SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ઘણા પ્રાચીન કાળમાં થઇ ગયા. પછી બાવીસમા નેમિનાથજી તે કૃષ્ણના પૈતૃક ભાઈ સૌરાષ્ટ્રના ગિરિનાર પર્વત પર સિદ્ધિ પામ્યા. ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ એ કાશીના અશ્વસેન રાજાના પુત્ર-તેમણે ૭૦ વર્ષ સુધી જૈન ધર્મનો ઉપદેશ કર્યો" એમનો સમય વિ.સ. પૂર્વે ૮૨૦ થી ૭૨૦ (ઈ.સં. પૂર્વે ૮૭૬ થી ૭૭૬) એટલે કે તેઓ શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પહેલા ૨૫૦ વર્ષે સિદ્ધ થયાઁ. ૪ ૩. આ પાર્શ્વનાથજીને ઐતિહાસિક વ્યક્તિ તરીકે ડો. યાકોબી (Jacobi) આદિએ હાલની શોધખોળથી સ્વીકારેલ છે. સર ભાંડારકરે નેમિનાથજીને પણ ઐતિહાસિક વ્યક્તિ તરીકે જણાવેલ છે અને તેમ ગણતાં સૌરાષ્ટ્ર (કે જેમાં હાલનું ગુજરાત સમાઇ જતું હતું) સાથે જૈનોનો સંબંધ શ્રી નેમિનાથ પહેલાંનો હતો એમ સિદ્ધ થઈ શકે, ૪. શ્રી મહાવી૨ ભ. પહેલાં ચાતુર્યામ સંવરવાદ (કે જેનો ઉલ્લેખ બૌદ્ધ ગ્રંથ દીઘનિકાયના બીજા સૂત્ર સામઞફલસુત્ત માં તેમજ જૈન સૂત્રોમાં આવેલ છે.) સ્થાપિત થયો હતો. તે ચાર યામ એટલે વ્રત નામે પ્રાણઘાતમાંથી સર્વથા નિવૃત્તિ (અહિંસા), અસત્ય બોલવાથી સર્વથા નિવૃત્તિ (સત્ય), અદત્તાદાનમાંથી (ચોરીમાંથી) સર્વથા નિવૃત્તિ (અસ્તેય), અને પરિગ્રહમાંથી સર્વથા નિવૃત્તિ (અપરિગ્રહ); તે ચારનો પાર્શ્વજિન ઉપદેશ કરતા હતા. આ પરિગ્રહનો અર્થ એ છે કે કોઇપણ વસ્તુનો સંગ્રહ કરવો નહિ તેમાં સ્ત્રી પણ પરિગ્રહના વસ્તુરૂપે ગણાતી હતી. પણ શ્રી મહાવીર ભ.ના સમયમાં પરત્વે ચાર મત શક્ય છે. (૧) સધળું સ્થિર છે, નથી ચઢતું નથી ઉતરતું, નથી વધતું નથી ઘટતું, નથી આગળ ગતિ. નથી પાછળ ગતિ. આ મત વિચારવા જેવો નથી. (૨) જે બને છે તે આકસ્મિક-અર્થાત્ શાથી બને છે એ આપણે કહી ન શકીએ અર્થાત્ ઇતિહાસમાં કાર્યકારણભાવની સંકલના નથી. The Spirit bloweth as it listeth- આત્માના સ્વચ્છન્દ અનુસાર ગમે તે થયાં કરે છે. પણ પહેલાના જેવોજ મનુષ્યમતિને અવગણતો વિચાર છે. (૩) ત્રીજો સિદ્ધાન્ત 'cycle' યાને ‘ચક્રનેમિ ક્રમ'નો છે. (મેઘદૂતમાં કહ્યું છે તેમ નીચૈત્યુિરિ પ વશા વનેમિ મેળ) ડાર્વિન પછી એક સીધી લીટીમાં ઉત્તરોત્તર પ્રગતિનો સિદ્ધાન્ત જન્મ પામ્યો (કાવ્યપ્રકાશમાં સારાલંકારની વ્યાખ્યા આપી છે તેમ ઉત્તરોત્તરમુ મવેત્ સાર: પરાવધિ:), પણ ઓગણીસમી સદીના આરંભ સુધી તેમ ન હતું. શેલિ ઇતિહાસના યુગને ઋતુઓના રૂપકથી ઓળખે છે (If winter comes, can spring be far behind ?) ગાડાનું પૈડું જેમ ફરે છે તેમ પ્રજાનું ભાગ્ય ફરે છે. એના અસ્તોદય થયાં જ કરે છે. આ આપણી, યુગકલ્પની કલ્પના છે જેનું સ્વરૂપ જૈનો ‘ઉત્સર્પિણી’ અને ‘અવસર્પિણી’ એ ઉન્નતિ અને અવનતિસૂચક શબ્દોથી બતાવે છે. આ તેમજ પૂર્વોક્ત પ્રગતિના સિદ્ધાન્તમાં નૈતિક દૃષ્ટા દોષ એ છે કે એમાં મનુષ્યપ્રયત્નને અવકાશ રહેતો નથી. તેથી (૪) છેલ્લો વિકલ્પ એ સંભવે છે કે મનુષ્ય વ્યક્તિ તેમજ પ્રજા પોતાનું ભાગ્ય પોતાને હાથે ઘડે છે; ઉત્સર્પિણી-સત્યયુગમાં કલિયુગ કે કલિયુગમાં સત્યયુગ-ઉપજાવવાની એની શક્તિ કે છે. વસન્ત-કાર્તિક ૧૯૮૨ પૃ. ૩૬૫-૩૬૬. ४. गते श्री पार्श्वनिर्वाणात्सार्द्ध वर्षशते द्वये । श्री वीरस्वामिनो जज्ञे महानंदपदोदयः ॥ - अमरचंद्र - जिनेन्द्र चरित्रे અઙ્ગાષ્મસજ્જ ાદિ વીરો નિગેસો ગામો । —પ્રવચન સારોદ્ધાર ગાથા ૪૦૪. એટલે પાર્શ્વના નિર્વાણથી અઢીસો વર્ષે વીર જિનેશ્વર જાત એટલે (ટીકામાં-સિદ્ધપણે) થયા. ૫. એ બૌદ્ધ ગ્રંથમાં એમ જણાવ્યું છે કે ચાતુર્યામ સંવરવાદ મહાવીર સ્વામીનો વાદ હતો પરંતુ જૈન ગ્રંથો ઉપરથી એવું જણાય છે કે તેમની પૂર્વે ૨૫૦ વર્ષ પર થયેલા ભ, પાર્શ્વનાથ તીર્થંકરના સમયમાં તે હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy