તિમાં સ્થૂલભદ્ર વૃત્તાંત, જયાનંદસૂરિત સ્થૂલભદ્રચરિત્ર, શુભશીલકૃત, ભરતેશ્વર બાહુબલી વૃત્તિમાં સ્થૂલભદ્ર કથા આદિ; મારો “પ્રાચીન જૈન પરિષદ્ લેખ સંવત કાર્તિક ૧૯૭રનો અંક તથા જૈનયુગ કાર્તિક માગશર ૧૯૮૩ નો અંક. તથા વિશેષમાં જુઓ હરિભદ્રસૂરિ કૃત શિષ્યહિતા નામની આવશ્યક સૂત્ર પર વૃત્તિ પૃ. ૬૯૭૯૮ (આ. સમિતિ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy