SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ વિબુધ (વિદ્વાન, અને દેવતા)ને ઉપયોગી એવું કલ્પસૂત્ર જેવું અમૃત બહાર કાઢ્યું તે શ્રી ભદ્રબાહુ ગુરુને હું વિશેષ પણે નમેલો છું. - જેણે આ પિંડનિર્યુક્તિ યુક્તિથી રમ્ય બનાવી તે બાર-અંગ-જ્ઞાતા ભદ્રબાહુને નમસ્કાર. ૨૬. દશવૈકાલિકકાર શય્યભવના શિષ્ય યશોભદ્રના બે બ્રાહ્મણ શિષ્ય નામે સંભૂતિવિજય અને ભદ્રબાહુ થયા. આર્ય ભદ્રબાહુ ૧૪ પૂર્વધર હતા. તેમણે દશ આગમો-૫૨ ટીકા રૂપે તેમજ ‘પૂર્વ’ના આધારે આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂત્રકૃતાંગ, દશાશ્રુતસ્કંધ, કલ્પ, વ્યવહાર, સૂર્યપ્રજ્ઞપ્તિ અને ઋષિભાષિતો ૫૨ ‘નિર્યુક્તિઓ’ રચી.' નિર્યુક્તિ' એટલે જેમાંથી બદ્ધ થયેલા અર્થા નિર્યુક્ત-વિશેષપણે યા નિશ્ચયપણે યુક્ત-સિદ્ધ થાય છે તે આ પૈકી વ્યવહાર સૂત્ર, દશા શ્રુતસ્કંધ તથા બૃહત્કલ્પ પોતે ગુંથેલ છે ને તે પર પોતે નિર્યુક્તિ રચી છે. વિશેષમાં તેમણે પિંડનિર્યુક્તિ અને ઓઘનિર્યુક્તિ રચી. વળી સંસક્ત નિર્યુક્તિ પણ રચી એમ કહેવાય છે. ઉવસગ્ગહરં નામનું પ્રભાવક સ્તોત્ર રચ્યું. કહેવાય છે કે તદુપરાંત વસુદેવ ચિરત મૂળ પ્રાકૃતમાં રચ્યું કે જે સવાલક્ષ શ્લોક પ્રમાણ હતું એમ પ્રસિદ્ધ હેમાચાર્યના ગુરુ દેવચંદ્રસૂરિ જણાવે છે. અને જ્યોતિષ ૫૨ સંહિતા રચી.૩૭ તેમણે સ્થૂલભદ્રને ૧૪ પૂર્વની વાચના આપી હતી. પોતે નેપાલમાં ધ્યાન ધરવા ગયા હતા તેમણે દક્ષિણમાં વિહાર કર્યો હતો, અને ચંદ્રગુપ્ત રાજા(સ્વ૦ વીરાત્ ૧૫૫ પરિશિષ્ટ પર્વ પ્રમાણે) એ ૩૧. આ સંબંધમાં આવશ્યક નિર્યુક્તિ રચતાં પોતે તેમાં આ બધાં આગમોની નિર્યુક્તિઓ’ ‘હું જિનોપદેશ વડે ઉદાહરણહેતુ-કારણ વગેરે પદવાળી સંક્ષેપમાં કહીશ' એમ જણાવ્યું છેઃ પૃ.૧૩ ય. ગ્રં. आवस्सगस्स दसकालिअस्स तह उत्तरज्झमायारे । सूअगडे निज्जुत्तिं ववहारेस्सेव परमनिउणस्स ॥ कप्पस्स य निज्जुत्तिं ववहारस्सेव परमनिउणस्स । सूरि अपन्नत्तीए वुच्छं इसिभासिआणं च ॥ एएसिं निज्जुत्तिं वृच्छामि अहं जिणोवएसेणं । आहरण- हेउ - कारण -पय निवहमिणं समासेण ॥ પદ્મમંદિરગણિકૃત ઋષિમંડલ પ્રકરણ ટીકામાં સં.૧૫૫૩ કહેલું છે કેઃक्रमाद् दशचतुः पूर्वंवेदी सुरिगुणाग्रणीः । भद्रबाहुर्यशोभद्रैर्न्यस्तः सूरिपदक्रमे ॥ दशवैकालिकस्याऽऽचारांग - सूत्रकृतांगयोः । उत्तराध्यययन-सूर्यप्रज्ञप्त्योः कल्पकस्य च ॥ व्यवहारर्षिभाषितावश्यकानामिमाः क्रमाद् । दशाश्रुताख्यस्कंधस्य निर्युक्ती देश सोऽतनोत् ॥ तथान्यां भगवांश्चक्रे संहितां भद्रबाहवीं । ३२. वंदामि भद्दबाहुं जेण य अईरसियं बहुकलाकलियं । रइयं सवायलक्खं चरियं वसुदेवरायस्स ॥ -શાંતિનાહરિય-મંતવરણ. ૩૩. હાલમાં જે ‘ભદ્રબાહુસંહિતા' એ નામનું પુસ્તક છપાયું છે તે આ ભદ્રબાહુકૃત નથી. વરાહમિહિરે વાહસંહિતા રચી ને ભદ્રબાહુએ ભદ્રબાહુસંહિતા રચી એ પ્રવાદ છે. જુઓ રત્નશેખર કૃત ચતુર્વિશતિ પ્રબંધમાં પહેલોજ ‘ભદ્રબાહુઁ વરાહમિહિર પ્રબંધ'. તે બંન્નેના સમય સંબધીની ચર્ચા માટે જુઓ પંડિત બહેચરદાસની સંશોધિત પૂર્ણચંદ્રાચાર્ય રચિત ઉપસર્ગહર સ્તોત્ર લઘુવૃત્તિ-જિનસુરમુનિ રચિત પ્રિયંકર ગૃપ કથા સમેત-માંનીં પોતાની પ્રસ્તાવના તથા વે. નં. ૩૮૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy