SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર એ ચા૨ નયોથી સ્વસમયના તે પરિકર્મનો વિચાર કરવામાં આવ્યો છે.) સિદ્ધ શ્રેણિકનાં ૧૪ પ્રકાર છેઃ-(૧) માતૃકા પદ, (૨) એકસ્થિત પદ, (૩) પદાર્થ પદ, (૪) ‘પાઢોઆમાસ’ પદ, (૫) કેતુભૂત, (૬) રાશિબદ્ધ, (૭) એકગુણ, (૮) દ્વિગુણ, (૯) ત્રિગુણ (૧૦) કેતુભૂત, (૧૧) પ્રતિગ્રહ (૧૨) સંસાર પ્રતિગ્રહ (૧૩) નંદાવર્ત્ત, (૧૪) સિદ્ધાબદ્ધ (સિદ્ધાપત્ત). એજ પ્રમાણે મનુષ્યશ્રેણિકના ૧૪ પ્રકાર તેમાં છેલ્લો સિદ્ધાબદ્ધ છે તેને બદલે મનુષ્યાબદ્ધ લેવો. પુષ્ટ શ્રેણિકના ૧૧ પ્રકાર:- (૧) ‘પાઢોઆમાસ’થી નંદાવર્ત સુધી ઉપર પ્રમાણે લેવા ને છેલ્લો પ્રકાર પુષ્ટાબદ્ધ લેવો. આજ પ્રમાણે અવગ્રહના શ્રેણિક, ઉપસંપાદન શ્રેણિક, વિપજ્જહ શ્રેણિક, ચ્યુતાચ્યુત શ્રેણિક, ના ૧૧ પ્રકાર છેવટના પ્રકારમાં તે તે રીતે ફેરફાર કરી લેવા. (૨) સૂત્ર-(પૂર્વગત સૂત્રાર્થનું જે સૂચન કરે તે સૂત્ર. તે સૂત્રો સર્વ દ્રવ્યો, સર્વ પયાર્યો; સર્વ નયો, જે સર્વ ભંગ વિકલ્પોના પ્રદર્શક છે.) તે ૮૮ ભેદે છે. ૧ ઋજુઅંગ ૨ પરિણતાપરિણત, ૩ બહુભંગી, ૪ વિપ્રત્યયિક (વિનય ચારિત્ર), ૫ અનંતર, ૬ પરંપર સમાન, ૭ સંયૂથ, ૮ ભિન્ન, ૯ યથાત્યાગ, ૧૦ સૌવસ્તિક, ૧૧ ઘંટ, ૧૨ નંદાવર્ત્ત, ૧૩ બહુલ ૧૪ પૃષ્ટાપૃષ્ટ ૧૫ વિયાવર્ત્ત, ૧૬ એવંભૂત, ૧૭ દ્વિકાવર્ત ૧૮ વર્તમાનોત્પતક, ૧૯ સમભિરૂઢ, ૨૦ સર્વતોભદ્ર, ૨૧ પ્રણામ(પણામ), ૨૨ દ્વિ પ્રતિગ્રહ. આ ૨૨ પ્રકારને જુદી જુદી રીતે ચર્ચવામાં આવે છે. તેને ત્રણ નયથી (દ્રવ્યાર્થિક આદિથી) તેમજ ચારનયથીસંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ નયથી ચિંતવતાં ૨૨:૪=૮૮ પ્રકાર સૂત્રના ગણાવ્યા છે. ૩ પૂર્વ-દષ્ટિવાદમાં ૧૪ પૂર્યો છે તેનાં નામો નીચે પ્રમાણે છેઃ ૧ ઉત્પાદપૂર્વ-સર્વ દ્રવ્ય અને પર્યાયોના ઉત્પાદની તેમાં પ્રરૂપણા છે. ૨ આગ્રાયણી-સર્વ દ્રવ્યો અને જીવવિશેષના પર્યાયોનું અગ્ર એટલે પરિમાણ તેમાં વર્ણવેલ છે. અગ્ર=પરિમાણ અને અયન=પરિચ્છેદ-સર્વ દ્રવ્યાદિના પરિણામનો પરિચ્છેદ જેમાં છે તે. ૩ વીર્યપ્રવાદ-તેમાં સકર્મ અને અકર્મ જીવો તથા અજીવોનું વીર્ય કહેલું-પ્રરૂપ્યું છે. ૪ અસ્તિનાસ્તિ પ્રવાદ-ધર્માસ્તિકાયાદિ જે વસ્તુ લોકમાં છે, અને ખરશૃંગાદિ જે વસ્તુ નથી અથવા સ્યાદ્વાદ અભિપ્રાય પ્રમાણે સર્વ વસ્તુ સ્વરૂપથી છે અને પરરૂપથી નથી એવું તેમાં જણાવેલું છે. જ્ઞાનપ્રવાદ-મતિ આદિ પંચવિધ જ્ઞાનનું સ્વરૂપ ભેદ પ્રભેદ વડે તેમાં કથન છે. સત્યપ્રવાદ- સત્ય=સંયમ વા સત્યવચન તેમાં ભેદ સહિત તેમજ તેના પ્રતિપક્ષ (અસત્ય) સહિત વર્ણવેલ છે. આત્મપ્રવાદ-તેમાં આત્મા-જીવ અનેક નયવડે બતાવેલો છે. સમયપ્રવાદ-કર્મપ્રવાદ-તેમાં સમય એટલે સિદ્ધાન્તાર્થ કે જે કર્મરૂપ છે તેથી એટલે તેમાં કર્મસ્વરૂપ પ્રરૂપ્યું છે, માટે આ પૂર્વેનું સમય પ્રવાદ કે કર્મપ્રવાદ એ નામ આપેલ છે. વળી તેમાં જ્ઞાનાવરણાદિક આઠ પ્રકારના કર્મ પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ પ્રદેશ, આદિ ભેદ, પ્રભેદ કહેવામાં આવ્યા છે. પ્રત્યાખ્યાનવાદ-તેમાં સર્વ પ્રત્યાખ્યાનનું સ્વરૂપ ભેદ સહિત જણાવ્યું છે. ૫ ૬ ૭ ८ (૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy