SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૫ વિભાગ-૧, પ્રકરણ-૨, ‘આગમકાલ’ - - સર્વપ્રવાદોના મૂલરૂપ દ્વાદશ અંગ જે કારણથી સમાખ્યાત-પ્રસિદ્ધ છે તે કારણથી તેમાં રત્નાકરના જેવું સર્વ સુંદર જ છે. णय किंचि अणुण्णायं पडिसिद्धं वावि जिणवरिंदेहिं । एसा तेसिं आणा कज्जे सच्चेण होअव्वं ॥ - संघदासगणिक्षमाश्रमणः —જિનવરેંદ્રોએ-જિનોએ કંઇની અનુજ્ઞા આપી નથી તેમજ કંઇનો નિષેધ કર્યો નથી. તેમની આ આજ્ઞા છે કે સત્યથી કાર્યમાં વર્તવું. वंदे पादद्वितयं भक्त्या श्री गौतमादिसूरीणां । निःशेषशास्त्रगंगाप्रवाहहिमवद्गिरिनिभानां ॥ ૧ ૧ –મલધારી હેમચંદ્ર ફ્ક્ત ધર્મોપદેશમાલાનું મંગલાચરણ. અર્થાત્ ઃ સર્વ શાસ્ત્રરૂપ ગંગાપ્રવાહના હિમવદ્ગરિ જેવા શ્રી ગૌતમ આદિ (સુધર્મા, જંબૂ વગેરે) સૂરિઓના ચરણયુગ ભક્તિથી વંદુ છું. स्तौमि श्री गौतमादींस्तानेकादशमहाकवीन् । यैरपूरि द्वादशांगैः समस्या त्रिपदी गुरोः ॥ - मुनिरत्न - अममचरित्र —જેમણે પોતાના ગુરુ (શ્રી મહાવીર પ્રભુ)ની ત્રિપદીની સમસ્યા બાર અંગોથી પૂરી તે ગૌતમાદિ ૧૧ મહાકવિઓને સ્તવું છું. सा जीयाज्जैनी गौः सद्धर्मोलंकृतिर्नवरसाढ्या । त्रिपदान्वितयापि यया भुवनत्रयगोचरोऽव्यापि ॥ —ઉદયસિંહા ધર્મવિધિ વૃત્તિ (૧૨૮૬)નું મંગલાચરણ. અર્થાત્ :- સદ્ધર્મને અલંકૃત કરનારી, નવરસથી સમૃદ્ધ, એવી જૈન ગૌ (વાણી, ગાય) કે જે ત્રણ પદ (ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણ પદ)થી યુક્ત છતાં (એને ત્રણ પદ-પગલાં છતાં) ત્રણે જગત્માં વ્યાપ્ત થઇ તે જય પામો. ૧૫. પ્રો૦ લોયમાન વિશેષમાં જણાવે છે કે : “ભ. મહાવીર અલૌકિક પુરુષ હતા, એમના જ જેવો બીજા કોઇ પુરુષ થયો નથી. વિચારની એમની પ્રબળતા વિષે તપશ્ચર્યા વિષે સાધુજીવનમાં એમના દુ:ખસહન વિષે, એમના પુરુષાર્થ વિષે અને માનવજાતિથી દૂર રહેવાની એમની વૃત્તિ વિષે આગળ કહી દીધું છે; વળી માણસને સંસારના બંધનમાં બાંધનાર કર્મ ઉપર એમણે પોતાનો ખાસ સિદ્ધાન્ત રચ્યો છે એ પણ કહ્યું છે. એકંદરે અત્યાર સુધી આપણને એ તપસ્વીના આદર્શ રૂપેજ દેખાયા છે, પણ વાસ્તવિક રીતે તો એ ઉપરાંત એમનામાં બીજું ઘણું વધારે હતું. એ મહાન્ વિચારક હતા, વિચારોમાં એ અગ્રેસર દર્શનકાર હતા. એમના સમયની સૌ વિદ્યાઓમાં એ પારંગત હતા, પોતાની તપશ્ચર્યાને બળે એ વિદ્યાઓને એમણે રચનાત્મક સ્વરૂપ આપી પૂર્ણ બનાવી હતી અને પ્રબળ સિદ્ધાન્તતત્ત્વની અંદર ગોઠવી કાઢી હતી; એમણે આપણને તત્ત્વવિદ્યા (Ontology) આપી છે અને તેમાં સૌ તત્ત્વો-પાંચ દ્રવ્યોમાં (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy