SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૨૨-૨૫ વિભાગ-૧, પ્રકરણ ૨ અનુયોગ, ચૂલિકા, પયના પ્રાકૃત ઉપદેશમાલાના રચનાર ધર્મદાસગણિ પણ શ્રી મહાવીર ભીના હસ્તદીક્ષિત શિષ્ય કહેવાય છે. તેમાં પ૪૦ પ્રાકૃત ગાથા છે. આ ગ્રંથ આચાર પ્રતિપાદક સુંદર અને ઉપયોગી છે. આ પર જૂનામાં જૂની ટીકા સિદ્ધર્ષિકૃત છે તે, તેમજ તે પરની અર્વાચીન રામવિજય ગણિની ટીકા પં. હી. હિં. જામનગર પ્રકટ કરી છે. કથા એવી છે કે ધર્મદાસગણિ પોતે રાજા હતા ને પોતાના શિષ્ય રણસિંહને બોધ આપવા અર્થે આ કૃતિ બનાવી. પી. ૫, ૧૬૪; ૨૦૧પ૬૬-૭૧]. ૨૪. શ્રી મહાવીર ભ. પછી ત્રણ કેવલી (પૂર્ણજ્ઞાનવાન) આચાર્યો નામે ઉપર્યુક્ત બ્રાહ્મણો ગૌતમઇન્દ્રભૂતિ અને સુધર્મા તથા તેમના શિષ્ય વૈશ્યશ્રેષ્ઠીપુત્ર જબૂસ્વામી થયા. અહીં સુધી એટલે વીરાત્ પ્રથમ શતક સુધી તો એ સર્વ સિદ્ધાંત તેમજ સંપૂર્ણ ત્યાગની કડકાઈ અબાધિત આબાદ રહ્યાં તે સમયના બધા અભ્યાસીઓ તે સિદ્ધાંતને કંઠસ્થ રાખતા હતા. શ્રમણો ભિન્ન ભિન્ન દેશમાં વિચરનારા હતા એટલે કાલાનુક્રમે ભિન્ન ભિન્ન દેશની ભાષાના સંસર્ગથી દુષ્કાળ આદિના કારણે સ્મૃતિભ્રંશને લીધે અને ઉચ્ચારભેદથી સિદ્ધાંતની ભાષા વગેરેમાં પરિવર્તન થયું તેમજ તેમાંનું કેટલુંક વિચ્છિન્ન થયું એ સ્વાભાવિક છે. આ વાત પછીનાં પ્રકરણોમાં સંઘની પરિષદો આદિથી સ્પષ્ટ થશે. ૨૫. જંબૂસ્વામીના શિષ્ય ક્ષત્રિય પ્રભવના બ્રાહ્મણ શિષ્ય શäભવસૂરિ (જન્મ વીરાત્ ૩૬, સ્વર્ગ વીરાત્ ૯૮) થયાં તેમણે પોતાના પુત્ર-શિષ્ય મનકમુનિ માટે ચૌદ પૂર્વમાંથી ઉદ્ધાર કરી દશવૈકાલિક સૂત્ર રચ્યું હતું (વીરાત્૭૨માં લગભગ). વિકાલથી નિવૃત્ત તે વૈકાલિક, અને દશ અધ્યયન प्रज्ञातिशयसाध्यानि तान्युच्छिन्नानि कालत ॥ अधुनैकादशांग्यस्ति सुधर्मस्वामिभाषिता ॥ ११५ ॥ बालस्त्रीमूढमूर्खादिजनानुग्रहणाय सः ॥ प्राकृतां तामिहाऽकार्षीत् xxx ॥ ११६ ॥ -ચૌદ પૂર્વે સંસ્કૃતમાં પુરાતનકાલે હતાં તે પ્રજ્ઞાતિશયસાધ્ય પણ કાલબળે ઉચ્છિન્ન થયા છે. હમણાં સુધર્મસ્વામિભાષિત અગ્યાર અંગો છે; તેને તેમણે બાલ, સ્ત્રી, મૂઢ અને મૂર્ખ વગેરેને પણ અનુગ્રહણ થાય તે માટે પ્રાકૃતમાં રચ્યાં છે. પ્રોફે. વેબરે sacred Literature of the Jainas એ નામનાં ગ્રંથ-નિબંધમાં જૈન આગમ સંબંધીની ચર્ચા કરી છે. તેની અંદર તે આગમોમાં પૂર્વે શું વિષયો હતા ને હાલમાં શું છે તથા દૃષ્ટિવાદમાં શો વિષય હોવો જોઈએ એ સારી રીતે ચલ છે. ૩૦. આ ગ્રંથમાં “શ્રી મહાવીર સમયની વ્યક્તિઓ ઉપરાંત શ્રી મહાવીર પછી થયેલા ઠેઠ વજસ્વામી અને સિંહગિરિ આદિના ઐતિહાસિક સૂચવન (Allusions) છે તેથી તેને ઐતિહાસિક દૃષ્ટિએ વીરાત્ ૫૨૦ ના અરસામાં રચાયો ધારીએ તો ખોટું નથી'-જુઓ સ્વ.મનસુખલાલ કિરચંદ મહેતાનો લેખ “શ્રી ઉપદેશમાળાના પ્રણેતા શ્રીમાનું ધર્મદાસગણિ શ્રી મહાવીર દેવના હસ્તદીક્ષિત શિષ્ય હતા ? એક ઐતિહાસિક પ્રશ્ન જૈન ધર્મપ્રકાશ સં ૧૯૬૬ના કાર્તિક, માગશર, અને પોશના અંક. આ સંબંધીના નિર્ણય સંબંધીનો લેખ તે જ માસિક જૈનધર્મ પ્રકાશના સં.૧૯૬૭ ના માહના અંકમાં છે તે પણ જુઓ. એક બીજા ધર્મદાસ થયા છે કે જેમણે વિદગ્ધ મુખમંડન નામનો ગ્રંથ રચ્યો છે તેમનો સમય નિશ્ચિત થયો નથી. તે ગ્રંથ અંદર સમસ્યાઓ વગેરે છે અને જેના પર જૈનેતર વિદ્વાનોએ પણ ટીકા રચી છે. વે. નં.૧૫૬-૧૫૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy