SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૨-૧૪ વિભાગ-૧, પ્રકરણ-૧, ‘ભ. મહાવીરના ઉપદેશની અસર તેમના લોહી વડે નદીઓનું પાણી લાલ રંગનું બની ગયું હતું. તે કાળથી નદીનું નામ ચર્મણ્વતી પ્રસિદ્ધ છે. પશુવધથી સ્વર્ગ મળવાનો પૂર્વકાળે જે ખ્યાલ હતો તેની આ કથા એક સાક્ષી છે. આ અઘોર હિંસાથી બ્રાહ્મણો આજે મુક્ત છે તેનો યશ જૈન ધર્મને છે.” ૧૪. વિ.સં. આઠમા શતક સુધીમાં બ્રાહ્મણોનો હિંસા ધર્મ અને બ્રાહ્મણોની જન્મથી મનાતી વર્ણવ્યવસ્થા-એ બંનેને આ બે પ્રબલ વીરોએ અને તેમના અનુયાયી ઉપદેશકોએ મૂળમાંથી હલાવી નાંખ્યા. દિગંબર કથા પ્રમાણે ભદ્રબાહુસ્વામિથી દક્ષિણમાં જૈન ધર્મનો પેસારો થયો ને ત્યારથી તેની મહત્તા અને અસર લોકોમાં વધતી ગઇ ને અનેક જૈનો થયા. પછી દક્ષિણમાં કુમારિલ ભટ્ટ અને શંકરાચાર્ય થયા-તેમણે વેદાંત ધર્મ અને મીમાંસા ધર્મ બતાવી બ્રાહ્મણ ધર્મનું રૂપાંતર કરી તેનો પુનરુદ્ધાર કર્યો. બૌદ્ધ અને જૈન ધર્મ સાથે વિરોધ કરી વાદવિવાદ કરી તેરમું જોર દક્ષિણમાં નરમ પાડ્યું. બનાવજોગ છે કે આ વખતે બ્રાહ્મણ પક્ષમાં કોઈ રાજસત્તા કામ કરતી હોય. પછી મુસલમાનોનાં આક્રમણ થયાં. પછીથી આખા ભારતના લોકો હિંદુ અને તેમનો દેશ હિંદુસ્તાન કહેવાયો.૨૦ બૌદ્ધ મઠો તુટવા લાગ્યા અને તેમનાં શાસ્ત્રાદિનો નાશ થતો ગયો. પરિણામે ધીમે ધીમે બૌદ્ધ ધર્મ ભારતવર્ષમાં નામશેષ થયો. જૈનોએ સમયને ઓળખી પોતાના બળનું સંગોપન કરી પોતાનો ધર્મ અત્યાર સુધી જાળવી રાખ્યો. જૈન ધર્મ પછીના કાળમાં ગૂજરાત આદિમાં પોતાનું જોર બહુ સારી રીતે બતાવી શક્યો. ૨૦. આજકાલ ‘હિંદુ’ શબ્દનો પ્રયોગ થાય છે, પરંતુ તેને સ્થાને પ્રાચીનકાલમાં ‘આર્ય' પ્રયોગ થતો હતો. ‘હિંદુ’ નામ વિ.સં. ની આંઠમી શતાબ્દીના પૂર્વના ગ્રંથોમાં મળતું નથી. ફારસ (ઇરાન)ની ભાષામાં ‘સ’ના સ્થાને ‘હ’ બોલાતો તેથી ‘સપ્ત’ ને ‘હક્ત’, ‘સિંધુ’ ને ‘હિંદુ’ આદિ બોલતા. આથી ઇરાનીઓએ સિંધુના નિકટવર્તી નિવાસીઓને હિંદુ કહ્યા. પછી આખા ભારતના લોકો હિંદુ અને તેમનો દેશ હિંદુસ્તાન કહેવાયો. પ્રાચીન કાલમાં આર્ય શબ્દ મોટો ગૌરવનો સૂચક હતો અને સન્માનાર્થે વપરાતો. રાણીઓ, સ્ત્રીઓ પોતાના પતિને ‘આર્યપુત્ર’થી સંબોધતી તેમજ સાસુ અને સસરાને માટે ક્રમશઃ ‘આર્યા' અને ‘આર્ય’ શબ્દો વાપરતી. બૌદ્ધોમાં પણ આ શબ્દ ગૌરવનો બોધક મનાતો; તેથી તેમના કેટલાયે પ્રસિદ્ધ ધર્માચાયો આદિના નામની સાથે આર્ય શબ્દ જોડેલો મળે છે, જેમકે આર્ય અસંગ આર્ય દેવ, આર્ય પાર્થિક, આર્ય સિંહ આદિ. (આજ પ્રમાણે જૈનોમાં હતું, કે જે તેમના ધર્માચાર્યોના નામ પરથી જણાય છેઃ જેમકે આર્ય ખપુત, આર્ય મંગુ, આર્ય સુહસ્તિ, આર્ય મહાગિરિ આદિ– લેખક) જૈનોમાં સાધ્વી અત્યાર સુધી આર્યા (આરજા) કહેવાય છે. –ઓઝાજી ‘રાજપૂતાનેકા ઇતિહાસ' પહલા ખંડ પૃ. ૩૭. ટિપ્પણ. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy