SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ કારણ કે માણસની કે પશુની હિંસાને સૌથી ભ્રષ્ટ પ્રકારનું પાપ એ માનતા હતા....... મહાવીરે બધો પુરુષાર્થ આત્મા ઉપર જ દાખવ્યો છે; એ માત્ર સાધુ જ ન હતા, પણ તપસ્વી હતા. પરંતુ બુદ્ધને સાચો બોધ પ્રાપ્ત થયા પછી એ તપસ્વી ના રહ્યા, માત્ર સાધુ જ રહ્યા અને પોતાનો બધો પુરુષાર્થ જીવનધર્મ ઉપર દાખવ્યો. એકનો ઉદેશ એથી આત્મધર્મ થયો; બીજાનો લોકધર્મ થયો.” ૮. તે વખતે શ્રી મહાવીરે જણાવ્યું કે (૧) “બધા જીવો આયુષ્યને અને સુખને ચાહે છે, દુઃખ અને વધ (મરણ) સૌને અપ્રિય છે, સર્વ કોઈ જીવવાની પ્રીતિવાળા અને વૃત્તિવાળા છે, જીવવું બધાને વહાલું છે.” માટે જીવો અને જીવવા ઘો; (૨) બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર-એ ઉપનામો માત્ર ક્રિયાજન્ય છે, માટે શાસ્ત્રશ્રવણ અને આચરણનો સર્વને સમાન હક્ક છે. બ્રાહ્મણ તેજ કે જે બ્રહ્મઆત્માનું સ્વરૂપ જાણે, અને અહિંસાધર્મને વિશિષ્ટ માને (૩) યજ્ઞ એ આત્મબલિદાન છે-હિંસાજનિત યજ્ઞ તે ખરો યજ્ઞ નથી (૪) લોકપ્રવાહને અનુસરશો નહીં;' (૫) આત્માનો ઉદ્ધાર આત્મા પોતેજ સ્વબળથી કરી શકે છે ને તેથી પરમાત્મા બની શકે છે ને તેમ કરવા માટે જીવને લાગેલાં કર્મોનાં આવરણ આત્મબળથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રથી દૂર કરવાં જોઇએ; એ ત્રણ રત્નનો સામુદાયિક માર્ગ એ જ મોક્ષમાર્ગ છે. (૬) આ વડે સાંપ્રદાયિક દૃષ્ટિએ જૈન ન હોય છતાં અન્ય લિંગે કોઈ પણ સિદ્ધ થઈ શકે; (૭) સર્વ સિદ્ધાત્મા, પરમાત્મા છે – ઈશ્વર છે અને એ રીતે ઈશ્વરનું અસ્તિત્વ છે. આત્મા પોતે પોતાનાં કર્મનો કર્તા અને ભોક્તા છે. ટૂંકમાં કવિસમ્રાટું ટાગોરના ८. सव्वे जीवा पियाउया, सुहसाया, दुक्खपडिकूला, अप्पियवहा पियजीविणो जीविउकामा । सव्वेसिं जीवियं पियं। (તસ્કુI) Mાતિવાણઝ, વિવ . –ાવાર સૂત્ર. --બધા જીવોને આયુષ્ય પ્રિય છે; સર્વે સુખના અભિલાષી છે, દુ:ખ સર્વને પ્રતિકૂલ છે; વધ (મરણ) સૌને અપ્રિય છે. સર્વે કોઇને જીવિત =જીવવું પ્રિય છે. સર્વે જીવવાની ઈચ્છા રાખે છે. આ માટે કોઈને મારવો, કષ્ટ દેવું ન જોઈએ. ___ सव्वे पाणा सव्वे भूया सव्वे जीवा सव्वे सत्ता न हंतव्वा न अज्झावेयव्वा न परिघेतव्वा न उवद्दवेयव्वा एस धम्मे સુધે ધુવે ની સીસસવ નો વેયનેહિં પણ II –આચારાંગસૂત્ર. - સર્વ પ્રાણ, સર્વ ભૂત, સર્વ જીવ, સર્વ સત્ત્વને ન હણવા, ન ફ્લેશ ઉપજાવવો, ન પરિતાપ ઉપજાવવો, ન ઉપદ્રવ કરવો. આ ધર્મ શુદ્ધ ધ્રુવ ન્યાય શાશ્વત છે. લોકને સમ્યક્ પ્રકારે જાણી ખેદજ્ઞોએ પ્રવર્તવું. ૯. જુઓ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં થશીય અને હરિકેશીય એ બે અધ્યયનો. (૨૫ મું અને ૧૨ મું) તેમાં બ્રાહ્મણનાં લક્ષણો દર્શાવ્યા છે અને સાથે એ પણ સ્પષ્ટ બતાવ્યું છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ માત્ર તે તેનાં કર્મો કરવાથી બને છે. સરખાવો ધમ્મપદમાં બ્રાહ્મણવષ્ણ. ૧૦. જુઓ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં વિજયઘોષ અને જયઘોષનો સંવાદ. ૧૧. નોસેસ -એટલે લોકેષણાને-લોકવાદને અનુસરશો નહીં-દુનિયાની દેખાદેખી કરશો નહીં.–આચારાંગ ૧૨. સચવનજ્ઞાનવરિત્રાળ મોક્ષમા–ઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થસૂત્ર. ૧/૧ ૧૩. યંવરો ય સાસંવરો ા યુદ્ધો વા તદા નો વા સમભાવમાવીનપ્પા દ મુવવું –સંબોધસત્તરી ૧૪. સત્તા દિ અત્તનુવંધુ મત્તા મનો મિત્ત –આચારાંગ. –આત્મા જ આત્માનો બંધુ છે, આત્મા આત્માનો મિત્ર છે. સરખાવો : અત્તના ત્ર તં પાપં અત્તના સંવિતિતિ | અત્તના અતં પાપં સત્તના વ વિભુતિ | सुद्धि असुद्धि पच्चन्तं नाञ्जो अझं विसोधये ॥ -धम्मपद-१५६. સરખાવો : ગાત્મનાત્માનમુદ્ધત્ | માવતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy