SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ધાતુ પરથી). આ સંઘમાં જે તેમના સિદ્ધાંતનો અનુયાયી થાય તે આ સંઘનો સભાસદ થઈ શકે અને એ સંઘના સર્વ માણસ સાથે સમાન વ્યવહાર કરી શકે. જૈન સાધુઓ નિર્ણન્ચ, શ્રમણ, ભિક્ષુ આદિ નામથી ઓળખાતા.૧૮ ૧૨. જૈન ‘નિગ્રંથો’ અને બૌદ્ધ ‘શ્રમણો’ની સાધુતા, ઉગ્ર તપશ્ચર્યા અને નિઃસ્વાર્થ લોક-હિતવૃત્તિ જોઇને પુષ્કળ લોકો તેમના તરફ આકર્ષાયા. સર્વને સમાન ગણવા અને સર્વ જીવો તરફ દયા રાખવી એ સત્ય સિદ્ધાંતોએ લોકોને વશ કર્યા- બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યાદિ સંઘમાં જોડાયા. જે વિકૃત સ્વરૂપને બ્રાહ્મણધર્મ તે સમયે પામ્યો હતો, અને જે મનુષ્ય અને પશુની હિંસા ધર્મક્રિયાને નામે થતી હતી ને દુરાચાર તેમજ સોમપાનાદિ ચાલતાં હતાં, તેથી લોકોમાં તિરસ્કાર વધી ગયો ને જૈન તેમજ બૌદ્ધ સંઘ વધારે ને વધારે બળ પામતા ગયા. આ વિ.સં. આઠમા શતક સુધી ચાલ્યું. આથી બ્રાહ્મણોને પોતાના ધર્મ માટે ચિંતા થઈ, લોકોને ભાવતો અને તેમાં આદર ઉત્પન્ન કરે તેવો ધર્મ ઉત્પન્ન કરવાની પ્રવૃત્તિ જાગી. તેમણે ધર્મરૂપે મનાતા વિચારો અને ક્રિયાઓમાં ફેરફાર કરવાનું-સુધરવાનું સ્વીકારી ધર્મગ્રંથોની રચના કરી. યજ્ઞયાગાદિકમાં થતી હિંસાનો નિષેધ થતો ગયો. રા. આનંદશંકરભાઈ કહે છે કે૯ ‘ઐતરીયમાં કહેવામાં આવ્યું છે કે સૌ પ્રથમ પુરુષમેધ હતો, ત્યાર બાદ અશ્વમેઘ અને અજામેધ થવા લાગ્યો. અજામાંથી પણ છેવટે ડાંગરમાં યજ્ઞની સમાપ્તિ મનાવા લાગી. આવી રીતે ધર્મો શુદ્ધ થતા ગયા. મહાવીરસ્વામીના સમયમાં પણ એવી જ ચાળવણી થતી હતી એમ ઉત્તરાધ્યયન સૂત્રમાં આવેલા વિજયઘોષ અને જયઘોષના સંવાદ ઉપરથી જણાઈ આવે છે એ સંવાદમાં યજ્ઞનું યથાર્થ સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. વેદનું ખરૂં કર્તવ્ય અગ્નિહોત્ર છે, અગ્નિહોત્રનું તત્ત્વ પણ આત્મબલિદાન છે. આ તત્ત્વને કાશ્યપ ધર્મ અથવા ઋષભદેવનો ધર્મ કહેવામાં આવે છે. બ્રાહ્મણનાં લક્ષણો પણ અહિંસાધર્મ વિશિષ્ટ આપ્યાં છે. બૌદ્ધ ધર્મના ગ્રંથોમાં પણ બ્રાહ્મણોનાં એવાંજ લક્ષણો આપ્યાં છે. ગૌતમબુદ્ધના સમયમાં બ્રાહ્મણનું જીવન બહુ જુદીજ જાતનું હતું. બ્રાહ્મણોના જીવનમાં જે ખામીઓ પ્રવેશી હતી તે બહુ પાછળથી પ્રવેશી હતી અને જૈનોએ બ્રાહ્મણોની ખામી સુધારવામાં પોતાની ફરજ બજાવી છે. જો જૈનોએ એ ખામી સુધારવાનું કાર્ય હાથમાં ન લીધું હોત તો બ્રાહ્મણોને પોતાને તે કામ હાથ ધરવું પડ્યું હોત.’ ૧૩. લોકમાન્ય તિલકે જણાવ્યું છે કે ‘જૈનોના ‘અહિંસા પરમો ધર્મ’ ના ઉદાર સિદ્ધાંતે બ્રાહ્મણ ધર્મ ઉપ૨ ચિરસ્મરણીય છાપ મારી છે. યજ્ઞયાગાદિકમાં પશુવધ થઈ યજ્ઞાર્થે હિંસા થતી હતી તે આજકાલ બંધ થઈ છે, તે જૈન ધર્મે એક મોટી છાપ બ્રાહ્મણ ધર્મ ઉપર મારી છે. પૂર્વકાળમાં યજ્ઞના બહાને અસંખ્ય પશુઓની હિંસા થતી હતી કે જેનું પ્રમાણ મેઘદૂત કાવ્ય અને બીજા અનેક ગ્રંથોથી મળી આવે છે. રંતિદેવ રાજાએ જે યજ્ઞો કર્યા હતા તેમાં તેણે એટલા પશુઓનો વધ કર્યો હતો કે ૧૮. જૈન શ્રમણોના આચારમાંજ તપને પ્રાધાન્ય છે અને આવા શ્રમણનો ઉલ્લેખ વાલ્મીકિ રામાયણના નીચેના શ્લોકમાં કરેલો જણાય છે : ब्राह्मणा भुंजते नित्यं नाथवन्तश्च भुंजते । तापसा भुंजते चापि श्रमणाश्चैव भुंजते ॥ (बा.स. १८, पृ. २८. ) ૧૯. સં. ૧૯૭૩ની કાર્તિકી પૂર્ણિમાએ વઢવાણ કેંપમાં શ્રીમદ્ રાજચંદ્ર ચતુર્થ જયંતી૫૨ આપેલ વ્યાખ્યાન. પ્રકરણahebrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy