SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૨૦-૨૧ દ્વાદશાંગી ૧૫ | (૭) ઉપાસકદશામાં- ઉપાસકો (શ્રાવકો)નાં નગરો, ઉદ્યાનો, ચૈત્યો, વનખંડો, રાજાઓ, માતપિતાઓ, સમવસરણો, ધર્માચાર્યો, ઈહલોકના અને પરલોકના ઋદ્ધિવિશેષો........... અંતક્રિયાઓ (ઉપરના પારામાં કહ્યા પ્રમાણે). (૮) અંતકૃદશામાં- અંતકૃત (તીર્થંકરાદિ તદ્ભવે મોક્ષગામી) પુરુષનાં નગરો, ઉદ્યાનો, ચૈત્યો, વનખંડો, રાજાઓ, માતપિતાઓ સમવસરણો, ધર્માચાર્યો, ધર્મકથાઓ, આ લોકની અને પરલોકની ઋદ્ધિ, ભોગપરિત્યાગો, પ્રવ્રજ્યાઓ, શ્રુતપરિગ્રહ, તપ, ઉપધાન, બહુવિધ પ્રતિમાઓ ક્ષમા, આર્જવ, માર્દવ, સત્યસહિત શૌચ, ૧૭ પ્રકારનો સંયમ, ઉત્તમ બ્રહ્મચર્ય, અકિંચનતા, તપ ક્રિયાઓ, સમિતિઓ, ગુક્તિઓ, અપ્રમાદયોગ, ઉત્તમ સ્વાધ્યાય અને ધ્યાનનું સ્વરૂપ, ઉત્તમ સંયમને પ્રાપ્ત અને જિનપરિષહ પુરુષોને ચાર પ્રકારનાં કર્મનો ક્ષય થયા પછી થયેલો કેવલજ્ઞાનનો લાભ, મુનિઓએ પાળેલો જેટલો પર્યાય, પાદપોપગત પવિત્ર મુનિવર જેટલાં ભક્તોને (ભોજનોને) વીતાવીને જ્યાં અંતકૃત થયા તે અને બીજા મુનિઓ જેઓ મુક્તિસુખને પામ્યા તે. . (૯) અનુત્તરોપપાતિકમાં-અનુત્તરોપપાતિકોનાં નગરો......અંતક્રિયાઓ (ઉપર જ્ઞાતાધર્મકથામાં જણાવ્યા પ્રમાણે.) (૧૦) પ્રશ્નવ્યાકરણમાં એકસો આઠ પ્રશ્નો, એકસો આઠ અપ્રશ્નો, એકસો આઠ પ્રશ્નાપ્રશ્નો, વિદ્યાના અતિશયો અને નાગકુમારની તથા સુર્વણકુમારની સાથે થએલા દિવ્ય સંવાદો. (૧૧) વિપાકશ્રુતમાં-સુકૃત કર્મોનો અને દુષ્કૃત કર્મોનો ફલવિપાક તે ફલવિપાક સંક્ષેપથી બે પ્રકારનો કહ્યો છે-દુઃખવિપાક અને સુખવિપાક. તેમાં દશ દુઃખવિપાક અને દશ સુખવિપાક છે. દુઃખવિપાકમાં દુઃખવિપાક વાળાઓનાં નગરો, ઉદ્યાનો, ચૈત્યો, વનખંડો, રાજાઓ, માતપિતા, સમોસરણો, ધર્માચાર્યો, ધર્મકથા, નગરગમનો, સંસારપ્રબંધ અને દુઃખપરંપરા. સુખવિપાકમાં સુખવિપાકવાળાઓનાં નગરો ઉદ્યાનો................. અંતક્રિયાઓ (ઉપર જ્ઞાતાધર્મકથામાં જણાવ્યા પ્રમાણે) (૧૨) દૃષ્ટિવાદમાં સર્વ પદાર્થોની પ્રરૂપણા છે. તે દૃષ્ટિવાદ પાંચ પ્રકારનો છે. ૧. પરિકર્મ ૨. સૂત્ર, ૩. પૂર્વગત, (પૂર્વ) ૪. અનુયોગ અને પ. ચૂલિકા. આ બારેમાં જણાવેલા ઉક્ત વિષયાદિ અત્યારના ઉપલબ્ધ સૂત્રોમાં કાળવાશથી ઘટી ગયાનું વૃદ્ધો કહે છે, (શ્રી ભગવતીસૂત્ર-૫. બેચરદાસ અનુવાદિત પ્રથમાભાગ પૃ.૧૦ થી ૧૨ ઉપ્પરનું ટિપ્પણ.) ૨૧. હવે ઉક્ત દૃષ્ટિવાદનું વર્ણન જોઇએ- તેના પાંચ ભાગ ઉપર કહેવાયા છે. ૧ પરિકર્મ-(એટલે યોગ્યતાકરણ) તે સાત પ્રકારનો છે. ૧ સિદ્ધ શ્રેણિક પરિકર્મ, ૨ મનુષ્ય શ્રેણિક, ૩ પુષ્ટ શ્રેણિક, ૪ અવગ્રહના શ્રેણિક, પ ઉપસંપાદન શ્રેણિક (ઉપસંહજ્જણ-અંગીકાર કરવા યોગ્ય), ૬ વિપક્વહ (છાંડવા યોગ્ય) શ્રેણિક, ૭ શ્રુતાગ્રુત શ્રેણિક(આમાંના પ્રથમનાં છ પરિક્રર્મ સ્વ સમયના વક્તવ્યને અનુસરે છે, અને છેલ્લે ગ્રુતાગ્રુત તે ગોશાલાદિના આજીવિકાદિ પાખંડી મતનું વક્તવ્ય જણાવે છે. આ પરિકર્મમાં “નયો' (દષ્ટિબિંદુઓ)નો વિચાર હોય છે. પહેલાં છ પરિકર્મમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy