SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૮-૧૧ ભ. મહાવીર અને શ્રી બુદ્ધ શબ્દોમાં શ્રી મહાવીરે ડિંડિમ નાદથી એવો મોક્ષનો સંદેશ આર્યાવર્તમાં વિસ્તાર્યો કે, ધર્મ એ માત્ર સામાજિક રુઢિ નહીં પણ વાસ્તવિક સત્ય છે– મોક્ષ એ સાંપ્રદાયિક બાહ્ય ક્રિયાકાંડ પાળવાથી મળતો નથી, પણ સત્ય ધર્મના સ્વરૂપમાં આશ્રય લેવાથી મળે છે, અને ધર્મમાં મનુષ્ય અને મનુષ્ય વચ્ચેનો ભેદ સ્થાયી રહી શકતો નથી.' તેમણે ઉપદેશ લોકભાષામાં આપ્યો ને તેમનાં પ્રવચન પણ તેમાં ગુંથાયાં. ૯. પરમ યોગી શ્રી મહાવીર કર્મના ઉદયપ્રયોગે વિચરનારા, અત્યંત વાચેંયમ (મિતભાષી), ઉત્કટ અને તીવ્ર ચારિત્ર્ય પાળનારા (આપદ્ ધર્મને નામે પણ એક પણ બારી નહીં રાખનારા) હતા. શરીર, વચન અને મન એ ત્રણે તેમનાં દાસ હતાં. તેમણે આંખો બને તેટલી નિર્નિમેષ રાખી, ધ્યાન સેવી, અચેલક રહી, લોકલજ્જાને જીતી ઘણાં લાંબા સમય સુધી આરણ્યક બની આકરાં ટાઢ, તાપ, ભૂખ અને તરસ સહ્યાં કર્યાં હતા. તેમની તપશ્ચર્યા અતિ કડક અને તીવ્ર હતી, તેઓ તીવ્ર માર્ગના ઉપાસક હતા, ત્યારે શ્રીબુદ્ધે ઉગ્ર તપશ્ચર્યાનો ત્યાગ કરી મધ્યમ માર્ગ સ્વીકાર્યો હતો, અને તેમાં લોકના વ્યાવહારિક શ્રેયને પ્રથમ સ્થાન આપ્યું હતું. શ્રી મહાવીરે લોકનો સંસ્પર્શ સુદ્ધાં છોડ્યો હતો –અનેક સાધનોથી જુદી જુદી રીતે લક્ષ્ય સાધી શકાય એવા અનેકાન્ત ઉપદેશના સ્યાદ્વાદ તત્ત્વજ્ઞાનના પ્રચારક તેઓ હતા, તેથી તેમના માર્ગમાં વિનય, સ્વાધ્યાય, ધ્યાન, નગ્નતા કે સવસ્રતા, તપ, નિરાહારાદિ દરેકને સ્થાન હતું. એટલે કે દરેક સાધનથી આત્મસ્વાસ્થ્યનું લક્ષ સાધી શકાય- તેમાં એકદેશીયતા નહોતી. ‘અહિંસા, સંયમ અને તપરૂપ ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે' એ તેમના અનુયાયીઓનો પ્રઘોષ હતો.' તેમના પ્રરૂપેલા ભિક્ષુ અને ભિક્ષુણીના આચારો કડક અને નિરપવાદ હતા.૧૬ ૧૦. જૈન કથન પ્રમાણે તેમનાં અનુયાયીઓમાં વૈશાલી નરેશ ચેટક૭, કૌશામ્બીનો રાજા શતાનિક, મગધનરેશ શ્રેણિક (જૈન ગ્રંથોમાં ભંભાસાર અને બૌદ્ધ ગ્રંથોમાં બિમ્બિસાર છે. બંનેના ગ્રંથોમાં ‘સેણિય’ નામ પણ છે.) તેમનો પુત્ર કોણિક (અજાતશત્રુ) - તેનો પુત્ર ઉદાયી-ઉદયન, ઉજ્જયિનીનો ચંડપ્રદ્યોત, પોતનપુરનો રાજા પ્રસન્નચંદ્ર, વીતભયપટ્ટનનો ઉદાયન રાજા વગેરે હતા. આથી તેમના ઉપદેશની અસર વધુ થઈ. ૭ ૧૧. બ્રાહ્મણોના યજ્ઞયાગાદિમાં અનેક જાતની હિંસા થતી હતી તેનો નિષેધ કરવા શ્રી મહાવીર અને શ્રી બુદ્ધ બંને ક્ષત્રિય વીરોએ ઝુંડો ઉઠાવ્યો. (આ ક્ષત્રિય યુગ હતો.) આ સાથે આર્ય પ્રજામાં જાતિમત્સ૨ને પરિણામે જડ થએલી વર્ણો તથા વર્ણશંકર જ્ઞાતિના અનેક ખંડો તથા વર્ણભેદના અનિષ્ટ બંધારણનો નિષેધ કરી એકજ જાતિ- ‘સંઘ'ની સ્થાપના કરી. જૈન ધર્મના આ મહામંડળ- ‘સંઘ’ના ચાર વિભાગ છે : સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. પહેલા બે સંસાર તજી વૈરાગ્ય અને તપના તીવ્ર નિયમ પાળે છે અને છેલ્લા બે, સંસારમાં રહી મુનિઓના ઉપદેશ સાંભળે છે (શ્રુ-સાંભળવું, એ ૧૫. થમ્પો મંગલમુનિનું અહિંસા સંગમો તો દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથા. ૧૬. જુઓ આચારાંગ આદિ સૂત્રો. ૧૭. જુઓ શ્રી જિનવિજયનો લેખ નામે વૈશાલિના ગણસત્તાક રાજ્યનો નાયક રાજા ચેટક' જૈન સાહિત્ય સંશોધક ૨, ૩-૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy